Chair Exercise For Belly Fat: મેને પ્યાર કિયા ફિલ્મ થી રાતો રાત સ્ટાર બની ગયેલી અભિનેત્રી ભાગ્યશ્રી 56 વર્ષની ઉંમરે પણ એકદમ યંગ અને ફિટ દેખાય છે. તે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ફેન્સ સાથે આજે પણ કનેક્ટર રહે છે. સમયે સમયે તે પોતાના સ્કીન કેર સિક્રેટ અને ફિટનેસ ફંડા લોકો સાથે શેર કરે છે. તાજેતરમાં જ અભિનેત્રી ભાગ્યશ્રીએ instagram પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે પેટની ચરબી કેવી રીતે ઉતારી શકાય. અભિનેત્રીએ પેટની ચરબી ઉતારવા માટેની સૌથી સરળ અને ઇફેક્ટિવ ત્રણ એક્સરસાઇઝ વિશે જણાવ્યું છે. સાથે જ વીડિયોના માધ્યમથી દેખાડ્યું છે કે આ એક્સરસાઇઝ કેવી રીતે કરવાની હોય છે
આ પણ વાંચો: Alum Benefits: ચહેરા પરના ડાઘ-ધબ્બા અને કરચલીઓ દુર કરવા આ રીતે કરો ફટકડીનો ઉપયોગ
અભિનેત્રીએ વીડિયો શેર કરી કેપ્શન માં લખ્યું છે કે ચેર પર બેસીને પણ એક્સરસાઇઝ કરી શકાય છે. તેણે કહ્યું છે કે પેટની ચરબી ઓછી કરવી હોય તો ખુરશીમાંથી ઊભા થવાની પણ જરૂર નથી. ખુરશી પર બેસીને જ ત્રણ સ્ટેપ કરી લેવાથી એક્સરસાઇઝ થઈ જાય છે અને પેટની ચરબી પણ ઘટે છે.
આ પણ વાંચો: ઘરે આ વસ્તુની મદદથી બનાવો નેચરલ હેર કલર, 30 મિનિટમાં સફેદ વાળ થઈ જશે ડાર્ક બ્રાઉન
ચેર પર બેસીને તાળી વગાડવી
એક મજબૂત ખુરશી લેવી અને તેના પર સીધુ બેસવું. પગને જમીન પર મજબૂતીથી રાખવા અને હાથને સામેની તરફ સીધા રાખવા. પછી હાથને ઉપર લઈ જઈ નીચે લાવી પગની નીચે તાળી વગાડવી. આમ કરવાથી સોલ્ડર મોબિલિટી વધે છે, પોશ્ચર સુધરે છે અને ઓવર ઓલ બોડી કોર્ડીનેશન સુધરે છે.
આ પણ વાંચો: રાત્રે ચહેરા પર લગાડો આ પાનની પેસ્ટ, 7 દિવસમાં ચહેરા પર દેખાવા લાગશે ગ્લો
ઘૂંટણ અને કોણી ટ્વિસ્ટ કરવા
શરીરના ઉપરના ભાગને થોડો મોલ્ડ કરો અને પછી જમણી કોણીથી ડાબા ઘુટણને સ્પર્શ કરો. આમ કરતી વખતે કોરને એંગલ રાખો. ત્યાર પછી ફરીથી સીધા થવું અને બીજી તરફ આ જ એક સરસાઇઝ રીપીટ કરો.
આ પણ વાંચો: Weight Loss: 1 વાટકી દહીંમાં આ વસ્તુ ઉમેરી ખાવા લાગો, ઘટવા લાગશે પેટ પર જામેલી ચરબી
લેગ એક્સરસાઈઝ
ખુરશી પર બેસી રહેવું અને એક પગને ઉપર ઉઠાવો. થોડી સેકન્ડ માટે પગને ઉપર રાખો અને પછી ધીરે ધીરે નીચે લાવો. બંને પગને આ રીતે વારંવાર ઉપર નીચે કરો. આ સિમ્પલ એક્સરસાઇઝ સાથળના ઢીલા પડેલા સ્નાયુને ટાર્ગેટ કરે છે અને બ્લડ સર્ક્યુલેશન વધારે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે