Home> LifeStyle
Advertisement
Prev
Next

Baby Hair ના કારણે માથામાં દેખાય છે ટાલ ? આ 4 વસ્તુઓ ખાવાથી વધશે બેબી હેરનો ગ્રોથ

Baby Hair: માથાની હેરલાઇન પાસે નાના નાના અને પાતળા વાળ હોય છે. સામાન્ય રીતે આ વાળ ધીમી ગતિએ લાંબા થાય છે અને તેનો રંગ પણ બ્રાઉન જેવો હોય છે જેથી તે સરળતાથી દેખાતા નથી. બેબી હેરને પ્રીમેચ્યોર હેર પણ કહેવાય છે. જો બેબી હેરની કાળજી લેવામાં ન આવે તો ધીરે ધીરે તે વધતા જાય છે અને માથાના આગળના ભાગમાં ટાલ દેખાવા લાગે છે. 
 

Baby Hair ના કારણે માથામાં દેખાય છે ટાલ ? આ 4 વસ્તુઓ ખાવાથી વધશે બેબી હેરનો ગ્રોથ

Baby Hair: વાળ આપણી સુંદરતાનો મહત્વનો ભાગ છે. માથામાં મજબૂત ચમકદાર અને કાળા વાળ હોય તો સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. પરંતુ આજના સમયમાં મોટાભાગના લોકો હેર ફોલની સમસ્યાથી પરેશાન હોય છે. જોકે ખરતા વાળ સિવાય પણ વાળની એક સમસ્યા છે જેનાથી મોટાભાગના લોકો અજાણ હોય છે. માથાના લાંબા વાળ પર તો દરેક વ્યક્તિ ધ્યાન આપે છે પરંતુ બેબી હેરની કેર કરવાનું ભૂલી જાય છે. બેબી હેર દરેક વ્યક્તિના માથામાં હોય છે. આ હેરની પણ કેર કરવાની જરૂર હોય છે. 

fallbacks

શું છે બેબી હેર?

આ પણ વાંચો: Besan Benefits: ન્હાતા પહેલા ચણાના લોટનો આ રીતે કરો ઉપયોગ, સ્કીન રહેશે સ્વસ્થ, સુંદર

માથાની હેરલાઇન પાસે નાના નાના અને પાતળા વાળ હોય છે. સામાન્ય રીતે આ વાળ ધીમી ગતિએ લાંબા થાય છે અને તેનો રંગ પણ બ્રાઉન જેવો હોય છે જેથી તે સરળતાથી દેખાતા નથી. બેબી હેરને પ્રીમેચ્યોર હેર પણ કહેવાય છે. જો બેબી હેરની કાળજી લેવામાં ન આવે તો ધીરે ધીરે તે વધતા જાય છે અને માથાના આગળના ભાગમાં ટાલ દેખાવા લાગે છે. બેબી હેરનો ગ્રોથ વધારવો હોય તો આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

હેર ગ્રોથ વધારવા ખાવી આ વસ્તુઓ

આ પણ વાંચો: Belly Fat: સવારે 1 ગ્લાસ આ પાણી પીને દિવસની શરુઆત કરો, ફુલેલા પેટની સમસ્યા દુર થાશે

મેથી

સુકી મેથી પ્રોટીન, આયરન અને ફાઇબરનો સારામાં સારો સોર્સ છે. તે વાળના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. મેથીના બીને પાણીમાં પલાળી સવારે ખાલી પેટ તેનું સેવન કરવું જોઈએ. તેનાથી બેબી હેર કરતાં અટકે છે અને આ વાળનો ગ્રોથ વધે છે.

આમળા

વિટામીન સી થી ભરપુર આમળા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળા ખાવાથી બેબી હેર ડેમેજ થતા અટકે છે અને વાળ મજબૂત બને છે. તમે આમળાનું જ્યુસ પણ પી શકો છો.

આ પણ વાંચો: Recipe: આ રીતે બનાવશો કારેલાનું શાક તો નહીં લાગે કડવું, નાના બાળકો પણ માંગીને ખાશે

જાયફળ

જાયફળમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે સ્કેલ્પને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જયફળને દૂધમાં મિક્સ કરીને પીવાથી ખરતા વાળ અટકે છે. 

અખરોટ

અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ અને વિટામિન ઈ હોય છે જે વાળના ગ્રોથ માટે જરૂરી છે. અખરોટનું સેવન કરવાથી બેબી હેર પણ મજબૂત થાય છે અને વાળ ઘાટા બને છે.

આ પણ વાંચો: શરીરની આ જગ્યા હોય છે સૌથી ગંદી, નહાવાથી નથી થતી સાફ, હજારો બેક્ટેરિયાનું છે ઘર

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More