Get Rid of White Hair: આજના સમયમાં નાની ઉંમરમાં માથામાં સફેદ વાળ થવા લાગે તે સામાન્ય વાત થઈ ગઈ છે. જ્યારે વાળ સફેદ થવાની શરૂઆત થાય ત્યારથી જ જો ડાયટમાં યોગ્ય ફેરફાર કરવામાં આવે અને હેર કેર રૂટિન પર ધ્યાન આપવામાં આવે તો સફેદ વાળનો ગ્રોથ કંટ્રોલ કરી શકાય છે. ઘણા લોકો માથામાં સફેદ વાળ દેખાવાની શરૂઆત થાય ત્યારથી જ કેમિકલ વાળા કલર કરવાનું શરૂ કરી દે છે જેના કારણે વાળને વધારે નુકસાન થાય છે. સફેદ વાળને કાળા કરવા હોય તો કલરને બદલે તમે ઘરે કેટલીક નેચરલ વસ્તુઓનો ઉપયોગ પણ કરી શકો છો. આજે તમને હોમમેડ હેરડાઈ કેવી રીતે બનાવી તે જણાવીએ.
આ પણ વાંચો: વીકેન્ડ ટ્રીપ માટે બેસ્ટ જગ્યા છે માધવપુર, એકવાર બીચ પર ગયા તો ગોવા જવાનું છોડી દેશો
આ હેરડાઈમાં નેચરલ વસ્તુઓનો જ ઉપયોગ થાય છે તેથી તે વાળને નુકસાન કરતી નથી અને વાળનો રંગ ડાર્ક બનાવે છે. આ નેચરલ વસ્તુઓ એવી છે જે વાળમાં રંગને ડાર્ક કરવાનો ગુણ ધરાવે છે. તો ચાલો તમને જણાવીએ કે ઘરે કેવી રીતે નેચરલ હેર ડાઈ બનાવી શકાય અને તેના માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે.
આ પણ વાંચો: Anti Aging Tips: 40 વર્ષ પણ 24 જેવા દેખાવું હોય તો પાણી પીવાના આ 4 નિયમ યાદ કરી લો
વાળને કાળા કરવા માટેની નેચરલ હેરડાઈ બનાવવા માટે ફક્ત 3 વસ્તુઓની જરૂર પડશે. હેર ડાઈ બનાવવા માટે એક વાટકીમાં 1 ચમચી મહેંદી પાવડર, ત્રણ ચમચી આમળા પાવડર અને એક ચમચી કોફીનો પાઉડર મિક્સ કરો અને તેમાં પાણી ઉમેરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચારથી પાંચ કલાક પલળવા દો અને પછી તેનો ઉપયોગ કરો.
આ પણ વાંચો: Mosquito: શરીર પર આ તેલ લગાડીને બહાર નીકળજો, ગાર્ડનમાં બેસશો તો પણ મચ્છર નહીં કરડે
શેમ્પુ કરેલા વાળમાં આ મિશ્રણ લગાવો. આ મિશ્રણને વાળના મૂળથી છેડા સુધી સારી રીતે લગાવો અને એક કલાક સુધી વાળમાં રાખો. આ હેર માસ્ક અપ્લાય કરતા પહેલા ગરદન પર અને ચહેરા પર પેટ્રોલિયમ જેલી અથવા તો નાળિયેરનું તેલ લગાડી લેવું જેથી સ્કિન પર તેના ડાઘ ન પડે.
આ પણ વાંચો: Ghee: ઘરે શુદ્ધ ઘી બનાવવાની આ છે રીત, માખણ અને ઘી બજારમાંથી ખરીદવું નહીં પડે
એક કલાક પછી આ હેર માસ્કને સાફ કરી લો. સપ્તાહમાં એક વખત આ હેરડાઈ લગાડશો તો સફેદ વાળ કાળા થશે અને સાથે જ હેર ફોલની સમસ્યા પણ ઘટી જશે આ સિવાય આ હેર ડાઈ વાળની ડ્રાઇનેસ અને ડેન્ડ્રફને પણ કંટ્રોલ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે