Home> Jobs
Advertisement
Prev
Next

Google Free Courses: ગૂગલના આ Free કોર્સ કરીને તમે પણ મહિને લાખો રુપિયા કમાઈ શકો છો, કોઈપણ કરી શકે છે ઘરબેઠા

Google free Digital Marketing Course: જો તમે પણ ડિજિટલ માર્કેટિંગમાં કરિયર બનાવવા માંગો છો તો ગૂગલ કેટલાક ફ્રી કોર્સ કરાવે છે. જે તમારા કરિયરમાં ચાર ચાંદ લગાવી શકે છે. આ કોર્સ કયા છે ચાલો તમને આજે જણાવી દઈએ.

Google Free Courses: ગૂગલના આ Free કોર્સ કરીને તમે પણ મહિને લાખો રુપિયા કમાઈ શકો છો, કોઈપણ કરી શકે છે ઘરબેઠા

Google free Digital Marketing Course: આજના ડિજિટલ યુગમાં બિઝનેસને આગળ વધારવા માટે ડિજિટલ માર્કેટિંગ સ્કિલ હોવી જરૂરી છે. જો તમે પણ ડિજિટલ માર્કેટિંગનું મહત્વ સમજો છો અને તમારા કરિયરમાં આગળ વધવા માંગો છો તો google કેટલાક ફ્રી સર્ટીફીકેટ કોર્સ કરાવે છે જેની મદદ લઈ શકાય છે. Google ના આ ફ્રી સર્ટિફિકેટ કોર્સ લાંબા સમયના નથી હોતા. થોડા કલાકોમાં જ તમને ડિજિટલ માર્કેટિંગ કોર્સ કરાવી દેવામાં આવે છે. આ કોર્સ તમને એસસીઓ, google એડ અને કન્ટેન્ટ ક્રિએશનમાં માસ્ટર બનાવી શકે છે. આ કોર્સની જાણકારી આજે તમને આપીએ. 

fallbacks

આ પણ વાંચો: Job Vacancy: ઈંડિયન આર્મીમાં નીકળી બંપર ભરતી, પગાર 2,50,000 સુધીનો, જાણો વિગતો

ફંડામેન્ટલ ઓફ ડિજિટલ માર્કેટિંગ 

આ કોર્સ એસસીઓ, સોશિયલ મીડિયા, ઈમેલ માર્કેટિંગ અને google એડ સહિતના જરૂરી ડિજિટલ માર્કેટિંગ કોન્સેપ્ટને કવર કરે છે. જો તમે ડિજિટલ માર્કેટની દુનિયામાં નવા હોય તો આ કોર્સ તમારા માટે બેસ્ટ છે. આ કોર્સમાં કેસ સ્ટડી અને પ્રેક્ટીકલ ઉદાહરણની મદદથી તમે વ્યવસાયને ઓનલાઈન વધારવા માટે અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરવા વિશે શીખી શકો છો. આ કોર્સ પૂરો કર્યા પછી google તરફથી સર્ટિફિકેટ પણ મળે છે. આ કોર્સ 40 કલાકનો હોય છે. 

આ પણ વાંચો: ધોરણ 10 પાસ માટે રેલ્વેમાં નોકરી માટે તક, લેખિત પરીક્ષા વિના મળશે નોકરી, જાણો વિગતો

Google એડ સર્ચ સર્ટિફિકેશન 

આ કોર્સ google એડનો ઉપયોગ કરીને સર્ચ એન્જિન માર્કેટિંગ પર કેન્દ્રિત હોય છે. તેમાં તમે શીખી શકો છો કે સર્ચ કેમ્પેઇન કેવી રીતે બનાવવા, તેને મેનેજ અને ઓપ્ટિમાઇઝ કેવી રીતે કરવા. જેમાં યોગ્ય કિવર્ડ પસંદ કરવા અને પર્ફોર્મન્સને ટ્રેક કરવા વિશે જણાવવામાં આવે છે. આ કોર્સ 2.6 કલાકનો જ હોય છે. 

આ પણ વાંચો: Work From Home Job: વર્ષ 2025 ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા થશે શાનદાર કમાણી

Google એડ ડિસ્પ્લે સર્ટિફિકેશન 

આ સર્ટિફિકેશનમાં તમને શીખવાડવામાં આવે છે કે google ડિસ્પ્લે નેટવર્ક પર ડિસ્પ્લે એડ કેવી રીતે ચલાવવી. તમે શીખો છો કે આકર્ષક વિજ્ઞાપન કેવી રીતે બનાવવા અને તેને યોગ્ય દર્શકો સુધી કેવી રીતે પહોંચાડવા. તેમાં રિમાર્કિંગ સ્ટ્રેટેજીનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ શીખવાડવામાં આવે છે. આ કોર્સ પણ 2.6 કલાકનો છે. 

આ પણ વાંચો: આ ડિગ્રી હોય તો US માં મળે 66 લાખ રૂપિયાના પગારની નોકરી, લોકોને સાંભળી કરવાનું આ કામ

Google એનાલિટિક્સ ફોર બિગનર્સ 

જો તમે સાવ નવા છો અને ડિજિટલ માર્કેટિંગ વિશે કંઈ નથી જાણતા તો આ કોર્સ તમારા માટે છે. તેમાં એકાઉન્ટ સેટઅપ કરવું જરૂરી વસ્તુ પર નજર રાખવી અને વેબસાઈટના પ્રદર્શનનું વિશ્લેષણ કેવી રીતે કરવું તે શીખવાડવામાં આવે છે. ડિજિટલ માર્કેટિંગમાં કરિયર બનાવવા ઈચ્છતા લોકોને આ કોર્સ કરવો જરૂરી છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More