Home> India
Advertisement
Prev
Next

Zee Sammelan: પેટ્રોલ-ડીઝલ પર મોદી સરકારે રાહત આપી પણ વિપક્ષી સરકારોએ વેટ ઘટાડ્યો નહીં- હરદીપસિંહ પુરી

Zee Sammelan 2022: ઝી સંમેલન 2022ના 'તેલ કા મહેંગા ખેલ' માં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ભાગ લીધો. હરદીપ સિંહ પુરીએ ઝી ન્યૂઝના મંચ પર ઓઈલના વધતા ભાવ પર સંવાદ કર્યો અને આવનારા દિવસોમાં ઓઈલને લઈને ઊભા થનારા પડકારો પર પોતાની વાત રજૂ કરી. 

Zee Sammelan: પેટ્રોલ-ડીઝલ પર મોદી સરકારે રાહત આપી પણ વિપક્ષી સરકારોએ વેટ ઘટાડ્યો નહીં- હરદીપસિંહ પુરી

Zee Sammelan 2022: ઝી સંમેલન 2022ના 'તેલ કા મહેંગા ખેલ' માં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ભાગ લીધો. હરદીપ સિંહ પુરીએ ઝી ન્યૂઝના મંચ પર ઓઈલના વધતા ભાવ પર સંવાદ કર્યો અને આવનારા દિવસોમાં ઓઈલને લઈને ઊભા થનારા પડકારો પર પોતાની વાત રજૂ કરી. 

fallbacks

હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આખી દુનિયા સામે હાલ જે પડકારો છે તેમાંથી ઓઈલના વધતા ભાવ પણ એક છે. છેલ્લા 2 વર્ષ મહામારીના કારણે ગ્લોબલ ઈકોનોમી એક્ટિવિટી પર રોક લાગી ગઈ હતી. 2022માં જ્યારે દુનિયાભરમાં લોકડાઉન હતું ત્યારે ભારતમાં લોકડાઉન નહતું. તે સમયે ઓઈલનો ભાવ 19 ડોલર અને 56 સેન્ટ હતો. ઓઈલની માંગણી નહતી ત્યારે તેના લીધે ભાવ પણ ઘટી ગયા હતા હાલના દિવસોમાં માંગણી વધવાથી અને રશિયા-યુક્રેન યુદ્ધના કારે ઓઈલના ભાવ 120 ડોલરથી પણ વધી ગયા. 

હરદીપ સિંહે કહ્યું કે દુનિયાના મોટાભાગના દેશોમાં ઓઈલને લઈને પડકારો વધી રહ્યા છે. જો ક્રૂડ ઓઈલનો ભાવ 120 ડોલર પ્રતિ બેરલ રહ્યો તો પડકારો હજુ વધી શકે છે. જો રશિયા પાસેથી ઓઈલ નહીં ખરીદીએ તો કોની પાસેથી ખરીદશું? પહેલા આપણે સાઉદી અરબ અને યુએઈ પાસેથી ઓઈલ ખરીદતા હતા પરંતુ જો ભાવ વધ્યા તો આપણે વિચારવું તો પડશે જ. 

સરકારે બેવાર લોકોને રાહત આપી
હરદીપ સિંહ પુરીએ કહ્યું કે દેશમાં 6 કરોડ લોકો રોજ પેટ્રોલ પંપ પર ઓઈલ ભરાવવા જાય છે. મોદી સરકારની કોશિશ છે કે લોકોને ઓછા ભાવે પેટ્રોલ-ડીઝલ મળે. આ માટે કેન્દ્ર સરકારે બેવાર પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી. ભાજપ શાસિત રાજ્ય સરકારોએ પણ વેટ ઘટાડ્યો. પરંતુ વિપક્ષી સરકારોએ ઓઈલના ભાવમાં વેટમાં ઘટાડો કર્યો નહીં. 

Zee sammelan 2022: ભાજપ મુસલમાનોને ટિકિટ કેમ નથી આપતો? મુખ્તાર અબ્બાસ નકવીએ આપ્યો જવાબ

Zee Sammelan: એક ઈંચ જમીન પણ ચીનના કબજામાં નહીં જાય, દેશના માન-સન્માન સાથે સમાધાન નહીં- રાજનાથ સિંહ

Zee Sammelan 2022: બ્રેકઆઉટ કેટેગરીમાંથી કેવી રીતે સ્ટેન્ડ આઉટ દેશોની શ્રેણીમાં આવ્યું ભારત? રાજનાથ સિંહે જણાવ્યું

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More