Work From Home Job: વર્ક ફ્રોમ હોમનું ચલણ ધીરે ધીરે વધી રહ્યું છે. વર્ક ફ્રોમ હોમ જોબમાં ઓફિસ જવાની ચિંતા નથી હોતી અને ઘરે બેઠા નોકરી કરીને સારી કમાણી કરવાની તક પણ મળે છે. કોરોના મહામારી પછી રિમોટ વર્કિંગમાં ઘણા બધા ઓપ્શન ઉપલબ્ધ થયા છે. આજે તમને વર્ષ 2025 ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ વિશે જણાવીએ. જો તમે આ 5 સેક્ટરમાં ખાસ સ્કીલ ધરાવો છો તો ઘરે બેસીને પણ લાખોની કમાણી કરી શકો છો.
આ પણ વાંચો: આ ડિગ્રી હોય તો US માં મળે 66 લાખ રૂપિયાના પગારની નોકરી, લોકોને સાંભળી કરવાનું આ કામ
રિલાયન્સ કન્ટેન્ટ રાઇટીંગ અને કોપી રાઇટિંગ
જો તમે સારું લખી શકો છો તો કન્ટેન્ટ રાઇટિંગ અને કોપી રાઇટિંગ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. કંપનીઓ ઓનલાઇન પકડ મજબૂત કરવા માટે સ્કિલફુલ રાઇટર શોધતી હોય છે. અનુભવી અને ક્રિએટિવ રાઇટરને દર મહિને 50000 થી 1,00,000 સુધીની નોકરી મળી શકે છે.
આ પણ વાંચો: આ 5 માંથી કોઈ એક કોર્સ કરી લો, ધડાધડ મળશે નોકરીની ઓફર, મહિને છપ્પરફાડ કમાણી થશે
ડિજિટલ માર્કેટિંગ
સોશિયલ મીડિયાના આ યુગમાં ડિજિટલ માર્કેટિંગ ક્ષેત્ર ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા મેનેજમેન્ટ, એસઈઓ, ઈમેલ માર્કેટિંગ જેવા કામ કરીને કોઈ પણ વ્યક્તિ શરૂઆતથી 30,000 રૂપિયા મહિને કમાઈ શકે છે.
ઓનલાઇન ટીચિંગ
જો તમે એજ્યુકેશન ફિલ્ડમાં આગળ વધવા માંગો છો અને તમે કોઈ વિષયમાં એક્સપર્ટ છો તો તમે વર્ચ્યુઅલ ક્લાસ લઈને સારી એવી કમાણી કરી શકો છો. ઓનલાઈન ટીચિંગમાં પ્રતિ કલાક 500 થી લઈને 2000 સુધીની કમાણી થઈ શકે છે.
આ પણ વાંચો: આ ટીપ્સ ફોલો કરી ઘી બનાવજો, દાણેદાર ઘીથી ડબ્બો ભરાશે, ઘીની સુગંધ પાડોશીઓ સુધી જાશે
વેબ અને એપ ડેવલપમેન્ટ
ટેકનિકલ ફિલ્ડના પ્રોફેશનલ વેબ અને એપ ડેવલપમેન્ટ કરીને મહિને 1,00,000 થી વધુની કમાણી કરી શકો છો. દુનિયાભરમાં સ્ટાર્ટઅપની ઘણી બધી કંપનીઓ હોય છે જે એવા ડેવલપર શોધતી હોય છે જે તેમની એપ્લિકેશન અને વેબસાઈટને ડેવલપ કરી આપે.
આ પણ વાંચો: પાલક ડુંગળીના આ શાક સામે ફિક્કું લાગશે રેસ્ટોરન્ટનું જમવાનું, આંગળા ચાટી જશે લોકો
ગ્રાફિક ડિઝાઇનિંગ
ક્રિએટિવ ગ્રાફિકનું ડિઝાઇનિંગ કરીને તમે આ ફિલ્ડમાં લાખો કમાઈ શકો છો. ફ્રિલાન્સ પ્રોજેક્ટથી લઈને અલગ અલગ કામ માટે ગ્રાફિક તૈયાર કરવાના હોય છે. જેના માધ્યમથી મહિને 40,000 થી 1 લાખ રૂપિયાની કમાણી થઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે