Home> Jobs
Advertisement
Prev
Next

ITBPમાં કોન્સટેબલના પદ માટે આવી ભરતી, જાણો કેવી રીતે કરશો નોકરી માટે અરજી

સરકારી નોકરીની રાહ જોઈને બેસેલા યુવાનો માટે સારા સમાચાર છે. જો તમે સંઘર્ષ અને સાહસ સાથે સેવાની ભાવના રાખતા હોવ તો આ સરકારી નોકરી તમારી રાહ જોઈ રહી છે.

ITBPમાં કોન્સટેબલના પદ માટે આવી ભરતી, જાણો કેવી રીતે કરશો નોકરી માટે અરજી

નવી દિલ્લીઃ જે લોકો આઈટીબીપીમાં આ પદો પર અરજી કરવા માગે છે, તે લોકો અધિકારીક વેબસાઈટ recruitment.itbpolice.nic.inના માધ્યમથી અરજી કરી શકે છે. ભારતમાં ટિબેટ સીમા પોલીસ દળમાં હવાલદારની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતીના માધ્યમથી કુલ 248 પદ પર લોકોની ભરતી કરવામાં આવશે. જે લોકો આઈટીબીપીમાં આ પદો પર અરજી કરવા માગે છે, તે લોકો અધિકારીક વેબસાઈટ recruitment.itbpolice.nic.inના માધ્યમથી અરજી કરી શકે છે. જણાવી દઈએ કે ભરતીમાં 90 પદ માત્ર એ જ યુવાઓ માટે છે જે આઈટીબીપીમાં પહેલાંથી જ કાર્યરત છે. એટલે ભરતી માત્ર 158 પદ માટે કરવામાં આવશે.

fallbacks

પદનું વિવરણ-
કુલ પદઃ 248
આઈટીબીપીમાં કાર્યરત લોકો માટેઃ 90
પુરુષઃ 135
અનામતઃ 65
એસસીઃ 26
એસટીઃ 23
ઓબીસીઃ 28
ઈડબ્લ્યૂએસઃ 16

મહત્વની તારીખ-
ભરતી શરૂ થવાની તારીખઃ 8 જૂન
અરજી કરવાની અંતિમ તારીખઃ 7 જુલાઈ

યોગ્યતા અને એજ લીમીટ-
અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ત્યારે, ઓબીસી વર્ગના ઉમેદવારનો ત્રણ વર્ષની છુટ આપવામાં આવી છે. જ્યારે, અરજી કરનાર ઉમેદવાર 12 પાસ હોવું જરૂરી છે. સાથે જ ઉમેદવારો પાસે ટાઈપિંગ સંબંધિત જ્ઞાન પણ હોવું જોઈએ. આ ભરતી અંગે વધુ માહિતી માટે અધિકારી વેબસાઈટ પર જઈને ઈચ્છુકો નોટિફિકેશન ચેક કરી શકે છે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More