Home> Jobs
Advertisement
Prev
Next

આ દેશની આર્મીમાં નીકળી બમ્પર ભરતી, બહારના નાગરિકોને મળશે પહેલી તક

Australian army job : ઓસ્ટ્રેલિયા દેશમાં સૈનિકોની અછત સર્જાતા હવે બહારના દેશોના નાગરિકોને સૈનિક બનવાની ઓફર આપવામાં આવી છે, ઓસ્ટ્રેલિયન સરકારે તાજેતરમાં આર્મીમાં ભરતીની જાહેરાત કરી છે 
 

આ દેશની આર્મીમાં નીકળી બમ્પર ભરતી, બહારના નાગરિકોને મળશે પહેલી તક

Job vacancy in army : ભારતમાંથી અનેક લોકો વિદેશમાં જવા માંગતા હોય છે. દર વર્ષે અનેક વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા લઈને વિદેશ સેટલ્ટ થતા હોય છે. જો તમે વિદેશમાં જઈને ડોલરમાં કમાવાનુ સપનુ જોઈ રહ્યા છો તે ઓસ્ટ્રેલિયા દેશ દ્વારા વિદેશી નાગરિકોને આ ઓફર આપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન યુવાનો સેનામાં જોડાતા શરમાવા લાગ્યા છે. તેથી હવે સ્થિતિ એવી છે કે ઓસ્ટ્રેલિયન આર્મીમાં સૈનિકોની અછત છે. ઓસ્ટ્રેલિયન સંરક્ષણ દળ ભરતી સંકટનો સામનો કરી રહ્યું છે. ભવિષ્યના પડકારોનો સામનો કરવા ઓસ્ટ્રેલિયાને 69,000 સૈનિકોની જરૂર છે. તેની ભરતી માટે માત્ર 80% યુવાનોએ જ ફોર્મ ભર્યા છે. હવે જ્યારે ઓસ્ટ્રેલિયામાંથી સૈનિકોની જરૂરિયાતો પૂરી નથી થઈ રહી ત્યારે સરકારે જાહેરાત કરી છે કે આ અછતને પૂર્ણ કરવા માટે કેટલાક વિદેશી નાગરિકો માટે ભરતી ખોલવામાં આવશે. 

fallbacks

ઓસ્ટ્રેલિયન સેનમાં સૈનિકોની અછત
હવે સવાલ એ ઊભો થાય છે કે ઓસ્ટ્રેલિયામાં લોકો સેનામાં કેમ જોડાવા માંગતા નથી? તો આના બે મહત્વના કારણો છે. પ્રથમ, ઓસ્ટ્રેલિયામાં બેરોજગારી એટલી નથી. ત્યાં બેરોજગારી ઓછી છે અને ખાનગી ક્ષેત્રમાં પણ સારી તકો છે. યુવાનો માત્ર ખાનગી ક્ષેત્રમાં જ સારી વર્ક કલ્ચર અને ભવિષ્ય જુએ છે. તેથી યુવાનોનું ધ્યાન અહીં જ રહે છે. એટલા માટે તેઓ સેનામાં જોડાવાથી દૂર રહે છે. બીજું કારણ છે આજના યુવાનોમાં દેશભક્તિનો અભાવ અથવા તો દેશની રક્ષા માટે લડવાની ઘટતી જતી ઇચ્છાશક્તિ. આ છે કારણો, 
જેના કારણે આજે ઓસ્ટ્રેલિયામાં સેનામાં સૈનિકોની અછત છે. ભરતીની જાહરેાત છતાં ઉમેદવારો મળી રહ્યા નથી.

ગુજરાતીઓ માટે મોટી આગાહી : આજે 21 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ આવશે

કયા વિદેશી નાગરિકોને તક મળશે 
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયન સરકારે જાહેરાત કરી છે કે દેશમાં ઓછામાં ઓછા 12 મહિનાથી રહેતા વિદેશીઓ આવતા વર્ષથી દેશની સશસ્ત્ર દળોમાં જોડાવા માટે લાયક બનશે. ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ પ્રધાન અને નાયબ વડા પ્રધાન રિચર્ડ માર્લ્સ અને સંરક્ષણ કર્મચારી પ્રધાને તાજેતરમાં કેનબેરામાં આ પહેલની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આનાથી ADF એટલે કે ઑસ્ટ્રેલિયન સંરક્ષણ દળના વિસ્તરણમાં મદદ મળશે.

અરજી કરનારાઓ માટે ખાસ નિયમ
ખાલી જગ્યામાં લાયકાતના માપદંડો અનુસાર, ન્યુઝીલેન્ડના એ લોકો જેઓ ઓસ્ટ્રેલિયાના કાયમી નિવાસી છે અને ઓછામાં ઓછા 12 મહિનાથી દેશમાં રહે છે તેઓ, આ વર્ષે 1 જુલાઈથી ADFમાં જોડાઈ શકશે. આવતા વર્ષથી સમાન માપદંડોને પૂર્ણ કરતા અન્ય તમામ દેશોના નાગરિકો ADFમાં સેવા આપવા માટે પાત્ર બનશે. જો કે, આમાં કેટલીક શરતો પણ છે. ઓસ્ટ્રેલિયન આર્મી માટે અરજી કરનારા લોકોએ છેલ્લા 2 વર્ષમાં કોઈપણ વિદેશી સેનામાં સેવા આપી ન હોવી જોઈએ.

કુકરમાં ખોટી રીતે દાળ પકાવી તો ઉડી જશે બધુ પ્રોટીન, ICMR એ જણાવી યોગ્ય રીત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More