Home> LifeStyle
Advertisement
Prev
Next

Skin Care: તડકામાંથી ઘરે આવો પછી ચહેરા પર લગાડો આ 3 વસ્તુઓનો લેપ, ઉનાળામાં પણ ચહેરો દેખાશે સુંદર

Skin Care: હળદર, લીમડો અને એલોવેરા સ્કિન માટે ગુણકારી વસ્તુઓ છે. આ 3 વસ્તુમાંથી બનેલું ફેસમાસ્ક ચહેરા પર લગાડવાનું રાખશો તો કેટલીક સ્કિન પ્રોબ્લેમ કાયમ માટે દુર થઈ જશે.
 

Skin Care: તડકામાંથી ઘરે આવો પછી ચહેરા પર લગાડો આ 3 વસ્તુઓનો લેપ, ઉનાળામાં પણ ચહેરો દેખાશે સુંદર

Skin Care: સ્કિન કેરમાં હળદરનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. હળદર સ્કિનને સ્વસ્થ બનાવે છે અને ચમક વધારે છે. હળદરની સાથે જો તમે એલોવેરા અને લીમડાના પાનનો પાવડર અથવા તો લીમડાના પાનની પેસ્ટ ઉમેરીને સ્કિન પર લગાડશો તો ઉનાળામાં થતી ત્વચાની સમસ્યાઓથી મુક્તિ મળી જશે. 

fallbacks

આ પણ વાંચો: ઉનાળામાં આ રીતે ચહેરા પર લગાડો ગુલાબજળ, કોઈપણ ક્રીમ લગાડવાની જરૂર નહીં પડે

ઉનાળા દરમિયાન ત્વચાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. કાળઝાળ ગરમીમાં પણ ત્વચાની સુંદરતાને જાળવી રાખવી હોય અને વધારવી હોય તો હળદરમાં આ 2 વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાડો. થોડા દિવસ માટે પણ જો આ 3 વસ્તુ સાથેની પેસ્ટ ચહેરા પર લગાડી લીધી તો ચહેરાની કેટલીક સમસ્યાઓ કાયમ માટે દૂર થઈ જશે. હળદર, એલોવેરા જેલ અને લીમડાના પાન ત્વચા માટે વરદાન સમાન વસ્તુઓ છે આ ત્રણેય વસ્તુઓનું મિશ્રણ ચહેરા પર લગાડવાથી કયા ફાયદા થશે તે પણ જાણી લો. 

આ પણ વાંચો:ચહેરા પર દેખાશે તુરંત નિખાર, દહીંથી આ રીતે કરો ફેશિયલ, પાર્લર જવાની જરૂર નહીં પડે

હળદર, લીમડો અને એલોવેરાનો ફેસપેક 

લીમડાના તાજા પાન લેવા અને તેને પાણીથી સારી રીતે ધોઈ લો. હવે એક મિક્સર જારમાં લીમડાના પાન, એલોવેરા જેલ અને હળદર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટમાં થોડો લીંબુનો રસ મિક્સ કરો અને ફ્રિજમાં રાખી દો. જ્યારે પણ તમે બહારથી ઘરમાં આવો તો ચહેરાને પાણીથી સાફ કરીને આ પેસ્ટ અપ્લાય કરી દો. 

આ પણ વાંચો: Sunscreen: સનસ્ક્રીનમાં SPF શું હોય ? ઉનાળા દરમિયાન સનસ્ક્રીન લગાડવું શા માટે જરૂરી?

હળદર, એલોવેરા અને લીમડાનો લેપ લગાડવાના ફાયદા 

1. ત્વચા પર હળદર, લીમડો અને એલોવેરાનો આ ફેસપેક લગાડવાથી ડેડ સ્કીન સેલ્સ દૂર થાય છે અને ત્વચા એક્સફોલિએટ થાય છે. તેના કારણે ત્વચા વધારે સુંદર દેખાય છે. 

2. આ ફેસપેક લગાડવાથી ત્વચા પર કરચલીઓ અને ફાઈનલાઇન્સ રોકવામાં મદદ મળે છે. તેનાથી ત્વચા લાંબા સમય સુધી યુવાન દેખાય છે. 

આ પણ વાંચો: 99 ટકા લોકો નથી જાણતા કે આ 5 શાક ખાવાથી ઝડપથી વધે વજન, દરેક ઘરમાં ભરપુર ઉપયોગ થાય

3. ગરમીમાં પરસેવા અને ઓઈલી સ્કિનની સમસ્યા વધી જાય છે તેના કારણે પિંમ્પલ અને એકને વધી જાય છે. જો તમે એલોવેરા, હળદર અને લીમડાની આ પેસ્ટ ચહેરા પર લગાડશો તો તેનાથી એકને અને પીમ્પલની સમસ્યા ઓછી થઈ જશે. 

4. લીમડો, હળદર અને એલોવેરા જેલનો આ લેપ ચહેરા પર લગાડવાથી સ્કીન ઇન્ફેક્શનનુ રિસ્ક પણ ઓછું થઈ જાય છે. આ વસ્તુઓ ચહેરા પર કોઈ પણ પ્રકારની આડ અસર કરતી નથી.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More