Home> Business
Advertisement
Prev
Next

IT વિભાગમાં થશે બંપર ભરતીઓ, તૈયારી માટે મળી રહેશે પુરતો સમય

IT વિભાગમાં થશે બંપર ભરતીઓ, તૈયારી માટે મળી રહેશે પુરતો સમય

ઇન્કમ ટેક્સ વિભાગ (IT) માં નોકરીઓ માટે જગ્યા પડવાની છે. કેંદ્ર સરકારે વિભાગને નવેઅસ્રથી કાડર સમીક્ષા અને પુનર્ગઠનનો આદેશ આપ્યો છે. સરકાર આમ એટલા માટે કરી રહી છે જેથી એવી ડાયરેક્ટ ટેક્સ વ્યવથા બનાવવામાં આવે, જેથી ઇન્કમ ટેક્સના નિયમોને કડકાઇ પૂર્વક લાગૂ કરવાની સાથે-સાથે ટેક્સપેયરના હિતોનું પણ ધ્યાન રાખવામાં આવે. આ પહેલાં સરકારે 2013માં કાડર રિવ્યૂ કર્યો હતો. ત્યારબાદ વિભિન્ન રેંકો પર લગભગ 20,751 વેકેન્સી પડી હતી. 

fallbacks

સરકારી બેંકમાં નોકરી કરવાની ઉત્તમ, આ બેંક કરશે 500 ઉમેદવારોની ભરતી

ઇન્કમ ટેક્સ વિભાગ માટે નીતિઓ બનાવનાર સીબીડીટી (CBDT) એ 12 સભ્યોની સમિતિ રચવાનો આદેશ કર્યો છે. સમિતિમાં વરિષ્ઠ અધિકારીઓ સામેલ હશે અને તેમને આ કામને પુરૂ કરવા માટે ત્રણ મહિના સમય આપવામાં આવ્યો છે. 

આ પગલું એવા સમયે ભરવામાં આવ્યું છે કે જ્યારે એક અન્ય સમિતિ અથવા ટાસ્ફ ફોર્સ નવા ડાયરેક્ટ ટેક્સ કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. આ હાલના ઇન્કમ ટેક્સ અધિનિયમની જગ્યા લેશે. સરકારે સમિતિને પોતાનો રિપોર્ટ 28 જાન્યુઆરી સુધી જમા કરાવવા માટે કહ્યું છે. નવી સમિતિ 4 સૂત્રી ચાર્ટરનું પાલન કરીને વિભાગની કેડરની સમીક્ષા અને તેના પુનર્ગઠનનું કામ કરશે. 

મોદી સરકારનો 'મેગા જોબ પ્રોગ્રામ', આ રીતે પુરો થશે 10 લાખ યુવાનોને નોકરી આપવાનો ટાર્ગેટ

પીટીઆઇ-ભાષાને સમિતિના સંદર્ભ શર્તોની કોપી મળી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સમિતિ ઇન્કમ ટેક્સ વિભાગને આ પ્રકારે સુવ્યવસ્થિત કરવાની રીતે વિશે સલાહ આપશે, જે વિભાગને નિયમોના અનુપાલનને લઇને સખત અને ટેક્સપેયરના હિતોનું ધ્યાન રાખનાર બનાવશે. સીબીડીટીએ કહ્યું કે કેડર સમીક્ષા અને પુનર્ગઠનનો હેતુ ઇન્કમ ટેક્સ વિભાગને આજે અને કાલના પડકારોને પુરા કરવા માટે સક્ષમ બનાવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More