Home> India
Advertisement
Prev
Next

Zee Delhi-NCR Haryana: ZEE મીડિયાએ લોન્ચ કરી Zee DNH ચેનલ, દિલ્હી-એનસીઆર હરિયાણાના સમાચારો પર રહેશે બાજ નજર

દેશના સૌથી પ્રતિષ્ઠિત મીડિયા સંસ્થાન ઝી મીડિયાએ રવિવારે 10 એપ્રિલના રોજ Zee Delhi NCR ચેનલ લોન્ચ કરી. 

Zee Delhi-NCR Haryana: ZEE મીડિયાએ લોન્ચ કરી Zee DNH ચેનલ, દિલ્હી-એનસીઆર હરિયાણાના સમાચારો પર રહેશે બાજ નજર

નવી દિલ્હી Zee Delhi NCR Launch: દેશના સૌથી પ્રતિષ્ઠિત મીડિયા સંસ્થાન ઝી મીડિયાએ રવિવારે 10 એપ્રિલના રોજ Zee Delhi NCR ચેનલ લોન્ચ કરી. આ ચેનલનું ઉદ્ધાટન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કર્યું. ડીટીએચ પ્લેફોર્મ્સે ઝી ઓડિશાને ઝી દિલ્હી એનસીઆર હરિયાણા સાથે રિપ્લેસ કરી છે. 

fallbacks

CM કેજરીવાલે ઝી મીડિયા ટીમને શુભેચ્છા પાઠવી
ચેનલના ઉદ્ધાટનમાં સીએમ કેજરીવાલે ઝી મીડિયા ટીમને શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે વિરોધીઓને બોલવા દો. મીડિયાએ પોઝિટિવ સમાચાર દેખાડવા જોઈએ. જનતાના મુદ્દા પર ટીઆરપી મળે છે. 

દિલ્હી, એનસીઆર અને હરિયાણાના સમાચાર પર ફોકસ રહેશે
આ ચેનલને લાઈવ ટીવી ફોર્મેટમાં રાખવામાં આવશે, જે સંબંધિત વેબસાઈટ્સમાં એમ્બેડ કરી શકાશે. સ્વચાલિત રીતે ચેનલ YouTube અને ઓટીટી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે. આ ચેનલને લોન્ચ કરવા પાછળનો હેતુ દિલ્હી, એનસીઆર અને હરિયાણાના સમાચારને વિસ્તૃત રીતે લોકો સુધી પહોંચાડવાનો છે. જો કે રાજધાની દિલ્હીને ફોકસમાં રાખતી કેટલીક ચેનલો પહેલેથી જ અસ્તિત્વમાં છે પરંતુ ઝી મીડિયાની આ પહેલી ચેનલ હશે. જ્યાં સુધી નવી ચેનલની વાત છે તો ઝી દિલ્હી એનસીઆર હરિયાણા, તે દિલ્હી/એનસીઆર/ગુડગાંવ ક્ષેત્રની સેવા કરવા માટે લાંબા સમય બાદ લોન્ચ થયેલી ચેનલ છે. 

 Video

અત્રે જણાવવાનું કે એસ્સેલ ગ્રુપના ચેરમેન અને રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ દેશને ઝી મીડિયાની દિલ્હી એનસીઆર હરિયાણા ન્યૂઝ ચેનલ સમર્પિત કરી. આ સાથે જ લોકો પાસે સમાચારોને શ્રેષ્ઠ કરવા માટે સૂચનો માંગ્યા. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલે પણ નવા સ્ટુડિયોમાં હાજરી આપી. ઝી દિલ્હી એનસીઆર ન્યૂઝ ચેનલના લોન્ચિંગ કાર્યક્રમમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ સહિત અનેક મોટા નેતાઓ હાજરી આપશે. 

fallbacks

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More