5 Most Tasty Chutneys: ચોમાસામાં વાતાવરણમાં ભેજ અને ઠંડક વધી જાય છે. ચોમાસામાં પાચન ક્રિયા ધીમી પડી જાય છે. તેથી એવી વસ્તુઓ ભોજનમાં લેવી જોઈએ જે સરળતાથી પચી જાય અને શરીરને લાભ પણ કરે. ચટણી એવી વસ્તુ છે જે ભોજનનો સ્વાદ વધારવાની સાથે શરીરને લાભ પણ કરે છે. વરસાદી વાતાવરણમાં કેટલીક ચટણીઓને ડાયટમાં સામેલ કરવાથી શરીરને અનેક લાભ થાય છે. તો ચાલો તમને જણાવીએ ચોમાસામાં કઈ ચટણી ખાવામાં આવે તો શરીરને લાભ થાય છે.
આ પણ વાંચો: White Hair Solution: નેચરલ વસ્તુઓની મદદથી ઘરે 10 મિનિટમાં બનાવો હર્બલ હેર કલર
ફુદીનાની ચટણી
ફુદીનો પેટને ઠંડક કરનાર છે અને પાચન સુધારે છે.આ ચટણી ચોમાસામાં પેટને ફાયદો કરે છે. ફુદીના પાનને સાફ કરી તેમાં લીલા મરચાં, આદુ, લીંબુનો રસ, મીઠું ઉમેરી મિક્સરમાં પીસી તાજી ચટણી જમવા સાથે ખાવી જોઈએ.
આ પણ વાંચો: Kankhajura: કાનમાં ઘુસેલા કાનખજૂરાને બહાર કાઢવાના 5 દેશી જુગાડ
ધાણાની ચટણી
ધાણાની ચટણી પણ શરીરને ફાયદો કરનાર છે. ધાણા રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેનાથી પેટ સંબંધિત સમસ્યાથી રાહત મળે છે. ધાણાના પાનને મિક્સર જારમાં લઈ તેમાં થોડું લસણ, લીંબુનો રસ, મીઠું, શેકેલી મગફળી ઉમેરી પીસી લો. આ ચટણી ભોજનનો સ્વાદ પણ વધારી દેશે.
આ પણ વાંચો: Hair Care:બેજાન વાળ માટે સંજીવની છે નાળિયેરનું દૂધ, ઘરે આ રીતે રેડી કરી વાળમાં લગાડો
ટમેટાની ચટણી
ટમેટા ની ચટણી ચોમાસામાં ખાવાથી શરીરને એનર્જી અને વિટામિન સી મળે છે. ટમેટાની હેલ્ધી ચટણી બનાવવા માટે ટમેટાને બાફી અથવા શેકી લેવા અને પછી તેની છાલ કાઢી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં, આદું, મીઠું ઉમેરી તાજી ચટણી ઉપયોગમાં લેવી.
આ પણ વાંચો: ગંદા જૂતા સાફ કરવા આ રીતે બટેટાનો યુઝ કરો, વર્ષો જુના શૂઝ પણ નવા હોય એવા સાફ લાગશે
આમળાની ચટણી
આમળા વિટામિન સીનો સૌથી સારો સોર્સ છે. તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તેના માટે આમળાને બાફી તેમાં લીલા મરચાં- આદુ, ગોળ અને મીઠું ઉમેરી પેસ્ટ બનાવો.
આ પણ વાંચો: Cleaning Tips: કાટ લાગેલા વાસણ સાફ કરવા વાપરો આ 3 વસ્તુ, વાસણ નવા હોય એવા સાફ થઈ જશે
લસણની ચટણી
લસણ એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ફંગલ ગુણ ધરાવે છે. લસણ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. આ ચટણી બનાવવા માટે લસણની કળીમાં લાલ મરચું પાવડર, જીરું, લીંબુનો રસ અને મીઠું ઉમેરી વાટી લો. વાટેલી ચટણીને ઉપયોગમાં લઈ શકો છો અથવા તેને તેલમાં સાંતળીને પણ યુઝ કરી શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે