BOI Officers Recruitment: જો તમે પણ બેન્કમાં નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. બેન્ક ઓફ ઈન્ડિયા (BOI)એ કુલ 159 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી અધિકારીઓની જગ્યા માટે છે. આવી સ્થિતિમાં તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને આ પોસ્ટ્સ માટે અરજી કરી શકો છો. અરજીની પ્રક્રિયા 8 માર્ચથી શરૂ થઈ ગઈ છે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 23 માર્ચ 2025 છે.
વય મર્યાદા
નોટિફિકેશન અનુસાર ચીફ મેનેજર માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 28 વર્ષ અને મહત્તમ 45 વર્ષ હોવી જોઈએ. મેનેજર માટે વય મર્યાદા ન્યૂનતમ 25 વર્ષ અને મહત્તમ 35 વર્ષ અને સિનિયર મેનેજર માટે વય મર્યાદા ન્યૂનતમ 28 વર્ષ અને મહત્તમ 40 વર્ષ હોવી જોઈએ.
આ ફંડ છે કમાલ! 10 હજારની SIPથી બની ગયા 6.75 કરોડ રૂપિયા; રોકાણકારો થયા માલામાલ
કેવી રીતે થશે પસંદગી?
આ પદો માટેની પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન ટેસ્ટ અને ઈન્ટરવ્યુનો સમાવેશ થાય છે. જો કે, આ પ્રક્રિયા અલગ-અલગ પોસ્ટ માટે અલગ-અલગ હોઈ શકે છે. પરીક્ષામાં અંગ્રેજી, બિઝનેસ નોલેજ અને જનરલ અવેરનેસને લગતા પ્રશ્નો હશે. કુલ 150 પ્રશ્નો હશે જેના માટે ઉમેદવારોને 120 મિનિટ મળશે.
અચાનક થશે નુકસાન, થઈ શકે છે દુર્ઘટના-બીમારી; રાહુ-કેતુ વરસાવશે આ 3 રાશિઓ પર કહેર!
આ પણ વાંચો
આ સિવાય તમને જણાવી દઈએ કે, અંગ્રેજી ભાષાની પરીક્ષા સિવાય અન્ય તમામ પેપર અંગ્રેજી અને હિન્દી બન્ને ભાષામાં હશે. મેરિટ લિસ્ટ તૈયાર કરતી વખતે અંગ્રેજી ભાષામાં મેળવેલા ગુણની ગણતરી કરવામાં આવશે નહીં. જો કે, ઉમેદવારોએ અંગ્રેજી ભાષાની પરીક્ષા, પ્રોફેશનલ નોલેજ પરીક્ષા અને જનરલ અવેરનેસમાં ઓછામાં ઓછા 35 ટકા માર્ક્સ મેળવવાના રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે