Home> LifeStyle
Advertisement
Prev
Next

થોડા દિવસ નાભિમાં આ તેલના 2-2 ટીપાં નાખો, સ્કિન પર થયેલી ફોડલીઓ અને ચહેરાના ખીલ મટવા લાગશે

Neem oil in Navel Benefits:  નાભિમાં તેલ નાખવું ફાયદાકારક છે. આજે તમને જણાવીએ ત્વચાની સમસ્યા જેમકે ખીલ, ફોલ્લીઓથી છુટકારો મેળવવો હોય તો નાભિમાં કયું તેલ નાખવું જોઈએ. આ તેલ નાખવાથી સ્કિન પ્રોબ્લેમ ઝડપથી દુર થઈ શકે છે.
 

થોડા દિવસ નાભિમાં આ તેલના 2-2 ટીપાં નાખો, સ્કિન પર થયેલી ફોડલીઓ અને ચહેરાના ખીલ મટવા લાગશે

Neem oil in Navel Benefits: આયુર્વેદમાં નાભિમાં તેલ નાખવું લાભકારી કહેવાયું છે. નાભિ શરીરનું કેન્દ્ર હોય છે. નાભિમાં તેલ નાખવાથી શરીરને અનેક લાભ થાય છે. શરીરની ઓવરઓલ હેલ્થ માટે તે લાભકારી છે. ખૂબ ઓછા લોકો જાણતા હોય છે કે શરીરની અલગ અલગ સમસ્યાને દુર કરવા નાભિમાં અલગ અલગ તેલ નાખવા જોઈએ. જેમકે ત્વચા પર ખીલ, ફોડલીઓ જેવી સમસ્યા વધારે હોય તો તેને દુર કરવા માટે ખાસ તેલ નાભિમાં નાખવામાં આવે તો રિઝલ્ટ ઝડપથી જોવા મળે છે. આ ઉપાય અપનાવીને કોઈપણ વ્યક્તિ તેની સ્કિનને સુંદર, સાફ અને ચમકદાર બનાવી શકે છે. 

fallbacks

આ પણ વાંચો: ચા નો સ્વાદ વધારવાની 5 ટ્રિક્સ, જે એકવાર આવી ચા પીશે તે વારંવાર ચા પીવા આવશે

નાભિમાં કયું તેલ નાખવાથી ખીલ મટે ?

સ્કિન એક્સપર્ટ અનુસાર શરીર પર ફોડલીઓ, ચહેરા પર ખીલ કે અન્ય સ્કિન પ્રોબ્લેમ રહેતી હોય તેમણે નાભિમાં લીમડાનું તેલ નાખવું જોઈએ. નાભિમાં લીમડાનું તેલ નાખવાથી શરીર ડિટોક્સ પણ થઈ જાય છે. 

આ પણ વાંચો: આ 3 મુદ્રા રોજ કરવાથી સુંદર દેખાવા લાગશે ચહેરો, મેકઅપ કરવાની પણ જરૂર નહીં પડે

ગ્લોઈંગ સ્કિન માટે કયું તેલ યુઝ કરવું ?

જો તમારે ત્વચાને સાફ અને ગ્લોઈંગ બનાવવી છે તો નાભિમાં બદામનું તેલ નાખવું. બદામનું તેલ ત્વચાની સુંદરતા વધારવામાં મદદ કરે છે. રોજ રાત્રે 2 ટીપાં બદામનું તેલ નાભિમાં નાખવું જોઈએ. 

આ પણ વાંચો: સાથળની ચરબીને ટાર્ગેટ કરતી 2 કસરત, રોજ 10 મિનિટ કરવાથી થોડા જ દિવસોમાં દેખાશે ફરક

કયું તેલ ડ્રાય સ્કિન અને કરચલીઓ દુર કરશે ?

ચહેરા પર ફાઈન લાઈન્સ ન વધે કે ઓછી થાય તે માટે નાભિમાં ઓલિવ ઓઈલ નાખી શકાય છે. જે લોકોની સ્કિન ડ્રાય હોય તેમણે નાભિમાં નાળિયેર તેલ નાખવું જોઈએ. તેનાથી શરીરની ત્વચાની ડ્રાયનેસ દુર થાય છે અને ત્વચા હાઈડ્રેટેડ રહે છે. 

આ પણ વાંચો: White Hair Solution: નેચરલ વસ્તુઓની મદદથી ઘરે 10 મિનિટમાં બનાવો હર્બલ હેર કલર

ત્વચાની સમસ્યા સિવાય જે લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તેઓ નાભિમાં ઘી નાખી શકે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર ઘીમાં હીંગ ઉમેરી તેને નાભિમાં લગાડવાથી અપચો, ગેસ, બ્લોટિંગ જેવી સમસ્યામાં રાહત થાય છે. જો કોઈને અચાનક ગેસ ચઢે તો નાભિમાં હીંગવાળુ ઘી ઉમેરવું. તેનાથી ગેસથી છુટકારો મળી જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More