Home> India
Advertisement
Prev
Next

38 પત્ની અને 89 બાળકોના પિતા ઝિઓના ચાનાનું નિધન, સૌથી મોટા પરિવારના હતા મુખિયા

Mizoram Latest News: ઝિઓના ચાનાનું રવિવારે મિઝોરમના બકટાવંગ તલંગનુમ ગામમાં નિધન થઈ ગયું. તેમની પાછળ 38 પત્નીઓ અને 89 બાળકો છે.
 

38 પત્ની અને 89 બાળકોના પિતા ઝિઓના ચાનાનું નિધન, સૌથી મોટા પરિવારના હતા મુખિયા

નવી દિલ્હીઃ મિઝોરમમાં 38 પત્નીઓ અને 89 બાળકોની સાથે વિશ્વના સૌથી મોટા પરિવારના મુખિયા ઝિઓના ચાનાનું 76 વર્ષની ઉંમરે નિધન થયુ છે. મુખ્યમંત્રી ઝોરમથાંગાએ આ જાણકારી આપી છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યુ- મિઝોરમ અને બકટાવંગ તુલંગનુમમાં તેમનું ગામ તેમના પરિવારને કારણે રાજ્યમાં એક મુખ્ય પર્યટક આકર્ષણ બની ગયું છે. 

fallbacks

જાણકારી પ્રમાણે જિઓના ચાનાનો પરિવાર 100 રૂમવાળા ચાર માળના મકાનમાં રહે છે. તે આત્મનિર્ભર છે. મોટાભાગના સભ્ય કોઈને કોઈ વેપારમાં લાગેલા છે. તેમણે સત્તાવાર કેરોડ્માં, રાજ્યમાં કોંગ્રેસ સરકારની ગરીબ સમર્થક નવી ભૂમિ ઉપયોગ નીતિ હેઠળ યોજનાઓનો સૌથી સારો ઉપયોગ કર્યો છે. હકીકતમાં તેમના પરિવારમાં આશરે 200 લોકો છે. 

વિશ્વના સૌથી મોટો પરિવાર
ઝિઓના ચાનાનું રવિવારે મિઝોરમના બકટાવંગ તલંગનુમ ગામમાં નિધન થઈ ગયું. તેમની પાછળ 38 પત્નીઓ અને 89 બાળકો છે. આ સિવાય પરિવારમાં પૌત્ર-પૌત્રીઓ અને પરપૌત્રો પણ હાજર છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More