Brain Boosting Foods : આજના વ્યસ્ત જીવનમાં દરેક વ્યક્તિનું મન એક સાથે અનેક બાબતોમાં વ્યસ્ત રહે છે. ઓફિસના કામકાજથી માંડીને ઘરની જવાબદારીઓ બધું જ મેનેજ કરતી વખતે લોકો ઘણી વાર પોતાની કાળજી લેવાનું ભૂલી જાય છે. જેમ જેમ લોકો મોટા થાય છે તેમ તેમ તેમની યાદશક્તિ નબળી પડી જાય છે. પરંતુ આજકાલ લોકો નાની ઉંમરમાં જ ભુલવાની સમસ્યાથી પીડાવા લાગે છે.
યાદશક્તિ વધારવા માટે તમારે તમારા આહારમાં કેટલાક સુપરફૂડનો સમાવેશ કરવો જોઈએ. જે ખાવાથી તમારે સપ્લીમેન્ટ્સ લેવાની જરૂર નહીં પડે. એક્સપર્ટના જો તમે તમારી યાદશક્તિને તેજ કરવા માંગતા હોવ તો મગજ માટે તંદુરસ્ત ખોરાક લો. શરીરમાં વિટામિન B12ની ઉણપ ન થવા દો. રાત્રે 7-8 કલાકની ઊંઘ લો. નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરો. આ 7 સુપરફૂડ કયા છે તેના વિશે જાણીએ.
ઉનાળામાં રોજ ખાઓ આ વસ્તુઓ...શરીરમાં નહીં થાય પાણીની કમી
એવોકાડો
જો તમે તમારી યાદશક્તિ વધારવા માંગો છો તો તમારે તમારા આહારમાં એવોકાડોનો સમાવેશ કરવો જોઈએ. આ ખાવાથી લોહીનો પ્રવાહ સામાન્ય રહે છે. વિટામિન ઇ અને મોનોઅનસેચ્યુરેટેડ ફેટથી ભરપૂર આ ફળ મગજના કોષોનું રક્ષણ કરે છે.
પાલક
પાલક જેવા લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન A, C અને K હોય છે. તેનું સેવન કરવાથી મગજનું સ્વાસ્થ્ય સારું રહે છે. પાલકમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, જે યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.
બ્લુબેરી
તણાવ ઘટાડવા અને યાદશક્તિને તેજ કરવા માટે તમે બ્લૂબેરીનું સેવન કરી શકો છો. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આ મગજમાં ઓક્સિડેટીવ તણાવ અને બળતરા ઘટાડે છે.
સવારે ઉઠીને સૌથી પહેલા શું કરવું જોઈએ? જાણી લો જરૂરી વાત, આજીવન કરશે તમારી મદદ
કોળાના બીજ
કોળાના બીજને તમારા આહારમાં જરૂર મુજબ સામેલ કરો. કારણ કે તેમાં વિટામીન, ઝિંક અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ ખાવાથી યાદશક્તિ વધે છે.
ઈંડા
ઈંડામાં જોવા મળતા પોષક તત્વો એસીટીલ્કોલાઈન ઉત્પન્ન કરવાનું કામ કરે છે. તે મેમરી અને શીખવાની સાથે સંકળાયેલ ન્યુરોટ્રાન્સમીટર સાથે સંબંધિત છે.
સેલ્મોન
યાદશક્તિ વધારવા માટે તમે સેલ્મોનનું સેવન શરૂ કરી શકો છો. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. આ ખાવાથી મગજનું સ્વાસ્થ્ય સારું રહે છે. આ સાથે સ્નાયુઓને કામ કરવાની ઉર્જા મળે છે.
બદામ
તમે ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યા હશે કે બદામ ખાવાથી મગજ તેજ થાય છે. જો તમે પણ તમારી યાદશક્તિ વધારવા માંગો છો તો રોજ બદામ ખાવાનું શરૂ કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે