Home> Jobs
Advertisement
Prev
Next

Government Jobs: અમદાવાદ ઓએનજીસીમાં 56 પદો પર ભરતી, મહિને મળશે આટલો પગાર, જાણો તમામ વિગત

સરકારી નોકરી કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. અમદાવાદ ઓએનજીસીમાં 56 સીટો પર ભરતી નિકળી છે. એક ક્લિકમાં જાણો તમામ વિગત... 

Government Jobs: અમદાવાદ ઓએનજીસીમાં 56 પદો પર ભરતી, મહિને મળશે આટલો પગાર, જાણો તમામ વિગત

અમદાવાદઃ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ અમદાવાદમાં 56 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. આ માટે સત્તાવાર વેબસાઇટ પોર્ટલ પર નોટિસ જારી કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો પ્રકાશિત સૂચનાને સારી રીતે વાંચે અને અરજીની પ્રક્રિયા પૂર્ણ કરે.

fallbacks

પદની વિગતઃ તેલ અને પ્રાકૃતિક ગેસ નિગમ લિમિટેડ અમદાવાદમાં Consultant ના 56 પદો ભરવા માટે અરજી માંગી છે. 

યોગ્યતાઃ આ પદો પર અરજી કરનાર ઉમેદવારોની યોગ્યતા પદ અનુસાર નક્કી કરવામાં આવી છે. વધુ જાણકારી માટે તમે નોટિફિકેશન જોઈ શકો છો. 

આ પણ વાંચોઃ Bank Recruitment 2023: BOB માં 500 જગ્યાઓ, ગ્રેજ્યુએટને મળશે રૂ. 5 લાખનો પગાર

પસંદગીની પ્રક્રિયાઃ તેલ અને પ્રાકૃતિક ગેસ નિગમ લિમિટેડ અમદાવાદમાં આ પદો પર ઉમેદવારોની પસંદગી મેરિટ દ્વારા થશે. 

અરજી કરવાની તારીખઃ ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ પદ પર 9 માર્ચ 2023 સુધી અરજી કરી શકે છે. 

અરજી પ્રક્રિયાઃ તમે તેલ અને પ્રાકૃતિક ગેસ નિગમ લિમિટેડ અમદાવાદની સત્તાવાર વેબસાઇટ પર જઈને આ જાહેરાત વાંચો અને નિર્દેશોનું પાલન કરો. 

સત્તાવાર વેબસાઇટ : https://ongcindia.com

પગાર ધોરણ : 42000-70000/- દર મહિને।

નોકરીનું સ્થાનઃ અમદાવાદ સુરત

ONGC PG Scholarship
દરેક વિદ્યાર્થીઓનું સપનું હોય છે કે તે ઈચ્ચ શિક્ષણ સારી સંસ્થામાંથી મેળવે. પરંતુ આર્થિક રૂપથી નબળા અને પછાત વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે આ સપનું પૂરુ કરવું ખુબ પડકારજનક હોય છે. આવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે ભારત સરકાર તરફથી ઘણી સ્કોલરશિપ પ્રદાન કરવામાં આવે છે. ઘણી જાહેર ક્ષેત્રની એટલે કે સરકારી કંપનીઓ પણ સ્કોલરશિપ આપે છે. આવી જ એક શિષ્યવૃત્તિ જાહેર ક્ષેત્રની દિગ્ગજ ONGC દ્વારા આપવામાં આવી રહી છે. ONGC શિષ્યવૃત્તિ પછાત અને આર્થિક રીતે નબળા પરિવારોના એવા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગે છે.

2000 વિદ્યાર્થીઓને ONGC શિષ્યવૃત્તિ આપવામાં આવશે. જેમાં 50 ટકા સીટો ગર્લ સ્ટુડન્ટ્સ માટે આરક્ષિત છે. તમે આ શિષ્યવૃત્તિ માટે ઑફલાઇન અને ઑનલાઇન બંને અરજી કરી શકો છો. અરજી માટે સત્તાવાર વેબસાઇટ ongcscholar.org છે. સ્કોલરશિપ માટે પસંદ થયેલા વિદ્યાર્થીઓને દર વર્ષે 48000 રૂપિયા આપવામાં આવશે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More