Home> India
Advertisement
Prev
Next

પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં મોટા હૂમલાની ફિરાકમાં છે ઝાકીર મુસા: રિપોર્ટ

મુસા પોતાનાં ડેપ્યુટી રેહાનની સાથે મળીને જમ્મુ કાશ્મીર અને પંજાબના પોલીસ સ્ટેશન પર ફિદાયીન હૂમલાઓ કરે તેવી શક્યતા

પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં મોટા હૂમલાની ફિરાકમાં છે ઝાકીર મુસા: રિપોર્ટ

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓની વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીથી ધુંધવાયેલા આતંકવાદી જાકીર મુસા મોટો હૂમલો કરવાની ફિરાકમાં છે. ગુપ્તચર એજન્સીઓએ માહિતી મળી છે કે મુસા કોઇ મોટો હૂમલો કરવાની ફિરાકમાં છે. આતંકવાદી સંગઠન અંસાર ગજાવહત ઉલ હિંદનો આતંકવાદી જાકીર મુસા જમ્મુ કાશ્મીરનાં આતંકવાદીઓની ભરતી કરી રહ્યા છે. એટલું જ નહી મુસા પોતાનાં ડેપ્યુટી રેહાનની સાથે મળીને જમ્મુ કાશ્મીર અને પંજાબના પોલીસ કર્મચારીઓ પર ફિદાયીન હૂમલાની તૈયારી કરી રહ્યો છે. 

fallbacks

મળતી માહિતી અનુસાર આતંકવાદી રેહાને હૂમલાની તૈયારીઓ મુદ્દે પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં કેટલાક સ્થળોની રેકી કરી છે જેથી હૂમલો કરી શકાય. જ્યારે અન્ય એક રિપોર્ટ અનુસાર જમ્મુ કાશ્મીરમાં LoC નજીક પણ 10 આતંકવાદીઓની મૂવમેંટ જોવા મળી છે. મળતી માહિતી અનુસાર તમામ આતંકવાદીઓ કાશ્મીરમાં મોટા હૂમલાની ફિરાકમાં છે અને તેનાં માટે તેઓ ભારતમાં ઘૂસણખોરી કરવાની રાહ પણ જોઈ રહ્યા છે. આ આતંકવાદીઓ જૈશના હોવાની શક્યતા છે. 
ગુપ્તચર એજન્સીઓનાં આ રિપોર્ટ બાદથી લાઇન ઓફ કંટ્રોલ પર સુરક્ષા દળોને એલર્ટ રહેવા માટે જણાવાયું છે. એટલું જ નહી અમરનાથ યાત્રા સુરક્ષામાં લાગેલા ITBP અને CRPF આર્મી અને જમ્મુ કાશ્મીર પોલીસને પણ બારીક નજર રાખવા માટે જણાવ્યું છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, બાબા અમરનાથ દર્શન માટે આ વર્ષે ઘણા મોટાપ્રમાણમાં યાત્રાળુઓ આવ્યા છે અત્યાર સુધી માત્ર બાલટાલનાં રસ્તે જ વધારે યાત્રાળુઓએ બાબા અમરનાથના દર્શન કરી રહ્યા છે. 

LoC નજીક આતંકવાદીઓનો ઠઠ જામ્યો
અહેવાલ અનુસાર લાઇન ઓફ કંટ્રોલ નજીક કેલ, આઠમુકામ, દૂધનિયાલ અને લીપા વેલીના લોન્ચિંગ પેડ પર આતંકવાદીઓ હાજર છે તમામ આતંકવાદીઓ લશ્કર એ તોયબા અને જૈશ એ મોહમ્મદ તંજીમના છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More