Home> Jobs
Advertisement
Prev
Next

BSF Recruitment 2022: બીએસએફમાં નોકરીની સોનેરી તક, આ તારીખ સુધી કરો અરજી

બીએસએફમાં આર્કિટેક્ટ અને જૂનિયર એન્જિનિયરના પદ હાલ ખાવી છે. ઈચ્છુકો ખાલી પડેલી જગ્યાઓની માહિતી અહીં ચેક કરી શકે.

BSF Recruitment 2022: બીએસએફમાં નોકરીની સોનેરી તક, આ તારીખ સુધી કરો અરજી

નવી દિલ્લીઃ બીએસએફમાં આર્કિટેક્ટ અને જૂનિયર એન્જિનિયરના પદ હાલ ખાવી છે. ઈચ્છુકો ખાલી પડેલી જગ્યાઓની માહિતી અહીં ચેક કરી શકે. બૉર્ડર સિક્યોરિટી ફોર્સ, બીએસએફના ડાયરેક્ટ જનરલે ગૃપ બીના 90 પદો માટે આવેદનો મંગાવ્યા છે. આવેદન કરવા માટે ઉમેદવારોએ અધિકારીક વેબસાઈટ rectt.bsf.gov.in પર જવાનું રહેશે. 45 દિવસની અંદર ઉમેદવારોએ આવેદન કરવાનું રહેશે. રોજગાર સમાચારના 23થી 29 એપ્રિલના એડિશનમાં આ જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે.

fallbacks

ઈન્સ્પેક્ટર આર્કિટેક્ટ:
1 ઈન્સ્પેક્ટર આર્કિટેક્ટ માટે આવેદન મંગાવવામાં આવ્યું છે. આર્કિટેક્ચરની ડિગ્રી ધરાવનાર અને કાઉન્સિલ ફોર આર્કિટેક્ચર અંડર એક્ટ 1972 મુજબ રજિસ્ટર ઉમેદવાર આ પદ માટે આવેદન આપી શકે છે. ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

સબ ઈન્સ્પેક્ટર:
57 સબ ઈન્સ્પેક્ટરો માટેની જગ્યાઓ ખાલી છે. ઉમેદવારોએ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાં કોર્સ કરેલો હોવો જોઈએ. અને ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

જૂનિયર એન્જિનિયર/સબ ઈન્સ્પેક્ટર ઈલેક્ટ્રિકલ:
આ પોસ્ટ માટે 32 જગ્યાઓ છે. જેના માટે કોઈ પણ સરકારી સંસ્થા અથવા ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમાં કોર્સ કરેલો હોવો જોઈએ. ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More