Home> Jobs
Advertisement
Prev
Next

આ દેશની ટોચની 5 સૌથી વધુ પગારવાળી નોકરીઓ, એકવાર મળી ગઈ તો લાઈફ થઈ જશે સેટ

દરેક યુવા વધુ પગારવાળી નોકરી કરવા ઈચ્છે છે પરંતુ જાણકારી ન હોવાને કારણે ખોટા ટ્રેકનો અભ્યાસ કરી લે છે, જેના કારણે ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 

આ દેશની ટોચની 5 સૌથી વધુ પગારવાળી નોકરીઓ, એકવાર મળી ગઈ તો લાઈફ થઈ જશે સેટ

Career Tips: દેશમાં દરેક યુવાનું સપનું હોય છે કે તે કોઈ એવી નોકરી કરે જેનાથી તેનું ભવિષ્ય અંધકારમાં જવાથી બચી જાય. તે માટે ખુબ અભ્યાસ અને મહેનત કરે છે, જેનાથી તેને સારી નોકરી મળી જાય. દેશમાં લોકોની વચ્ચે શિક્ષણનું એવું મહત્વ છે કે તે પોતાના બાળકોને લોન લઈને પણ ભણાવે છે. ઘણીવાર તો બધુ વેચીને પણ પોતાના બાળકોને શિક્ષણ અપાવે છે. બાળકો પણ માતા-પિતાના સપનામાં ખરા ઉતરે છે, પરંતુ ઘણીવાર તેની મહેનત એટલી રંગ લાવતી નથી કારણ કે તે જોબ સેક્ટરમાં એટલા પૈસા હોતા નથી. 

fallbacks

આવી સ્થિતિમાં, આજે અમે વિદ્યાર્થીઓને કેટલીક એવી નોકરીઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેમાં જો તેઓ અભ્યાસ કરશે તો તેમને ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો પડશે નહીં. આ નોકરીઓ પોતાનામાં એટલી સક્ષમ છે કે જો તમને એક પણ મળે તો તમારી પાસે પૈસા હશે. ચાલો તમને આ નોકરીઓ વિશે માહિતી આપીએ.

માર્કેટિંગ ડાયરેક્ટર
માર્કેટિંગ ડાયરેક્ટર કોઈ કંપનીમાં સીનિયર લેવલનું પદ હોય છે, જે ક્રિએટિવથી લઈને સંચાલન સુધી કંપનીમાં તમામ માર્કેટિંગ પ્રોડક્ટની દેખરેખ કરે છે. આ પદ પર બેઠેલી વ્યક્તિને વાર્ષિક 47.5 લાખથી લઈને 98 લાખ સુધીનું પેકેજ મળે છે. તે ભારતમાં સૌથી વધુ પગાર મેળવનારી નોકરીમાં સામેલ થાય છે. 

આ પણ વાંચોઃ નોકરીમાં કરોડો કમાવવા હોય તો તમારા સંતાનોને આ કોર્સ કરાવો, ધનના ઢગલા થશે

પાયલટ
તમે આકાશમાં વિમાનો અને હેલિકોપ્ટર ઉડતા જોયા જ હશે. ત્યાં પાઇલોટ્સ છે જેઓ તેમને ઉડાવે છે. આ માટે સરકારી અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરવામાં આવે છે. આ પદ સંભાળનાર વ્યક્તિને 36.5 લાખ રૂપિયાથી લઈને 84 લાખ રૂપિયા સુધીનું સેલરી પેકેજ મળે છે.

સોફ્ટવેર આર્કિટેક્ટ
કોઈપણ સોફ્ટવેર કંપનીમાં સોફ્ટવેર આર્કિટેક્ટનું કામ હોય છે કે કોઈપણ સ્ટ્રક્ચર સિસ્ટમ સાથે જોડાયેલી હાઇલેવલ ડિઝાઇન બનાવવી કે પસંદ કરવી. આ પદ પર બેઠેલી વ્યક્તિને 31 લાખથી લઈને 50 લાખ સુધીનો પગાર આપવામાં આવે છે. 

જજ
દેશની ન્યાયપાલિકા પાસે લોકોને ખુબ આશાઓ રહે છે. જજ બનવા માટે લોની ડિગ્રી લેવી પડે છે, સાથે કોર્ટમાં ઘણા વર્ષો કામ કરવું પડે છે. ત્યારબાદ જગ્યાઓ આવે તો પરીક્ષા પાસ કરવી પડે છે. આ ખુબ જવાબદારીવાળું કામ હોય છે. એક જજને એવરેજ 27 લાખ રૂપિયા સુધીનું પેકેજ મળે છે. તો હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જજોને 33 લાખ સુધીનું પેકેજ મળે છે. 

પ્રોડક્ટ મેનેજમેન્ટ
પ્રોડક્ટ મેનેજમેન્ટનું કામ કોઈપણ કંપનીમાં પ્રોડક્ટ ડેવલોપમેન્ટની જાણકારી, માર્કેટિંગમાં લોન્ચ વગેરે જોવાનું હોય છે. આ પદ પર બેઠેલા વ્યક્તિનું સેલેરી પેકેજ 21 લાખથી 37 લાખ રૂપિયા વચ્ચે હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More