Home> LifeStyle
Advertisement
Prev
Next

Benefits of Chocolates: ચોકલેટ ખાવાના શોખીનો માટે Good News! ફાયદા જાણીને ચોંકી જશો

મીઠી, સ્વાદિષ્ટ અને દિલને સુકુન આપનારી ચોકલેટ લગભગ સૌને પસંદ હોય છે. ચોકલેટ ખાવાથી તમારો મૂડ તરત જ સરખો થઈ જાય છે. પણ જો તમે શેપમાં રહેવાના ચક્કરમાં ચોકલેટ ખાવાનું ટાળો છો તો આ આર્ટિકલ તમારા માટે છે. આજે અમે તમને જણાવીશું ચોકલેટ ખાવાના 5 કારણો. 

Benefits of Chocolates: ચોકલેટ ખાવાના શોખીનો માટે Good News! ફાયદા જાણીને ચોંકી જશો

નવી દિલ્લીઃ મીઠી, સ્વાદિષ્ટ અને દિલને સુકુન આપનારી ચોકલેટ લગભગ સૌને પસંદ હોય છે. ચોકલેટ ખાવાથી તમારો મૂડ તરત જ સરખો થઈ જાય છે. પણ જો તમે શેપમાં રહેવાના ચક્કરમાં ચોકલેટ ખાવાનું ટાળો છો તો આ આર્ટિકલ તમારા માટે છે. આજે અમે તમને જણાવીશું ચોકલેટ ખાવાના 5 કારણો. 

fallbacks

વજન ઘટાડવા માટે ઉપયોગીઃ
મોટાભાગના લોકો ફિટનેસ વિશે વિચારતા જ ચોકલેટ ખાવાનું બંધ કરી દે છે. જોકે, નિષ્ણાતો માને છે કે, ચોકલેટ ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો દરરોજ તમારા આહારમાં ડાર્ક ચોકલેટનો ટુકડો ઉમેરો.

હ્યદયના સ્વાસ્થય માટે સારીઃ
દરરોજ ચોકલેટનો એક નાનો ટુકડો હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં અને હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, એવું જાણવા મળ્યું છે કે શુદ્ધ ડાર્ક ચોકલેટનું મધ્યમ માત્રામાં સેવન કરવાથી હૃદય રોગ થવાના જોખમને ત્રીજા ભાગ સુધી ઘટાડવામાં મદદ મળી શકે છે.

ગ્રેટ સ્ટ્રેસ બસ્ટરઃ
ચોકલેટ મૂડ લિફ્ટર છે, તે તણાવ, ચિંતા ઘટાડે છે અને આ હકીકતને સમગ્ર વિશ્વના નિષ્ણાતો દ્વારા સમર્થન મળે છે. ડાર્ક ચોકલેટનો એક નાનો ટુકડો મગજમાં ડોપામાઈન તરીકે ઓળખાતો હેપી હોર્મોન છોડે છે, જે મૂડને સુધારવામાં મદદ કરે છે.

કેન્સરથી બચાવે છેઃ
જો તમે દરરોજ ચોકલેટનો ટુકડો ખાઓ છો, તો તે કેન્સરને દૂર રાખવામાં મદદ કરી શકે છે. આ એટલા માટે છે કારણ કે ચોકલેટના મુખ્ય ઘટક-કોકો-માં પેન્ટેમેરિક પ્રોસાયનાઇડિન અથવા પેન્ટામેર નામનું સંયોજન હોય છે, જે કેન્સરના કોષોને ફેલાવવાની ક્ષમતા ઘટાડે છે.

દિમાગના કામમાં સુધારો લાવેઃ
ચોકલેટનો એક નાનો ટુકડો પણ મગજના સ્વાસ્થ્યને સુધારી શકે છે અને યાદશક્તિમાં સુધારો કરી શકે છે. યુનિવર્સિટી ઓફ નોટિંગહામના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોકો પીવાથી અથવા કોકોથી ભરપૂર ચોકલેટનું સેવન કરવાથી મગજમાં લોહીનો પ્રવાહ સુધરી શકે છે. આ કોકોમાં ફ્લેવેનોલ્સની હાજરીને કારણે છે જે મગજના મુખ્ય ભાગોમાં 2 થી 3 કલાક સુધી રક્ત પ્રવાહને વધારે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More