How to Apply Perfume for long Lasting smell: પરફ્યુમનો યુઝ તમે પણ કરતા જ હશો. તેથી તમને પણ ખબર જ હશે કે બહાર જતી વખતે જ્યારે પરફ્યુમ લગાડવામાં આવે છે ત્યારે તો સારી સ્મેલ આવે છે પરંતુ થોડા કલાકોમાં પરફ્યુમની સ્મેલ ઉડી જાય છે. જો તમારી સાથે આવું થતું હોય તો એકવાર આ ટીપ્સ ફોલો કરી પરફ્યુમ અપ્લાય કરી જુઓ. આ ટીપ્સ ફોલો કરીને પરફ્યુમ લગાડશો તો આથો દિવસ શરીર મધમધતું રહેશે. જે તમારી પાસેથી નીકળશે તેને પણ પરફ્યુમની સ્મેલ આવશે.
પરફ્યુમની સુગંધ કલાકો સુધી ટકે તે માટેની ટીપ્સ
આ પણ વાંચો: ઘરની વસ્તુઓથી બનેલા સ્ક્રબથી સ્કિન પર કરો 5 મિનિટ મસાજ, ડેડ સ્કિન એકવારમાં થશે સાફ
મોઈશ્ચુરાઈઝર અથવા પેટ્રોલિયમ જેલી
શરીરમાંથી પરસેવાની સ્મેલ ન આવે અને પરફ્યુમની સ્મેલ આવે તે માટે મોઈશ્ચુરાઈઝ સૌથી સારો વિકલ્પ છે. કહેવાય છે કે ઓઈલી સ્કિન પર પરફ્યુમ વધારે ટકે છે. તેથી પરફ્યૂમ લગાડતા પહેલા સ્કિન પર મોઈશ્ચુરાઈઝર અથવા પેટ્રોલિયમ જેલી અપ્લાય કરો. પરફ્યુમ લગાડતા પહેલા મોઈશ્ચુરાઈઝર લગાડવાથી પરફ્યુમની સુગંધ લાંબો સમય ટકે છે.
આ પણ વાંચો: Skin Care: બીટની પેસ્ટમાં આ વસ્તુ ઉમેરી લગાડો ચહેરા પર, ફેસ પર ઈન્સ્ટંટ ગ્લો દેખાશે
નહાયા પછી તુરંત લગાડો પરફ્યુમ
જ્યારે આપણે નહાયે છીએ ત્યારે સ્કિન પોર્સ ખુલી જાય છે. જો તમે નહાયા પછી શરીર કોરું થાય પછી તુરંત પરફ્યુમ છાંટશો તો તેની મહેક કલાકો સુધી ટકી રહેશે.
આ પણ વાંચો: રોજ સવારે આ 5 સ્ટેપ ફોલો કરો, ચહેરા પર દેખાશે નેચરલ ગ્લો, પાર્લર જવાની જરૂર નહીં પડે
શરીરના આ અંગો પર છાંટો પરફ્યુમ
લાંબા સમય સુધી શરીરમાંથી પરફ્યુમની સુગંધ આવે તે માટે શરીરના યોગ્ય અંગ પર પરફ્યુમ છાંટવું. ખાસ કરીને એ જગ્યાએ જ્યાં હીટ ઉત્પન્ન થતી હોય. જેમકે ગરદન, ક્લીવેજ, કોણી, ઘુંટણની પાછળ, કાંડા પર, કાનની પાછળ પરફ્યુમ લગાડી શકો છો.
આ પણ વાંચો: Hair Care:બેજાન વાળ માટે સંજીવની છે નાળિયેરનું દૂધ, ઘરે આ રીતે રેડી કરી વાળમાં લગાડો
આ ટીપ્સ ફોલો કરવા ઉપરાંત એકવાતનું ધ્યાન રાખવું કે પરફ્યુમ લગાડ્યા પછી ક્યારેય તેને રગડવું નહીં. સ્કિન પર પરફ્યુમ છાંટી તે ભાગને રગડશો તો પરફ્યુમની સ્મેલ ઉડી જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે