Home> LifeStyle
Advertisement
Prev
Next

સફેદ વાળને કુદરતી રીતે કાળા કરી દેશે આ 3 આયુર્વેદિક હર્બસ, જાણો ઉપયોગ કરવાની રીત

આયુર્વેદમાં ઘણી જડીબુટ્ટીઓ છે જે સમય પહેલા સફેદ થયેલા વાળને પ્રાકૃતિક રીતે કાળા કરવામાં સહાયક માનવામાં આવે છે. અહીં અમે તમને ત્રણ જડીબુટ્ટીઓ વિશે જણાવી રહ્યાં છીએ, જે તમારા વાળને કાળા કરવામાં મદદ કરશે.
 

સફેદ વાળને કુદરતી રીતે કાળા કરી દેશે આ 3 આયુર્વેદિક હર્બસ, જાણો ઉપયોગ કરવાની રીત

White Hair: ઉંમર વધવાની સાથે વાળ સફેદ થવા એક નેચરલ પ્રક્રિયા છે. પરંતુ આજના સમયમાં ખરાબ ખાનપાનની આદતો, અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને અન્ય કારણોને લીધે નાની ઉંમરમાં લોકો સફેદ વાળની સમસ્યાથી પરેશાન રહે છે. હવે આ સ્થિતિમાં સફેદ વાળને છુપાવવા માટે મોટા ભાગના હેર ડાઈનો ઉપયોગ કરે છે. પરંતુ આ પ્રકારના હેર ડાઈમાં ઘણા કેમિકલ હોય છે, જે સમયની સાથે વાળને નુકસાન પહોંચાડી શકે છે. તેવામાં તમે સફેદ વાળથી છુટકારો મેળવવા માટે નેચરલ રીત અપનાવી શકો છો.

fallbacks

હકીકતમાં આયુર્વેદમાં ઘણી જડીબુટ્ટીઓ છે, જે સમય પહેલા સફેદ થયેલા વાળને કુદરતી રીતે કાળા કરવામાં સહાયક માનવામાં આવે છે. અહીં અમે તમને 3 એવી જડીબુટ્ટીઓ વિશે જણાવી રહ્યાં છીએ, સાથે જાણો તેનો ઉપયોગ કરવાની રીત...

આમળા
લિસ્ટમાં સૌથી પ્રથમ નામ આવે છે આમળાનું. ઘણા રિપોર્ટ્સના પરિણામ જણાવે છે કે આમળામાં વિટામિન સી અને અન્ય એન્ટી ઓક્સીડેન્ટ ગુણ ઉચ્ચ માત્રામાં હોય છે, જે સફેદ વાળ માટે ફાયદાકારક છે. તે મેલેનિન ઉત્પાદન વધારવામાં મદદ કરે છે, જેનાથી વાળના સફેદ થવાની પ્રક્રિયા ધીમી થવા લાગે છે અને વાળનો પ્રાકૃતિક રંગ યથાવત રહે છે. તેવામાં સફેદ વાળને ઘટાડવા માટે તમે આમળાના રસનું સેવન કરી શકો છો. તમારા માથા પર આમળાનું તેલ લગાવી શકો છો કે આમળાના પાઉડરથી હેર માસ્ક પણ તૈયાર કરી શકો છો. 

કઈ રીતે બનાવશો આમળાનું હેર માસ્ક?
- સૌથી પહેલા બે મોટી ચમચી આમળા પાઉડરને એક મોટી ચમચી મેથી પાઉડર સાથે મિક્સ કરો.

- તેમાં જરૂરીયાત પ્રમાણે નાળિયેરનું તેલ કે પાણી મિક્સ કરો. આ રીતે તમારૂ હેર માસ્ક બનીને તૈયાર થઈ જશે.

- આ મિશ્રણને સ્કેલ્પ અને વાળ પર લગાવો, 45 મિનિટ સુધી છોડી દો, પછી હુંફાળા પાણીથી ધોઈ લો.

- સારા પરિણામ માટે સપ્તાહમાં બે વખત આ ટિપ્સનો પ્રયોગ કરી શકો છો. 

આ પણ વાંચોઃ ઘરે ટોમેટો કેચઅપ બનાવવો એકદમ ઈઝી, સ્વાદ પણ 100 ટકા બજાર જેવો જ આવશે

શિકાકાઈ
શિકાકાઈ વાળને પોષણ આપી કુદરતી રંગ અને ચમક બનાવી રાખવામાં મદદ કરે છે. આ સિવાય તેને લગાવવાથી સ્કેલ્પની ગંદકીને દૂર કરવામાં મદદ મળે છે.

કઈ રીતે કરશો ઉપયોગ?
- તે માટે આમળા અને શિકાકાઈ પાઉડરને બરાબર માત્રામાં લઈને ગરમ પાણીમાં ધીમી આંચ પર પાંચ મિનિટ સુધી પકાવો.

- ગરમ થયા બાદ આ મિશ્રણ ઘાટું થઈ જશે.

- ત્યારબાદ ગેસ બંધ કરી દો અને આ પેસ્ટ ઠંડી થવા દો.

- ઠંડી થવા પર એક કપડાની મદદથી મિશ્રણને ગાળી લો અને બ્રશની મદદથી વાળ પર લગાવો.

- આ રીતે તમે તમારા સફેદ વાળ કુદરતી રીતે કાળા કરી શકો છો.

રોઝમેરી
આ બધાથી અલગ તમે વાળ સફેદ થવા પર રોઝમેરીનો ઉપયોગ કરી શકો છો. ઘણા રિપોર્ટ્સના પરિણામ રોઝમેરીને વાળ માટે ફાયદાકારક જણાવે છે. તે વાળને મજબૂત બનાવવાની સાથે-સાથે તેને મૂળમાંથી કાળા કરવામાં અસરકારક માનવામાં આવે છે. 

કઈ રીતે કરશો ઉપયોગ?
- સફેદ વાળને કાળા કરવા માટે તમે નિયમિત રીતે રોઝમેરીના તેલથી વાળની મસાજ કરી શકો છો. તેનાથી બ્લડ સર્કુલેશન વધે છે અને વાળ કાળા થવાની સાથે મજબૂત થાય છે.

- આ સિવાય રોઝમેરીના પાનમાં પાણી નાખી ઉકાળી લો. આ પાણીને તમે આમળા અને શિકાકાઈ પાઉડરમાં મિક્સ કરી લગાવી શકો છો.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More