Home> LifeStyle
Advertisement
Prev
Next

Thighs Fat: સાથળ પર જામેલી ચરબી ઓછી થતા વાર નહીં લાગે, રોજ 30 મિનિટનો સમય કાઢી કરો આ 4 સરળ કસરતો

4 Easy Exercises for Thighs Fat: ખરાબ જીવનશૈલી અને અનહેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે શરીરનું વજન વધી જાય છે. ખાસ તો જે લોકોની જીવનશૈલી બેઠાળુ હોય તેમની કમર અને સાથળના ભાગે ચરબી વધે છે. આ ચરબીને ઓછી કરવાની 4 સરળ કસરતો આજે તમને જણાવીએ. 
 

Thighs Fat: સાથળ પર જામેલી ચરબી ઓછી થતા વાર નહીં લાગે, રોજ 30 મિનિટનો સમય કાઢી કરો આ 4 સરળ કસરતો

4 Easy Exercises for Thighs Fat: સાથળ આસપાસ જામેલી ચરબી દેખાવમાં ખરાબ લાગે છે અને સાથે જ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હોય છે. વધારાની ચરબી હૃદય રોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશરની દ્રષ્ટિએ પણ હાનિકારક ગણાય છે. શરીરમાં વધતી ચરબી સાંધામાં દુખાવા અને થાકનું કારણ પણ બને છે. તેથી જ સાથળ અને હિપ્સના ભાગે વધતી ચરબીને નિયંત્રણમાં રાખવી જરૂરી છે. સારી વાત એ છે કે 4 સરળ કસરતો એવી છે જેને નિયમિત કરવાથી સાથળ અને હિપ્સના ભાગે વધેલું ફેટ ઓછી થઈ શકે છે. આ કસરતો કઈ છે અને તેને કેવી રીતે કરવાની હોય છે ચાલો જાણીએ.

fallbacks

આ પણ વાંચો: બેદાગ અને સુંદર ત્વચા માટે આ રીતે બનાવો ચોખાના લોટના ફેસપેક, 7 દિવસમાં દેખાશે અસર

નો ફોલ્ડ એન્ડ રેજ

આ કસરત કરવા માટે સીધા ઊભા રહેવું. એક પગને સીધો રાખી બીજા પગને પાછળની તરફ ઉઠાવો અને પછી નીચે લાવો. આ રીતે બંને પગ સાથે આ કસરત કરો. ધ્યાન રાખવું કે આ સમયે પીઠ સીધી હોય અને શરીર સ્થિર રહે. આ કસરત હિપ્સ અને સાથળના સ્નાયૂને મજબૂત કરે છે અને ફેટ ઓછું કરે છે. આ કસરત બંને પગમાં 15 થી 20 વખત કરવી.

આ પણ વાંચો: ઝેરી દવાનો ઉપયોગ કરવો નહીં પડે, ડુંગળી અને આ સફેદ પાવડર ઉંદરને ઘરમાંથી ભગાડી દેશે

ટો એન્ડ હીલ ટચ

આ કસરત માટે સીધા ઊભા રહો અને ધીરેધીરે નીચે ઝુકીને હાથથી પગની આંગળી અને પછી એડી સ્પર્શ કરો. પહેલા ડાબા પગ સાથે ટો એન્ડ હીલ ટચ અને પછી જમણા પગ સાથે પ્રક્રિયા રીપીટ કરો. આ કસરત સાથળ અને હિપ્સની ચરબી ઓછી કરવામાં મદદ કરે છે. આ કસરત 20 થી 25 વખત કરવી.

આ પણ વાંચો: 7 દિવસે એકવાર આ રીતે સ્કિન કેર કરી લો, પાર્લર ગયા વિના ચહેરા પર દેખાશે નેચરલ ગ્લો

લેટરલ લેગ રેજ

આ કસરત કરવા માટે એક સાઈડ પર એટલે કે પડખાભર સુઈ જવું. ઉપરના પગને ધીરેધીરે ઉપર કરો અને પછી નીચે લાવો. એક પગ સાથે 15 થી 20 વખત કસરત કરી બીજા પડખે સુઈ બીજા પગ સાથે સેમ એક્સરસાઈઝ કરો. આ કસરત પણ હિપ્સ અને સાઈડ મસલ્સને મજબૂત કરે છે અને સાથળની ચરબી ઘટાડે છે.

આ પણ વાંચો: પનીર ટીક્કા સિવાય પનીરમાંથી ફટાફટ બની જતાં 5 અફલાતૂન સ્ટાર્ટર, ખાઈને મહેમાન ખુશ થશે

સ્કાઉટ્સ

સ્કાઉટ્સ પણ સાથળ માટે બેસ્ટ કસરત છે. તેના માટે પગને ખભાની પહોળાઈ અનુસાર ફેલાવીને ઊભા રહો. ત્યારબાદ ઘુંટણ વાળી શરીરને નીચેની તરફ એવી રીતે લાવો કે તમે ચેર પર બેસવા જઈ રહ્યા હોય. ત્યારબાદ ફરીથી ઊભા થઈ જવું. આ રીતે એક્સરસાઈઝ 15 થી 20 વખત કરવી. તેનાથી સાથળ અને હિપ્સની ચરબી ઓછી થશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More