Home> LifeStyle
Advertisement
Prev
Next

White Hair: એલોવેરા જેલ અને હળદર.. બસ આ બે વસ્તુ એકેએક સફેદ વાળને મૂળમાંથી કરી નાખશે કાળા, અજમાવો એકવાર

White Hair: ખૂબ ઓછા લોકો જાણતા હોય છે કે હળદર ત્વચાની સુંદરતા વધારવાની સાથે સફેદ વાળને કાળા કરવામાં મદદ પણ કરી શકે છે . ખાસ વાત એ છે કે હળદરનો ઉપયોગ કરી તમે સફેદ વાળને કાળા કરશો તો તે લાંબા સમય સુધી કાળા જ રહેશે. 

White Hair: એલોવેરા જેલ અને હળદર.. બસ આ બે વસ્તુ એકેએક સફેદ વાળને મૂળમાંથી કરી નાખશે કાળા, અજમાવો એકવાર

White Hair: હળદર ઔષધીય ગુણોથી ભરપૂર મસાલો છે. તેનો ઉપયોગ રોજ રસોઈમાં થાય છે. વર્ષોથી હળદરનો ઉપયોગ સૌંદર્ય નિખારવામાં પણ કરવામાં આવે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણતા હોય છે કે હળદર ત્વચાની સુંદરતા વધારવાની સાથે સફેદ વાળને કાળા કરવામાં મદદ પણ કરી શકે છે . ખાસ વાત એ છે કે હળદરનો ઉપયોગ કરી તમે સફેદ વાળને કાળા કરશો તો તે લાંબા સમય સુધી કાળા જ રહેશે. 

fallbacks

સફેદ વાળને હળદરના ઉપયોગ વડે કાળા કરવા હોય તો તેના માટે તમારે ઘરે જ એક હેર સ્પ્રે બનાવવો પડશે. આ હેર સ્પ્રે બનાવવા માટે તમારે મોંઘી મોંઘી વસ્તુઓ લેવાની જરૂર નથી. તેના માટે બસ 2 જ વસ્તુની જરૂર પડશે, આ બે વસ્તુ છે એલોવેરા જેલ અને હળદર. તો જો તમે સફેદ વાળને મૂળમાંથી કાળા કરવા માંગો છો તો હળદરનો હેર સ્પ્રે ફટાફટ તમારા ઘરે બનાવી ઉપયોગ શરુ કરી દો. હળદરનો આ હેર સ્પ્રે વાળ માટે ટોનિકની જેમ કામ કરે છે. તેનાથી વાળને પોષણ મળે છે અને વાળ કાળા પણ થાય છે. 

હળદરનો સ્પ્રે બનાવવાની સામગ્રી

આ પણ વાંચો: ત્વચાની સુંદરતા વધારવા હળદરનો ઉપયોગ કરતા હોય તો આ વાત તમારા માટે જાણવી છે જરૂરી
  
એક કપ પાણી
એક ચમચી હળદર પાવડર
એલોવેરા જેલ
1 સ્પ્રે બોટલ

કેવી રીતે બનાવવો હળદરનો સ્પ્રે ?

આ પણ વાંચો: Weight Loss: એક મહિનામાં 5 કિલો વજન ઘટાડવું છે ? તો આજથી જ ફોલો કરો આ સરળ ટીપ્સ

સૌ પ્રથમ એક બાઉલ લો. તેમાં 1 ચમચી હળદર પાવડર અને 1 કપ પાણી ઉમેરો. તેમાં થોડું એલોવેરા જેલ ઉમેરો અને તેને મિક્સ કરો. આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરી લો અને પછી વાળ પર તેનો ઉપયોગ કરો. આ સ્પ્રે વાળમાં મૂળથી લઈ વાળની લંબાઈ સુધી સારી રીતે લગાવો. ત્યારબાદ વાળમાં હળવા હાથે મસાજ કરો. એક કલાક સુધી વાળમાં તેને રહેવા દો અને પછી વાળને બરાબર ધોઈ લો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More