નવી દિલ્હી: અયોધ્યા કેસ (Ayodhya Case)ને લઇને સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળ્યો છે. કોર્ટે કહ્યું કે કેંદ્વ સરકાર ત્રણ મહિનામાં મંદિર નિર્માણની યોજના બનાવે. કોર્ટે મસ્જિદ માટે અલગ જમીન આપવાનો આદેશ આપ્યો છે. ચુકાદા પર સુન્ની વકફ બોર્ડના વકીલ જફરયાબ જિલાનીએ કહ્યું કે અમે કોર્ટના ચુકાદાનું સ્વાગત કરીએ છીએ પરંતુ અમે આ ચુકાદાથી સંતુષ્ટ નથી.
આખરે કેમ સુપ્રિમ કોર્ટે રામ મંદિર કેસ માટે આજે શનિવારનો દિવસ પસંદ કર્યો? આ રહ્યું કારણ
સમાચાર એજન્સી એએનઆઇના સમાચાર અનુસાર કોર્ટની બહાર જિલાનીએ કહ્યું કે અમે કોર્ટના ચુકાદાનું સન્માન કરીએ છીએ પરંતુ અમે તેનાથી સંતુષ્ટ નથી. તેમણે કહ્યું કે કોર્ટનો ચુકાદો વાંચીને અમે આગળની રણનિતી તૈયાર કરીશું.
Zafaryab Jilani, Sunni Waqf Board Lawyer: We respect the judgement but we are not satisfied, we will decide further course of action. #AyodhyaJudgment pic.twitter.com/5TCpC0QXl6
— ANI (@ANI) November 9, 2019
Ayodhya Verdict Live Updates:રામલલાની જીત, અયોધ્યામાં બનશે મંદિર, મસ્જિદ માટે બીજી જમીન અપાશે
તેમણે કહ્યું કે કોર્ટના ચુકાદો દેશમાં સામાજિક સૌહાર્દ જાળવી રાખવાના પક્ષમાં છે. કોર્ટે જે ઓબ્ઝર્વેશન આપ્યા છે તેમાંથી કેટલાક પોઇન્ટ સાથે અમે સહમત નથી. તેમણે કહ્યું કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડની મીટિંગમાં અમે આગળની રણનીતિ તૈયાર કરીશું. જફરયાબ જિલાનીએ દેશવાસીઓને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે