Army School Admission: દેશમાં આર્મી સ્કૂલનો પોતાનો અલગ ક્રેઝ છે. દરેક માતા-પિતા પોતાના બાળકોનું એડમિશન ત્યાં કરાવવા ઈચ્છે છે. આજે અમે તમને 100 વર્ષ જૂની એક એવી આર્મી સ્કૂલ વિશે જણાવી રહ્યાં છીએ, જેમાં પ્રવેશ મળી ગયો તો બાળકનું આર્મી ઓફિસર બનવાનું નક્કી છે. તેમાં અભ્યાસ કરનાર મોટા ભાગના બાળકોની પસંદગી નેશનલ ડિફેન્સ એકેડમીમાં થઈ જાય છે. આ શાનદાર સ્કૂલ છે દેહરાદૂન સ્થિત રાષ્ટ્રીય ઈન્ડિયન મિલિટ્રી કોલેજ (RIMC).
રાષ્ટ્રીય ઈન્ડિયન મિલિટ્રી કોલેજમાં માત્ર આઠમાં ધોરણથી પ્રવેશ મળે છે, જે માટે પ્રવેશ પરીક્ષા પાસ કરવી પડે છે. અહીં એકવારમાં 250 કેડેટને એડમિશન મલે છે. આ સ્કૂલ ભારતીય સેનાના આર્મી ટ્રેનિંગ કમાન્ડ અંતર્ગત સંચાલિત થાય છે.
100 વર્ષ પહેલા થઈ હતી સ્થાપના
રાષ્ટ્રીય ઈન્ડિયન મિલિટ્રી કોલેજ સેનાની ઈન્ટર સર્વિસ એ કેટેગરીની સંસ્થા છે. તેની સ્થાપના વર્ષ 13 માર્ચ 1922ના પ્રિન્ય એડવર્ડ VIII એ કરી હતી. રાષ્ટ્રીય મિલિટ્રી કોલેજમાં અભ્યાસ કરનાર બાળકોને શરૂઆતથી સેનામાં મહત્વપૂર્ણ પદોને સંભાળવાની તાલીમ આપવામાં આવે છે. આ નેશનલ ડિફેન્સ એકેડમી માટે એક ફીડર સંસ્થા તરીકે કામ કરે છે. કોલેજ વિશે વધુ જાણકારી તેની સત્તાવાર વેબસાઇટ https://rimc.gov.in/ પરથી મેળવી શકાય છે.
આ પણ વાંચોઃ કેનેડામાં રોટલો ને ઓટલો નથી મળી રહ્યો, MBA દીકરી કોઈ રેસ્ટોરન્ટમાં કચરા-પોતા કરે છે
રાષ્ટ્રીય ઈન્ડિયન મિલિટ્રી કોલેજમાં કઈ રીતે મળે છે એડમિશન
રાષ્ટ્રીય ઈન્ડિયન મિલિટ્રી કોલેજમાં એડમિશન માત્ર આઠમાં ધોરણમાં મળે છે. વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર અહીં દર વર્ષે 6-6 મહિના પર બે વખત એડમિશન થાય છે. એકવાર જાન્યુઆરી અને બીજીવાર જુલાઈ મહિનામાં. તે માટે પ્રવેશ પરીક્ષા પાસ કરવાની હોય છે.
પ્રવેશ માટે યોગ્યતા
રાષ્ટ્રીય ઈન્ડિયન મિલિટ્રી કોલેજમાં એડમિશન માટે ઉંમર સાડા 11 વર્ષથી 13 વર્ષ વચ્ચે હોવી જોઈએ. સાથે બાળક માન્યતા પ્રાપ્ત સ્કૂલથી ધોરણ સાત પાસ હોવો જોઈએ. તેની પ્રવેશ પરીક્ષા અખિલ ભારતીય સ્તર પર થાય છે.
છોકરીઓ પણ લઈ શકે છે એડમિશન
રાષ્ટ્રીય ઈન્ડિયન મિલિટ્રી કોલેજમાં વર્ષ 2022 પહેલા સુધી છોકરીઓને પ્રવેશ મળતો નહોતો. પરંતુ વર્ષ 2022માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ યુવતીઓ માટે દરવાજા ખોલવામાં આવ્યા છે. ત્યારબાદ અહીં છોકરીઓ માટે પાંચ સીટો રિઝર્વ રાખવામાં આવી છે. પરંતુ રિપોર્ટ અનુસાર વર્ષ 1992માં એક યુવતીએ એડમિશન લીધુ હતું. જે આગળ ચાલી સેનામાં મેજર બની હતી.
આ પણ વાંચોઃ વિદ્યુત સહાયકની 394 જગ્યાઓ પર ભરતી, 1 એપ્રિલ સુધી કરી શકશો અરજી, જાણો વિગત
રાષ્ટ્રીય ઈન્ડિયન મિલિટ્રી કોલેજની પ્રવેશ પરીક્ષા
રાષ્ટ્રીય ઈન્ડિયન મિલિટ્રી કોલેજની પ્રવેશ પરીક્ષા 400 માર્ક્સની હોય છે. જેમાં 125 માર્ક અંગ્રેજી, 200 માર્કનું ગણિત અને 75 માર્ક્સના સામાન્ય જ્ઞાનના પ્રશ્નો સામેલ હોય છે. તેને પાસ કરનાર બાળકોને ઈન્ટરવ્યૂ/વાઇવા માટે બોલાવવામાં આવે છે. જેમાં 50 માર્ક્સ હોય છે. આ બંને ટેસ્ટ પાસ કરનારનો સૈન્ય હોસ્પિટલમાં મેડકલ ટેસ્ટ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે