Home> LifeStyle
Advertisement
Prev
Next

SUMMER LIP CARE: ગરમીમાં હોઠની દેખભાળ રાખવા માટે ઘરે જ બનાવો આ 3 પ્રકારના સ્ક્રબ

ગરમીમાં કઈ રીતે તમારી ત્વચાનું ધ્યાન રાખવું? કઈ બાબતોની કાળજી લેવી? એના વિશે પણ આપણી પાસે જાણકારી હોવી જોઈએ. ખાસ કરીને કોમળ હોઠની દેખભાળ કઈ રીતે રાખવી તે પણ સમજવાની જરૂર છે.

SUMMER LIP CARE: ગરમીમાં હોઠની દેખભાળ રાખવા માટે ઘરે જ બનાવો આ 3 પ્રકારના સ્ક્રબ

નવી દિલ્લીઃ તડકો, પ્રદૂષણ અને શરીરમાં પાણીની કમીના કારણે ગરમીમાં સ્કિનને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ખાસ કરીને પાણીની કમીના કારણે હોઠ ડ્રાઈ થઈ જાય છે. એટલે ગરમીમાં સ્કિનની સાથે હોઠનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે હોઠનું પ્રોપર ધ્યાન નહીં રાખો તો તે ડ્રાઈ અને બેજાન થઈ જશે.

fallbacks

હોઠને નરમ અને મુલાયમ બનાવવા માટે જરૂરી છે તન પ્રોપર રીતે હાઈડ્રેડ રાખવા. અને તેના પર જામેલી ડેડ સ્કિનને હટાવવી. જણાવી દઈએ કે, તમારા હોઠને એક્સફોલિએટ નહીં કરો તો તેના પર ડેડ સ્કિનનું લેયર જમા થઈ જશે. જે બાદમાં ફાટી જશે. એટલા માટે તમે ઘરે બનાવેલા લિપ સ્ક્રબનો ઉપયોગ કરશો તો તમારા હોઠની સ્કિન એકદમ સોફ્ટ અને ગુલાબી દેખાશે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, સમરમાં લિપ કેર માટે ઘરે સ્ક્રબ કેવી રીતે બનાવવું.

હોમમેડ સ્ક્રબ બનાવવાની રીતઃ

કૉફી લિપ સ્ક્રબઃ
કોફીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટી ઓક્સીડેંડ હોય છે જે સ્કિન ડેમેજને ઠીક કરવામાં મદદ કરે છે. તેનું લિપ સ્ક્રબ બનાવવા માટે કોફી પાઉડર લો અને તેમાં બરાબર માત્રામાં ખાંડ અને નારિયેલ તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે તેને હોઠ પર ધીરે ધીરે લગાવો અને હળવા હાથે મસાજ કરો. આનાથી તમારા હોઠ સોફ્ટ અને ગુલાબી બનશે. 

બ્રાઉન સુગર લિપ સ્ક્રબઃ
બ્રાઉન સુગર પણ સ્કિન માટે બહુ સારા સ્ક્રબની રીતે કામ કરે છે. તેની મદદથી તમે હોઠો પર જામેલી ડેડ સ્કિનને સરળતાથી હટાવી શકો છે. બ્રાઉન સુગર સ્ક્રબ બનાવવા માટે તમે એક ચમચી બ્રાઉન સુગર લો અને તેમાં મધ અને ઈન્સેશિયલ ઓયલના થોડા ટીપા નાખો. આ તમારું લિપ સ્ક્રબ તૈયાર છે. તેને હળવા હાથે હોઠ પર લગાવો અને ધીમે ધીમે મસાજ કરો. જે બાદ ઠંડા પાણીથી ધોઈ લો અને પછી લિપ બામ બગાવવાનુ ન ભૂલો. 

સ્ટ્રોબેરીઃ
સ્ટ્રોબેરી લિપ સ્ક્રબ બનાવવા માટે તમે 2-3 તાજી સ્ટ્રોબેરી લો અને તેમાં નાળિયેર તેલ અને બ્રાઉન અથવા સફેદ ખાંડ નાખો. તમે તેમાં થોડું મધ નાખો. આ પેસ્ટને પોતાના હોઠો પર લગાવો અને મસાજ કરો.

(નોંધઃ આ સ્ટોરીમાં આપેલી જાણકારી અને સુચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ઝી 24 કલાક આની પુષ્ટિ નથી કરતું)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More