Home> LifeStyle
Advertisement
Prev
Next

Nutmeg Face Pack: આ સફેદ વસ્તુ સાથે મિક્સ કરી ચહેરા પર લગાડો જાયફળ, ચહેરા પરના ડાઘ ઝડપથી ઓછા થશે

Nutmeg Skin Benefits: અનેક પ્રયત્નો છતા ચહેરા પરના જીદ્દી ડાઘ અને ડેડ સ્કિન સાફ નથી થતા ? તો એકવાર જાયફળ પાવડર આ રીતે સ્કિન પર લગાડો. જાયફળ પાવડરનો આ ફેસ પેક ચહેરા પર ચમક લાવવામાં મદદ કરી શકે છે.
 

Nutmeg Face Pack: આ સફેદ વસ્તુ સાથે મિક્સ કરી ચહેરા પર લગાડો જાયફળ, ચહેરા પરના ડાઘ ઝડપથી ઓછા થશે

Nutmeg Skin Benefits: ખરાબ લાઈફ સ્ટાઈલ અને ખરાબ આહારની સીધી અસર સ્કીન પર થાય છે. જો સ્કીન પર સમયસર ધ્યાન આપવામાં ન આવે તો અલગ અલગ પ્રકારની સ્કીન પ્રોબ્લેમ વધી જાય છે. આહારમાં પોષણનો અભાવ હોય તો ચહેરા પર ડાર્ક સ્પોટ, એક્ને, કરચલીઓ ઝડપથી દેખાવા લાગે છે. આ બધી ત્વચાની સમસ્યા ધીરે ધીરે વધતી જ જાય છે. આ સ્થિતિમાં ત્વચાની યોગ્ય માવજત કરવામાં આવે તો ડાઘ અને સ્કીન પ્રોબ્લેમ ઘટાડી પણ શકાય છે. સ્કિનને નેચરલી સુંદર બનાવવા માટે જાયફળનો ઉપયોગ કરી શકાય. જાયફળ સ્કીનને બેદાગ બનાવે છે અને સ્કીનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. 

fallbacks

આ પણ વાંચો: ચોમાસામાં આ 5 ચટણી ભોજન સાથે ખાશો તો જીભને સ્વાદ મળવાની સાથે શરીરને લાભ પણ મળશે

જાયફળને અલગ અલગ વસ્તુઓ સાથે મિક્સ કરીને ચહેરા પર લગાડી શકાય છે. સ્કિન ટાઈપ અને સમસ્યા અનુસાર જાયફળના ફેસપેક તૈયાર કરીને ચહેરા પર અપ્લાય કરવાથી ડાઘ, ડેડ સ્કિન, કરચલીઓ સહિતની સમસ્યાને દૂર કરી શકાય છે. તો ચાલો તમને જણાવીએ જાયફળનો પાવડર કઈ વસ્તુઓ સાથે મિક્સ કરીને ચહેરા પર લગાડી શકાય. 

આ પણ વાંચો: White Hair Solution: નેચરલ વસ્તુઓની મદદથી ઘરે 10 મિનિટમાં બનાવો હર્બલ હેર કલર

જાયફળના ફેસપેક 

1. જાયફળનો પાવડર કરી દૂધમાં રાત્રે પલાળી દો. બીજા દિવસે સવારે આ મિશ્રણને ચહેરા પર લગાવો અને 20 મિનિટ સુધી રાખો. 20 મિનિટ પછી હળવા હાથે મસાજ કરી ચેહરાને ઠંડા પાણીથી સાફ કરી લો. 

2. જાયફળને મધ સાથે પણ ચહેરા પર અપ્લાય કરી શકાય છે. એક ચપટી જાયફળના પાવડરમાં એક ચમચી મધ મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. ચહેરાને પાણીથી ભીનો કરો અને પછી આ પેસ્ટ ચહેરા પર લગાવી લો. 20 થી 25 મિનિટ પછી હળવા હાથે મસાજ કરી ચહેરો સાફ કરી લેવો. 

આ પણ વાંચો: Kankhajura: કાનમાં ઘુસેલા કાનખજૂરાને બહાર કાઢવાના 5 દેશી જુગાડ

3. જાયફળ પાવડર અને દહીંનો ફેસપેક પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. એક ચમચી દહીંમાં જાયફળ પાવડર મિક્સ કરીને પાંચ મિનિટ રેસ્ટ આપો. પાંચ મિનિટ પછી આ મિશ્રણને ચહેરા પર અને ગરદન પર સારી રીતે લગાવી 20 મિનિટ રાખો. ત્યાર પછી પાંચ મિનિટ હળવા હાથે મસાજ કરો અને ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. 

4. સ્કિનને પોષણ મળે અને ખીલની સમસ્યા ઓછી થાય તે માટે જાયફળ પાવડરને એલોવેરા જેલ સાથે લગાડી શકાય છે. ફ્રેશ એલોવેરા જેલમાં જાયફળનો પાવડર મિક્સ કરી ચહેરા પર લગાવવાથી ફાયદો થઈ શકે છે. 

આ પણ વાંચો: Travel Tips: ચોમાસામાં ફરવાની મજા આવે એવી અને ગુજરાતની નજીક આવેલી 5 સુંદર જગ્યાઓ

5. જે લોકોને ડ્રાય સ્કિનની સમસ્યા હોય તેઓ જાયફળ પાવડર બદામના તેલમાં મિક્સ કરીને લગાડી શકે છે. રાત્રે સુતા પહેલા સ્કિન કેરમાં બદામનું તેલ અને જાયફળ સામેલ કરો. જાયફળનું તેલ અને બદામ લગાડવાથી સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે અને સ્કિનને જરૂરી મોઈશ્ચર મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More