National Emblem: આજ સુધીમાં તમે કારમાં અલગ અલગ પ્રકારની નંબર પ્લેટ્સ જોઈ હશે. અલગ અલગ રંગ, નંબરની અલગ ડિઝાઈન સાથેની નંબર પ્લેટ જોઈ હશે. પરંતુ નંબર પ્લેટ પર અશોક ચિન્હ હોય તેવી કાર ઓછી જોઈ હશે. આજે તમને જણાવીએ એવી કાર વિશે જેની નંબર પ્લેટ પર અશોક ચિન્હ હોય છે.
આ પણ વાંચો: Job Vacancy: ઈંડિયન આર્મીમાં નીકળી બંપર ભરતી, પગાર 2,50,000 સુધીનો, જાણો વિગતો
અશોક ચિન્હવાળી નંબર પ્લેટ દરેક વ્યક્તિની કાર પર નથી લાગતી. ખાસ લોકોની કારમાં જ આ નંબર પ્લેટ લાગે છે. આ નંબર પ્લેટ અલોટ કરવાનું કારણ પણ ખાસ હોય છે. દેશના વિશેષ લોકો, અધિકારીઓ અને સરકારી વાહનની નંબર પ્લેટ જ આવી હોય છે.
કઈ કઈ કારની નંબર પ્લેટ પર હોય અશોકચિન્હ?
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની કારની નંબર પ્લેટમાં અશોક ચિન્હ હોય છે.
રાજ્યપાલ હોય તેની કારની નંબર પ્લેટ પણ અશોક ચિન્હવાળી હોય છે.
આ પણ વાંચો: ધોરણ 10 પાસ માટે રેલ્વેમાં નોકરી માટે તક, લેખિત પરીક્ષા વિના મળશે નોકરી, જાણો વિગતો
વિશેષ પરિસ્થિતિઓમાં સંસદ સભ્યોની કારની નંબર પ્લેટ અશોક ચિન્હવાળી હોય શકે છે.
અન્ય ઉચ્ચ પદસ્થ અધિકારીઓની કાર પર પણ અશોક ચિન્હવાળી નંબર પ્લેટ હોય છે. જેમકે મુખ્યમંત્રી, મંત્રી વગેરે
ઘણા સરકારી વાહનો પર પણ અશોક ચિન્હવાળી નંબર પ્લેટ હોય છે.
શા માટે નંબર પ્લેટ પર હોય અશોક ચિન્હ?
આ પણ વાંચો: Work From Home Job: વર્ષ 2025 ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા થશે શાનદાર કમાણી
અશોકચિન્હવાળી નંબર પ્લેટ એટલા માટે હોય છે કે ખ્યાલ આવે કે આ વાહન સામાન્ય વાહનથી અલગ છે.
આ વાહનોને અતિરિક્ત સુરક્ષા અને વ્યવસ્થા આપવામાં આવે છે.
આવી નંબર પ્લેટ વાહનમાં સવાર વ્યક્તિના પદ અને અધિકારીને દર્શાવે છે.
અશોક ચિન્હનો ઉપયોગ ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે કરવામાં આવે છે. તેનો ઉપયોગ અધિકૃત વ્યક્તિ કે સંસ્થા જ કરી શકે છે. તેનો અનધિકૃત ઉપયોગ અપરાધ ગણાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે