ONGC Recruitment 2024: ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) માં નોકરીની શોધમાં અહીં-ત્યાં ભટકતા યુવાનો માટે એક ખુશખબર મળી રહ્યા છે. જો તમારી પાસે ONGCની ખાલી પડેલી જગ્યાઓ માટે જરૂરી લાયકાત છે, તો તમે સત્તાવાર વેબસાઇટ ongcindia.com દ્વારા અરજી કરી શકો છો. આ માટે ONGC એ એપ્રેન્ટિસની ખાલી જગ્યા માટે વેકેન્સી બહાર પડી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા આજથી એટલે કે 5મી ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે.
ONGCની આ ભરતીના માધ્યમથી સંગઠનમાં કુલ 2237 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 5 ઓક્ટોબર 2024 થી 25 ઓક્ટોબર 2024 સુધી ONGC ભરતી 2024 માટે અરજી કરી શકે છે. આ ભરતી વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવશે, જે ઉમેદવારોને તેલ અને ગેસ ક્ષેત્રમાં વ્યાવસાયિક તાલીમ અને અનુભવ મેળવવાની તક પૂરી પાડશે.
ONGCમાં ભરવામાં આવશે આ જગ્યાઓ
ONGCમાં નોકરી મેળવવા શું છે ઉંમર?
અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ, એટલે કે જન્મ તારીખ 25 ઓક્ટોબર 2000 થી 25 ઓક્ટોબર 2006 ની વચ્ચે હોવી જોઈએ.
ઓએનજીસીમાં કોણ કરશે અરજી
ONGC ની આ ભરતી માટે અરજી કરનાર કોઈપણ વ્યક્તિ સત્તાવાર સૂચનામાં આપેલ સંબંધિત લાયકાત ધરાવતો હોવો જોઈએ. ત્યારબાદ જ તેઓ અરજી કરવા પાત્ર ગણાશે.
ઓએનજીસીમાં પસંદગી પર મળનાર સ્ટાઈપેન્ડ
ઓએનજીસીમાં આ રીતે થશે સિલેક્શન
ઉમેદવારોની પસંદગી તેમની લાયકાત પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે તૈયાર કરેલ મેરિટ લિસ્ટ દ્વારા કરવામાં આવશે. જો બે ઉમેદવારોના ગુણ સમાન હોય, તો મોટી ઉંમર ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. આખરે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ અંતિમ પસંદગી કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે