Home> India
Advertisement
Prev
Next

યુવાનોને વોટ આપવા પ્રોત્સાહિત કરશે Zee: પુનિત ગોએન્કાની પીએમ મોદીને ખાતરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશની તમામ ટોચની હસ્તીઓને મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મદદ કરવા વિનંતી કરતી એક ટ્વીટ કરી હતી, જેમાં રાજનેતાથી માંડીને બોલિવૂડ સેલિબ્રિટીઝ, ઉદ્યોગપતિઓથી માંટીને સમાજસેવકોનો સમાવેશ થતો હતો. આ સંદર્ભમાં ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝિસ લિમિટેડના એમડી અને સીઈઓ પુનિત ગોએન્કાએ પણ વડા પ્રધાનનો આભાર માનવાની સાથે જ ખાતરી આપી છે કે, દેશના યુવાનોને વોટની કિંમત સમજાવતાં દરેકને મતદાન કરવા માટે ઝી તમામ પ્રયત્નો કરશે 

યુવાનોને વોટ આપવા પ્રોત્સાહિત કરશે Zee: પુનિત ગોએન્કાની પીએમ મોદીને ખાતરી

મુંબઈઃ મતદાન અંગે જાગૃતિ ફેલાવામાં મીડિયા અને મનોરંજન ઉદ્યોગની ભૂમિકા અને મહત્વને દર્શાવતાં શ્રી ગોએન્કાએ જણાવ્યું કે, યુવાનોને મતદાન પ્રત્યે જાગૃત કરવા માટે ઝી તમામ પ્રયાસ કરશે. તેમણે ટ્વીટ કરતાં લખ્યું કે, "આભાર, નરેન્દ્રમોદીજી. યુવાનોમાં જાગૃતિ લાવવામાં મીડિયા અને મનોરંજન ઉદ્યોગ ચોક્કસપણે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અમે, ઝી તરફથી યુવાનોને મતદાન પ્રત્યે જાગૃત કરવા બાબતે ગંભીર છીએ. કેમ કે યુવાનો જ આવતીકાલનું ભવિષ્ય છે. ઝી અભિયાન ચલાવશે કે 'મતદાન એ દરેક નાગરિકની ફરજ છે.'"

fallbacks

ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા અને મનોરંજન ઉદ્યોગની ટોચની હસ્તીઓને ટ્વીટ કરીને લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, મતદાન જેટલું વધારે થશે, આપણી લોકશાહી પણ તેટલી જ મજબૂત થશે. પીએમ મોદીએ એ વાત પર ભાર મુક્યો કે, તેના માટે મતદારોમાં જાગૃતિ આવે તે જરૂરી છે. 

 
ઉલ્લેખનીય છે કે, આગામી લોકસભા ચૂંટણી 2019માં દેશમાં લગભગ 90 લાખ મતદારો છે અને તેઓ દેશભરના 10 લાખ મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આગામી લોકસભા ચૂંટણી જે 7 તબક્કામાં યોજાવાની છે, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન આગામી 11 એપ્રિલ, 2019ના રોજ યોજાશે. 
 
ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More