Home> Jobs
Advertisement
Prev
Next

Career: તમારા દીકરાને મોબાઈલનો શોખ હોય તો Gaming Industryમાં કરિયર બનાવો, લાખો રૂપિયા કમાશે

Gaming Industry: તમને એમ લાગે છે કે મારો દીકરો તો આખો દિવસ ગેમ રમે છે અને સોશિયલ મીડિયા સિવાય કંઈ નથી કરતો તો તમારા માટે આ એક ઉત્તમ તક છે. ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં સારી કમાણી કરવા સાથે, કારકિર્દીના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. દેશમાં એવી ઘણી સંસ્થાઓ છે જે ગેમ ડિઝાઇનિંગમાં ડિપ્લોમા, બેચલર અને માસ્ટર્સ કોર્સ ઓફર કરે છે.

Career: તમારા દીકરાને મોબાઈલનો શોખ હોય તો Gaming Industryમાં કરિયર બનાવો, લાખો રૂપિયા કમાશે

Career In Gaming Industry:  જો તમે પણ આ ફિલ્ડમાં આવવાનું વિચાર્યું હશે તો તમારા મનમાં ઘણા સવાલો આવી રહ્યા હશે કે આ ફિલ્ડમાં કારકિર્દી કેવી રીતે બનાવી શકાય, શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તમને આ ક્ષેત્રમાં સારી નોકરી મળશે કે નહીં. ? વગેરે વગેરે... આજે અમે તમારા આ બધા પ્રશ્નોના જવાબ આપીશું.  

fallbacks

જો તમે 12મા ધોરણ પછીની કારકિર્દી શોધી રહ્યા છો, જેમાં તમે તમારી વૃદ્ધિની સાથે સાથે ઘણા પૈસા પણ કમાઈ શકો, તો આજે અમે તમારા માટે એક વધુ સારી કારકિર્દીનો વિકલ્પ લઈને આવ્યા છીએ. આજે આપણે જે કારકિર્દી વિકલ્પ વિશે વાત કરીશું તે છે  Gaming Industry.

ચાલો જાણીએ.... હાલમાં દેશમાં ગેમિંગ ઉદ્યોગમાં 50,000 થી વધુ પૂર્ણ સમયના કર્મચારીઓ કામ કરે છે, જેમાંથી 30 ટકા પ્રોગ્રામર અને ડેવલપર છે. એક રિપોર્ટ અનુસાર, આ ક્ષેત્ર નાણાકીય વર્ષ 2022-23માં 20 થી 30 ટકાના દરે વૃદ્ધિ પામશે. આનાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાખો નોકરીઓ ઉભી થવાની શક્યતાઓ છે.

પગાર
શરૂઆતમાં વાર્ષિક 3 થી 5 લાખ રૂપિયાની નોકરી સરળતાથી મળી જાય છે. અનુભવ સાથે, 13 થી 15 લાખ રૂપિયાનું પેકેજ ઉપલબ્ધ છે. જ્યારે, ગેમ પ્રોડ્યુસર્સ વાર્ષિક 10 લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા છે.

ગેમ ડિઝાઇનરનું શું હોય છે કામ
ગેમ ડિઝાઇનર્સ રમતનું લેવલ, તેના કેરેક્ટર વગેરે જેવી તમામ બારીકાઈઓને ધ્યાનમાં રાખીને ગેમને રસપ્રદ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગેમ રાઇટિંગ અને ડાયાગ્રામ બનાવીને તેઓ તેની વિવિધ વર્ઝન તૈયાર કરે છે. વિગતવાર ટેકનોલોજીના જ્ઞાન હોવા ઉપરાંત, તેમની વિચારસરણી પણ ક્રિએટીવ હોવી જોઈએ. ડિઝાઇનર્સ, ડેવલોપર, આર્ટિસ્ટ અને અન્ય પ્રોફેશનલની ટીમો ગેમ બનાવવા માટે કામ કરે છે.

શૈક્ષણિક લાયકાત કેટલી જોઈએ

  • ઉમેદવારે વિજ્ઞાન પ્રવાહમાંથી 12મું પાસ કરેલ હોવું જોઈએ.
  • કમ્પ્યુટર અને સોફ્ટવેરનું જ્ઞાન હોવું જરૂરી છે.
  • ગેમ ડિઝાઇનર બનવા માટે, તમારી પાસે અંગ્રેજી પર સારી કમાન્ડ હોવી આવશ્યક છે.
  • જો તમારી પાસે કમ્પ્યુટર સાયન્સ, ગેમ ડિઝાઇનિંગ, ગેમ ડેવલપમેન્ટ, કમ્પ્યુટર ગ્રાફિક્સ, આર્ટ, એનિમેશન, ઇલસ્ટ્રેશન અથવા માર્કેટિંગમાં સ્નાતકની ડિગ્રી હોય અથવા વ્યવસાયિક પ્રમાણપત્ર અભ્યાસક્રમ હોય તો પણ આ ઉદ્યોગમાં એક મોટી તક છે.

ટેકનોલોજીનો જાણકાર
આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવતા યુવાનોને એનિમેશન, કોન્સેપ્ટ આર્ટ, કેરેક્ટર ડિઝાઇન અને વિઝ્યુઅલ ઈફેક્ટનું જ્ઞાન હોવું જોઈએ.
આ ક્ષેત્રમાં જાવા, 2ડી ગેમ ડેવલપર્સ અને 3ડી ડેવલપર્સ માટે પુષ્કળ અવકાશ છે.
ગેમ ડિઝાઇનિંગની સાથે સાથે 3D મોડલિંગ અને 2D સોફ્ટવેરનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે.
ઑડિયો એન્જિનિયરને સાઉન્ડ એન્જિનિયરિંગ અને અન્ય ભાષાઓનું જ્ઞાન હોવું જોઈએ.

જોબ પ્રોફાઇલ
ગેમ ડિઝાઇનર, ગેમ ડેવલપર, એનિમેટર, QQ ટેસ્ટર, ઑડિઓ એન્જિનિયર, સૉફ્ટવેર એન્જિનિયર અને નિર્માતા, એસ્પોર્ટ્સ પ્રોફેશનલ્સ, મેનેજર્સ, કાસ્ટર્સ, સ્ટ્રીમર્સ, ઈન્ફ્લુએન્સર તરીકે કારકિર્દી બનાવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More