Sugar Scrub: ઉનાળામાં સતત વધતું તાપમાન, પ્રદૂષણ, તડકો અને પરસેવો સ્કીનને અલગ અલગ રીતે પ્રભાવિત કરે છે. તડકાના કારણે ત્વચા પર જે નેચરલ નિખાર હોય છે તે ઘટી જાય છે. એટલા માટે જ ગરમીના દિવસોમાં ત્વચા ડલ દેખાય છે. ઉનાળો આવતા જ યુવતીઓ ચિંતામાં પડી જાય છે કારણ કે આ સમય દરમ્યાન સ્કીન કેર પર ધ્યાન આપવામાં ન આવે તો ત્વચા ખરાબ થઈ જતા વાર નથી લાગતી.
આ પણ વાંચો: વાળ રીમૂવ કરવા અપનાવો આ નેચરલ રીત, વેક્સ-શેવિંગ કર્યા વિના મૂળમાંથી નીકળી જશે વાળ
સ્કિન કેરમાં સૌથી મહત્વનું સ્ક્રબિંગ હોય છે. ચહેરા પર સમયે સમયે ડેડ સ્કિન જમા થતી હોય છે. સાથે જ સ્કીનમાં ગંદકી પણ એકત્ર થાય છે. તેને દૂર કરવા માટે સ્ક્રબ કરવું પડે છે. ઉનાળા દરમિયાન સ્ક્રબ કરવા માટે મોંઘી પ્રોડક્ટ લેવાને બદલે તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો.
આ પણ વાંચો: Matka: માટલામાં પાણી રહેશે ફ્રીજ જેવું ઠંડુ, આજે જ ટ્રાય કરો મીઠાનો આ નુસખો
એ વાતમાં કોઈ શંકા નથી કે ખાંડનો ઉપયોગ વધારે કરવાથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે. ખાંડ ડાયાબિટીસ, સ્થૂળતા સહિતની બીમારીઓને આમંત્રણ આપે છે. ખાંડ શરીરમાં અંદર જાય તો જેટલું નુકસાન કરે છે એટલો જ ફાયદો બહારથી કરી શકે છે. એટલે કે ખાંડનો ઉપયોગ જો તમે સ્કિન કેરમાં સ્ક્રબ તરીકે કરો છો તો તેનાથી ઇન્સ્ટન્ટ ફાયદો જોવા મળે છે.
આ પણ વાંચો: Hair Growth Tips: આ 4 આયુર્વેદિક હર્બ્સ વાળ માટે બેસ્ટ, ઝડપથી લાંબા થશે વાળ
ખાંડને સ્કિન વાઈટનિંગ એજન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાંડ સ્કિનને હેલ્ધી રાખે છે અને ડાઘ, પિગ્મેન્ટે, ન ડેડ સ્કીન વગેરેને દૂર કરવામાં પણ મદદ કરે છે. અઠવાડિયામાં એક વખત ખાંડને ચહેરા પર લગાડી શકાય છે. તેનાથી ચેહરા પર નેચરલ નિખાર વધે છે. ખાંડમાં એન્ટી એજિંગ પ્રોપર્ટી પણ હોય છે જે ત્વચાને ટાઈટ રાખવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવાથી સમય પહેલા ત્વચા પર દેખાતા એજિંગના લક્ષણોને ઘટાડી શકાય છે.
આ પણ વાંચો: રાતોરાત વાયરલ થઈ ગયો વાળ ધોવાનો આ ટ્રેંડ, શેમ્પૂ કર્યા પછી વાળ થઈ જાય છે રેશમ જેવા
સ્કિન પર ખાંડનો ઉપયોગ કરવો પણ એકદમ સરળ છે. જો તમારી પાસે મોટા દાણાની ખાંડ હોય તો તેને અધકચરી વાટી લેવી. જો ખાંડ ઝીણી હોય તો તેને વાટવાની જરૂર નથી. એક ચમચી ખાંડમાં એક ચમચી એલોવેરા જેલ અને ગુલાબજળ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી લેવું. આ મિશ્રણને સાફ ચહેરા પર લગાવી હળવા હાથે મસાજ કરવો. ખાંડના હોમમેડ સ્ક્રબથી પાંચથી દસ મિનિટ હળવા હાથે સ્ક્રબિંગ કરીને હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લેવો. આ રીતે સ્ક્રબ કર્યા પછી તુરંત જ ચહેરા પર ગ્લો જોવા મળશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે