Homemade De Tan Pack: બળબળતા તાપમાં સ્કિનને સૌથી વધુ નુકસાન થવાની શક્યતા હોય છે. તેથી જ ઉનાળામાં શક્ય હોય ત્યાં સુધી સ્કિન પર તડકો ન લાગે તે વાતનું ધ્યાન રાખવું. ડાયરેક્ટ કોન્ટેક્ટથી સ્કિન કાળી પડી જાય છે.
આ પણ વાંચો: તડકામાં ફર્યા પછી પણ ગ્લો ઓછો નહીં થાય, ગુલાબજળમાં આ વસ્તુ ઉમેરી રોજ લગાડો ચહેરા પર
સ્કિન પર થયેલી તડકાની અસર એટલે કે ટૈનિંગ દુર કરવાનો દાવો કરતી ઘણી પ્રોડક્ટ માર્કેટમાં ઉપલબ્ધ છે. પરંતુ તમે ઓછા ખર્ચે ઘરેલુ નુસખાથી પણ સ્કિન પર નેચરલ ગ્લો વધારે શકો છો. આજે તમને એવા ઘરેલુ ફેસપેક વિશે જણાવીએ જેને તમે અઠવાડીયામાં 2 વાર પણ લગાડશો તો તડકાના કારણે કાળી પડેલી ત્વચા ફરીથી ગોરી થઈ જશે.
આ પણ વાંચો: Anger Issue: ક્રોધ, બેચેની, નકારાત્મક વિચારો 5 મિનિટમાં ગાયબ થશે, આ 4 ટીપ્સ અજમાવો
સ્કિનને ડી-ટૈન કરવા માટેના ફેસપેક
1. એક વાટકીમાં 2 મોટી ચમચી એલોવેરા જેલ લેવું, તેમાં ચપટી હળદર મિક્સ કરો અને અડધી ચમચી મધ ઉમેરો. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરો અને પછી સ્કિન પર લગાડો. 10 થી 15 મિનિટ પછી સ્કિનને ઠંડા પાણીથી સાફ કરો.
આ પણ વાંચો: આ વસ્તુ લઈ આવો, સો ની સ્પીડે ઘરમાંથી ભાગશે ગરોળી, એકવાર ગયા પછી પાછી પણ નહીં આવે
2. એક વાટકીમાં 2 ચમચી દહીં લેવું અને તેમાં 1 ચમચી મુલતાની માટી મિક્સ કરો. તૈયાર કરેલી ઘટ્ટ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાડો અને 25 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો.
આ પણ વાંચો: Chutney: આ રીતે બનાવો કાચી કેરીની ચટપટી લૌંજી, થેપલા-પરોઠા સાથે ખાવાની મજા પડી જશે
3. એક વાટકીમાં 2 ચમચી ચણાનો લોટ લેવો અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરો. તેમાં જરૂર અનુસાર દહીં ઉમેરી ઘટ્ટ પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાડી 15 મિનિટ સુકાવા દો. ત્યારબાદ સ્કિનને ઠંડા પાણીથી સાફ કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે