Male Fertility in Summer: ઉનાળાના તડકાથી ત્વચા પર ટેનિંગ કે હીટ સ્ટ્રોક તો થાય જ છે, પણ તે તમારી પ્રજનન ક્ષમતા એટલે કે ફર્ટિલિટી પર પણ ઊંડી અસર કરી શકે છે. ખાસ કરીને પુરુષો માટે આ ઋતુ 'સાઈલેન્ટ ખતરો' બનીને આવે છે, જે તેમના સ્પર્મ ગુણવતા અને કાઉન્ટને ઝડપથી અસર કરે છે. નિષ્ણાતોના મતે ઉનાળા દરમિયાન આપણે કેટલીક સામાન્ય આદતોને અવગણીએ છીએ, જેના કારણે પિતા બનવાની શક્યતા ધીમે ધીમે ઘટી શકે છે.
હવામાનના તાપમાનમાં વધારો અને તેનાથી જોડાયેલી લાઈફસ્ટાઈલની ભૂલો શરીરના હોર્મોનલ સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે. ઘણા સંશોધનોમાં એ પણ બહાર આવ્યું છે કે, ઉનાળા દરમિયાન પુરુષોની ફર્ટિલિટી પર નકારાત્મક અસરો વધુ જોવા મળે છે. તેથી જો તમે ફેમેલિનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તરત જ તમારી આ ત્રણ આદતો પર ધ્યાન આપવાનું શરૂ કરો.
'આર્મીને ખુલ્લી છૂટ...' સમય અને ટાર્ગેટ કરો નક્કી, હાઈ લેવલ મિટિંગમાં PM મોદી
1. ટાઈટ અન્ડરવેર અને સિન્થેટિક કપડાં પહેરવા
ઉનાળામાં પરસેવો અને ગરમીને કારણે શરીરનું તાપમાન વધી જાય છે અને જો તમે ટાઈટ અથવા સિન્થેટિક અન્ડરવેર પહેરો છો, તો તે અંડકોષનું તાપમાનને વધુ વધારી શકે છે. તે સ્પર્મ પ્રોડક્શનને અસર કરે છે, જેના કારણે સ્પર્મ કાઉન્ટ અને ગુણવત્તા બન્નેમાં ઘટાડો થઈ શકે છે. નિષ્ણાતો આ ઋતુમાં સુતરાઉ અને ઢીલા કપડાં પહેરવાની સલાહ આપે છે.
સામાન્ય માણસને વધુ એક ઝટકો! દૂધ થયું મોંધું,કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો થયો વધારો
2. ખૂબ ગરમ પાણીથી સ્નાન કરવું
ઉનાળામાં પણ કેટલાક લોકો આરામ માટે હોટ શાવર અથવા સ્ટીમ બાથ લે છે. પરંતુ આનાથી અંડકોષનું તાપમાન વધી જાય છે, જે સ્પર્મ કાઉન્ટ ઘટાડી શકે છે. ફર્ટિલિટી નિષ્ણાતોનો મત છે કે, ઉનાળા દરમિયાન હૂંફાળા અથવા ઠંડા પાણીથી સ્નાન કરવું વધુ યોગ્ય છે.
3000 રૂમ,20000 વર્ષ જુની ભુલભુલામણી... આ 'અજાયબી'ની નીચે છુપાયેલી છે સીક્રેટ દુનિયા?
3. ઓછું પાણી પીવું અને ડિહાઇડ્રેશન
ડિહાઇડ્રેશન માત્ર શરીરને જ કમજોર નથી કરતું, પરંતુ સ્પર્મ વોલ્યૂમ અને મુવમેન્ટને પણ અસર કરે છે. પૂરતું પાણી ન પીવાથી શરીરમાં ટોક્સિનિસ તત્વો એકઠા થાય છે, જે ફર્ટિલિટી ક્ષમતાને અવરોધે છે. ઉનાળામાં દરરોજ ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
New Tax Regimeમાં પણ મળશે હોમ લોન પર છૂટનો ફાયદો! આ રીતે બચાવી શકો છો 2 લાખ
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે