Home> LifeStyle
Advertisement
Prev
Next

Holiday: એપ્રિલ મહિનાની રજાઓમાં ફરવા માટે બેસ્ટ છે આ હિલ સ્ટેશન, મનાલી, ડેલહાઉસીને ભૂલી જશો

Places to visit in April: વેકેશન દરમિયાન મનાલી, શિમલા, ડેલહાઉસી જેવી જગ્યાએ ભારે ભીડ રહે છે. જો આ વખતે તમે પણ વેકેશનમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમે આ જગ્યાઓએ જવાને બદલે ઓફ્બીટ હિલ સ્ટેશન પર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.

Holiday: એપ્રિલ મહિનાની રજાઓમાં ફરવા માટે બેસ્ટ છે આ હિલ સ્ટેશન, મનાલી, ડેલહાઉસીને ભૂલી જશો

Places to visit in April: એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ વેકેશનમાં ફરવા જવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ સમય દરમિયાન બાળકોની પરીક્ષા પૂરી થઈ ગઈ હોય છે અને વેકેશન શરૂ થઈ જાય છે. જોકે આ સમયે દરમિયાન મોટાભાગના શહેરોમાં ગરમી વધી જતી હોય છે તેથી લોકો હિલ સ્ટેશન ફરવા જવાનું પસંદ કરે છે. મોટાભાગે લોકો ઉત્તરાખંડ કે હિમાચલ ફરવા જવાનું નક્કી કરે છે. 

fallbacks

પરંતુ વેકેશન દરમિયાન મનાલી, શિમલા, ડેલહાઉસી જેવી જગ્યાએ ભારે ભીડ રહે છે. જો આ વખતે તમે પણ વેકેશનમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમે આ જગ્યાઓએ જવાને બદલે ઓફ્બીટ હિલ સ્ટેશન પર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. આજે તમને આવી જ કેટલીક જગ્યાઓ વિશે જણાવીએ જ્યાં તમે વેકેશન દરમિયાન મજા માની શકો છો.

એપ્રિલ મહિનામાં ફરવા જેવા સ્થળો

આ પણ વાંચો: ઘરે બનાવેલી બાયોટીન રીચ સ્મુધિ પીવાથી ખરતા વાળની સમસ્યા થઈ જશે દુર, ટ્રાય કરો તમે પણ

પંચમઢી

જો તમને વધારે ભીડ ભાડ પસંદ નથી તો મધ્યપ્રદેશનું હિલ સ્ટેશન પંચમઢી તમારા માટે બેસ્ટ છે. સતપૂડાના પર્વતો વચ્ચે પંચમઢી આવેલું છે જ્યાં તમને શાંતિ અને સુંદરતાનો અનુભવ થશે. અહીં તમે નેચરની નજીક રહી શકો છો. 

આ પણ વાંચો:આ 5 વસ્તુઓ ખાશો તો ક્યારેય ઢીલી નહીં પડે સ્કીન, આ ફુડમાં હોય છે ભરપુર કોલેજન

મેઘાલય

જો તમે કોઈ નવી જગ્યા એક્સપ્લોર કરવા માંગો છો તો મેઘાલય જઈ શકો છો. એપ્રિલ મહિનામાં અહીં તાપમાન ન વધારે ગરમ ન વધારે ઠંડુ એવું હોય છે. જો તમે નેચર અને એડવેન્ચરને પસંદ કરો છો તો આ જગ્યા તમારા માટે સ્વર્ગ છે. 

આ પણ વાંચો: Ayurvedic Remedies: આ આયુર્વેદિક ઉપાયો કરશો તો ચહેરા પરથી ગાયબ થશે ખીલ અને ખીલના ડાઘ

ઉંટી

તમિલનાડુનું ઉંટી હનીમૂન ડેસ્ટિનેશન જ નહીં પરંતુ ફેમેલી સાથે ફરવાની પણ બેસ્ટ જગ્યા છે. અહીં એપ્રિલ મહિનાથી ફરવાની સિઝન શરૂ થઈ જાય છે. અહીં તમને ફોટોગ્રાફી માટે સુંદર જગ્યાઓ પણ મળશે. અને શાંતિનો અનુભવ પણ થાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More