Government Vacancy 2025: જો તમે 10મું પાસ છો અને આર્થિક સમસ્યાઓના કારણે તમે આગળ અભ્યાસ કરી શકતા નથી, તો તમારી પાસે BSFમાં નોકરી કરવાની એક સારી તક છે. જી હા... બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ 3588 જગ્યાઓ પર કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન માટે ભરતી બહાર પાડી છે, જેમાંથી 3406 જગ્યાઓ પુરુષો માટે છે અને 182 જગ્યાઓ મહિલાઓ માટે છે. જો તમે પણ આ ભરતી માટે અરજી કરવા માંગો છો, તો તમે BSFની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને એપ્લાય કરી શકો છો. વેબસાઇટની લિંક નીચે સમાચારમાં આપેલી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ 2025 છે.
કોણ કરી શકે છે અપ્લાય?
BSFની આ હજારો ભરતીઓ માટે અલગ-અલગ લાયકાત નક્કી કરવામાં આવી છે. જો કે, ઉમેદવાર 10મું પાસ હોવો જોઈએ અને સંબંધિત ટ્રેડમાં ITI પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ. તમે આ પોસ્ટ્સ માટે અરજી કરી શકો છો. જો કે, અરજી કરતા પહેલા સૂચના કાળજીપૂર્વક વાંચો. ઉમેદવારોની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. કેટલીક ખાસ કેટેગરીમાં છૂટ આપવામાં આવશે.
યુઝવેન્દ્ર ચહલે આરજે મહવશ સાથે કરી લીધી સગાઈ? ઋષભ પંતના નિવેદનથી મચી ખલબલી
કેવી રીતે થશે સેલેક્શન?
આ ભરતી માટે તમારે ત્રણ પરીક્ષાઓ પાસ કરવાની રહેશે. પહેલા તમારે ફિજિકલ સ્ટેન્ડર્ડ ટેસ્ટ અને ફિજિકલ એફિશિએન્સી ટેસ્ટ પાસ કરવી પડશે. આમાં, તમારે દોડવાની સાથે અન્ય ઘણી ફિજિકલ ટેસ્ટ પણ આપવી પડશે. આ ટેસ્ટ પાસ કરનારા ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવાની રહેશે, જે 100 ગુણની હશે. છેલ્લા રાઉન્ડમાં તમારા બધા દસ્તાવેજો તપાસવામાં આવશે. જો બધી વિગતો સાચી હશે, તો તમારું સેલેક્શન કરવામાં આવશે.
એક વખત અપનાવી લીધી આ આદત તો દર મહિને મળશે 1 લાખ, આ છે SWP પ્લાનની હિટ ફોર્મ્યુલા
કેવી રીતે કરવું એપ્લાય?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે