Home> LifeStyle
Advertisement
Prev
Next

Aloe Vera For Hair: એલોવેરા સાથે આ વસ્તુઓ મિક્સ કરી લગાડો વાળમાં, વાળ થઈ જશે કાળા અને ઝડપથી થશે લાંબા

Aloe Vera Benefits For Hair: એલોવેરા જેલ વાળ માટે વરદાન છે. તેમાં જો તમે કેટલીક વસ્તુઓ ઉમેરી વાળમાં લગાડો છો તો તેનાથી વાળની અલગ અલગ સમસ્યાઓ દુર થાય છે અને વાળ ચમકદાર, કાળા અને લાંબા થઈ શકે છે. 

Aloe Vera For Hair: એલોવેરા સાથે આ વસ્તુઓ મિક્સ કરી લગાડો વાળમાં, વાળ થઈ જશે કાળા અને ઝડપથી થશે લાંબા

Aloe Vera Benefits For Hair: એલોવેરા તેના ઔષધીય ગુણના કારણે સૌથી વધુ વપરાતી વસ્તુ છે. સ્કીન કેરથી લઈને હેર કેરમાં એલોવેરાનો ઉપયોગ કદાચ સૌથી વધુ થતો હશે. એલોવેરા જેલમાં વિટામીન, મિનરલ અને એન્ટિ ઓક્સિડન્ટ હોય છે. આમ તો એલોવેરા જેલ એકલું પણ વાળ માટે ફાયદાકારક છે પણ જો તમે તેમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને વાળમાં લગાડો છો તો વાળ મુલાયમ અને ચમકદાર તો બને જ છે અને તેની સાથે વાળની અલગ અલગ સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. આજે તમને એલોવેરા જેલના આવા જ કેટલાક હેર માસ્ક વિશે જણાવીએ જે સફેદ વાળ, ખરતા વાળ, ડેન્ડ્રફ સહિતની સમસ્યાઓને દૂર કરી શકે છે. 

fallbacks

આ પણ વાંચો: White Hair: સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સરસવના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો

એલોવેરા જેલ અને દહીં 

દહીમાં પ્રોટીન અને લેક્ટિક એસિડ હોય છે જે વાળને મજબૂત બનાવે છે અને ડેન્ડ્રફને પણ દૂર કરે છે. જો તમે વાળમાં એલોવેરા જેલ અને દહીંનું મિશ્રણ અપ્લાય કરો છો તો વાળને પોષણ મળે છે વાળ સ્વસ્થ રહે છે. એલોવેરા જેલમાં દહીં મિક્સ કરી આ પેસ્ટને વાળના મૂળમાં સારી રીતે લગાવો. 30 મિનિટ તેને રાખો અને પછી હેર વોશ કરી લો. 

આ પણ વાંચો: Lower Body Fat: કમર, સાથળ, જાંઘ પર જામેલી ચરબી ઉતારવાનો સૌથી અસરકારક દેશી ઉપાય

એલોવેરા અને લીંબુનો રસ 

લીંબુના રસમાં વિટામિન સી હોય છે જે વાળને ચમકદાર બનાવે છે અને સ્કેલ્પને સાફ કરે છે. એલોવેરા અને લીંબુના રસનું મિશ્રણ વાળનો રંગ પણ નિખારે છે. બે ચમચી લીંબુના રસમાં એલોવેરા જેલ મિક્સ કરીને વાળમાં લગાડવું અને તેને 20 મિનિટ સુધી રાખવું. 

આ પણ વાંચો: ટેસડો પડી જાય એવી ચા બનાવવી હોય તો આ સ્ટેપ્સ ફોલો કરો, એકવાર ચા પીનાર વારંવાર માંગશે

એલોવેરા જેલ અને નાળિયેર તેલ 

નાળિયેર તેલ વાળને મજબૂત બનાવે છે અને બેમુખી વાળની સમસ્યાને વધતી અટકાવે છે. એલોવેરામાં નાળિયેર તેલ મિક્સ કરીને લગાડવાથી વાળ ચમકદાર બને છે અને ડ્રાયનેસ દૂર થાય છે. બે ચમચી એલોવેરા જેલમાં થોડું નાળિયેર તેલ મિક્સ કરી તેને વાળમાં લગાડો અને ધીરે ધીરે મસાજ કરો. આ મિશ્રણને આખી રાત વાળમાં રહેવા દો અને સવારે શેમ્પુ કરો. 

આ પણ વાંચો: ઝેરી દવા નહીં રાત્રે ઘરમાં આ 5 માંથી કોઈ 1 વસ્તુ રાખી સુઈ જાવ, ઉંદર ભાગી જશે ઘરમાંથી

એલોવેરા જેલ અને ઈંડુ 

ઈંડામાં પ્રોટીન હોય છે જે વાળને મજબૂત બનાવે છે અને ગ્રોથ વધારે છે. એલોવેરા જેલમાં ઈંડાનું મિશ્રણ ઉમેરીને લગાડવાથી વાળ લાંબા થાય છે. એલોવેરા જેલ અને ઈંડાને વાળમાં 30 મિનિટ સુધી લગાડી શકાય છે. 

આ પણ વાંચો: આ ટીપ્સ ફોલો કરી ઘી બનાવજો, દાણેદાર ઘીથી ડબ્બો ભરાશે, ઘીની સુગંધ પાડોશીઓ સુધી જાશે

એલોવેરા જેલ અને આમળા પાવડર 

વિટામીન સી હોય છે અને એન્ટિ ઓક્સિડન્ટ હોય છે જે વાળને મજબૂત બનાવે છે અને ખરતા અટકાવે છે. આમળાનો પાવડર સફેદ વાળને કાળા કરવામાં પણ મદદ કરે છે.  એલોવેરા જેલમાં એક ચમચી આમળાનો પાઉડર મિક્સ કરો અને તેને એક બે કલાક સુધી રહેવા દો. ત્યાર પછી આ પેસ્ટને વાળમાં લગાડો અને 30 મિનિટ સુધી રાખો. ત્યારબાદ પાણીથી વાળને વોશ કરી લો અને બીજા દિવસે શેમ્પુ કરો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More