Home> Jobs
Advertisement
Prev
Next

સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જનારા સાવધાન, કેનેડા સરકારના આ નિર્ણયથી તમારું પ્લાનિંગ ફેલ જશે

Study Abroad : આશરે 39.5 મિલિયન લોકોની વસ્તી ધરાવતું કેનેડા વર્ષ 2025માં રેકોર્ડ 5,00,000 નવા કાયમી રહેવાસીઓ સ્વીકારવાની યોજના ધરાવે છે. આવામાં જ કેનેડા સરકાર કોઈ પણ નિર્ણય લે તો તેની મોટી અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડી શકે છે, જેઓ કેનેડા વસવાટના ખ્વાબ જોઈ રહ્યાં છે

સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જનારા સાવધાન, કેનેડા સરકારના આ નિર્ણયથી તમારું પ્લાનિંગ ફેલ જશે

Canada Student Visa : હાલ ગુજરાતમાં જેને જુઓ એને વિદેશ જવુ છે. કેનેડા, અમેરિકા, યુકે જેવા દેશોમાં સ્થાયી થવા ગુજરાતીઓ તલપાપડ બન્યા છે. આવામાં કેનેડાનો ક્રેઝ સૌથી વધુ છે. જુવાનિયાઓમાં કેનેડા હોટ ફેવરિટ કન્ટ્રી છે. પરંતુ જો તમે કેનેડા સેટલ્ટ થવાના ખ્વાબ જોઈ રહ્યા છો તો ચેતી જવાની જરૂર છે. કારણ કે, કેનેડા સરકાર તરફથી સંકટના સમાચાર મળ્યા છે. કેનેડા સરકાર જલ્દી જ સ્ટુડન્ટ વિધા પર મર્યાદા લગાવવાની વિચારણા કરી શકે છે. 

fallbacks

કેનેડાના નવા હાઉસિંગ મિનિસ્ટર સીન ફ્રેઝરે સોમવારે જણાવ્યું હતું કે, કેનેડિયન સરકાર રહેણાંક સ્થળોની વધતી કિંમતોને ધ્યાને રાખીને છેલ્લા કેટલાક વર્ષોથી વધી રહેલા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા પર નિયંત્રણ રાખવા અંગે વિચાર કરી શકે છે.

લાખો ખર્ચ્યા વગર કેનેડામાં ભણવાનો છે આ ઓપ્શન, કેનેડાની યુનિવર્સિટીઓ સામેથી બોલાવશે

આનુ કારણ પણ તમને જણાવી દઈએ. કારણ કે, કેનેડા સરકારના ડેટા અનુસાર, વર્ષ 2012 માં કેનેડા સરકારે 2 લાખ 75 હજાર વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝાથી એન્ટ્રી આપી હતી. પરંતું વર્ષ 2022 માં એકાએક આ સંખ્યામાં વધારો થયો. કેનેડામાં બહારથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 8 લાખને પહોંચી ગઈ છે. તઆ કારણે કેનેડાના માર્કેટ પર અને નોકરીની વ્યવસ્થા પર મોટી અસર પડી રહી છે. 

જોકે, સ્ટુડન્ટ વિઝા ઓછા આપવા પર કેનેડા સરકારે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી, પરંતું જો આ સંખ્યામાં વધારો થયો તો સરકાર વહેલી તકે કોઈ નિર્ણય લઈ શકે છે. 

આ દેશે ભારતીયોને આવકારવા લાલ જાજમ પાથરી, અહી વિઝા મળ્યા તો ડોલર કરતા વધુ કમાશો

આશરે 39.5 મિલિયન લોકોની વસ્તી ધરાવતું કેનેડા વર્ષ 2025માં રેકોર્ડ 5,00,000 નવા કાયમી રહેવાસીઓ સ્વીકારવાની યોજના ધરાવે છે. આવામાં જ કેનેડા સરકાર કોઈ પણ નિર્ણય લે તો તેની મોટી અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડી શકે છે, જેઓ કેનેડા વસવાટના ખ્વાબ જોઈ રહ્યાં છે. 

વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા લાવવ અંગે સવાલ પૂછવામાં આવતાં સીન ફ્રેઝરે જવાબ આપ્યો હતો કે, વિદેશથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં એકાએક વધારો થયો છે. જેનાથી કેટલાક હાઉસિંગ માર્કેટ્સ પર દબાણ વધી રહ્યું છે. મને લાગે છે કે આ એક વિકલ્પ છે, જેને આપણે ધ્યાનમાં લેવો જોઈએ. જોકે, સરકારે આ અંગે હજી સુધી નિર્ણય લીધો નથી. અમારી પાસે ટેમ્પરરી ઈમિગ્રેશન પ્રોગ્રામ્સ છે, અમે કલ્પના નહોતી કરી કે આટલા ટૂંકા ગાળામાં તેમાં આટલી મોટી વૃદ્ધિ જોવા મળશે અને તેને એ પ્રકારે ડિઝાઇન પણ નહોતા કરાયા.

કેનેડા જઈ આવું પણ થાય છે, 500 વિદ્યાર્થીઓનું ભવિષ્ય લટકી ગયું, હવે ના ઘરના ના ઘાટના

H-1B વિઝાની લોટરી ન લાગી તો ટેન્શન ન લેતા, અમેરિકા જવાના આ રસ્તા પણ ખૂલ્યા છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More