Home> Jobs
Advertisement
Prev
Next

ગ્રેજ્યુએટ યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, જાણો કેવી રીતે કરશો અરજી

Sarkari Naukari: બેન્કમાં નોકરી કરવાના સપનાં જોનારા લોકો માટે સારા સમાચાર છે. IDBI બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. જો તમે ગ્રેજ્યુએટ છો તો તમારે આ જાહેરાતનો લાભ લેવો જોઈએ.

ગ્રેજ્યુએટ યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, જાણો કેવી રીતે કરશો અરજી

IDBI Recruitment 2025: બેન્કમાં નોકરી કરવા માગો છો તો  IDBI બેન્કે (IDBI Bank) જુનિયર આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. જો કે, અરજી પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી. રસ ધરાવતા ઉમેદવારો નવીનતમ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ idbibank.in પર વિગતો ચકાસી શકે છે. આ ભરતી 650 જગ્યાઓ માટે જાહેર કરવામાં આવી છે.

fallbacks

જાણો કેટલી છે ખાલી જગ્યાઓ
ભરતી માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા 1 માર્ચથી સત્તાવાર વેબસાઇટ પર શરૂ થશે. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 માર્ચ 2025 છે. તમને જણાવી દઈએ કે, આ ખાલી જગ્યા પર પસંદ કરાયેલા ઉમેદવારોને 1 વર્ષની બેન્કિંગ અને નાણાકીય તાલીમ આપવામાં આવશે, જે પૂર્ણ થયા પછી તેમને IDBI બેન્કમાં જુનિયર આસિસ્ટન્ટ મેનેજર (ગ્રેડ O) તરીકે નિયુક્ત કરવામાં આવશે.

આ છે દુનિયાના 5 શાંતિપૂર્ણ દેશ, અપરાધ લગભગ શૂન્ય; ભારતનો નંબર જાણીને થઈ જશો હેરાન

શું લાયકાત જોઈશે
ભરતી માટે ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. આ ઉપરાંત પ્રાદેશિક ભાષાનું જ્ઞાન ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.

કઈ રીતે તમારી થશે પસંદગી
ભરતી માટે પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન ટેસ્ટ હશે. પરીક્ષામાં લોજિક, મેથ્સ, બેન્કિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન વગેરેમાંથી કુલ 200 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. 0.25 નેગેટિવ માર્કિંગ હશે. લેખિતમાં પાસ થનારા ઉમેદવારોને વ્યક્તિગત ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.

આ 4 રાશિઓ માટે ચંદ્રનું ગોચર વરદાન! કિસ્મત ચમકવાથી લાગી જશે ધનનો અંબાર

તમે પાસ થાઓ તો શું છે નિયમો
તમને એ પણ જણાવી દઈએ કે આ ભરતી માટે ઉમેદવારોએ ઓછામાં ઓછા 3 વર્ષ સુધી બેન્કમાં સેવા આપવી પડશે. આ માટે ઉમેદવારોને એક બોન્ડ પર સહી કરવાનું કહેવામાં આવશે. આવી સ્થિતિમાં, જો તમે 3 વર્ષ પહેલાં રાજીનામું આપો છો, તો તમારે બેન્કને 2 લાખ રૂપિયા + ટેક્સ ચૂકવવા પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More