Home> LifeStyle
Advertisement
Prev
Next

Belly Fat: પેટ ઘટાડવું છે પણ વર્કઆઉટ માટે સમય નથી ? તો આ 5 પાન ખાઈને બનો સ્લીમ, ફુલેલું પેટ થઈ જશે ફ્લેટ

Belly Fat: જે મહિલાઓ કમર અને પેટની વધેલી ચરબીથી પરેશાન છે તેમના માટે આજે એક સરળ અને અસરકારક ઉપાય જણાવીએ. રસોડામાં વપરાતા લીલા પાન શરીરમાં જામેલી જીદ્દી ચરબીને ઉતારી શકે છે. આ પાન કયા છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો જણાવીએ.

Belly Fat: પેટ ઘટાડવું છે પણ વર્કઆઉટ માટે સમય નથી ? તો આ 5 પાન ખાઈને બનો સ્લીમ, ફુલેલું પેટ થઈ જશે ફ્લેટ

Belly Fat: વજન ઘટાડવા માટે જીમ જવાની સલાહ અનેક લોકો આપતા હશે. પરંતુ ઘણા લોકો એવા હોય છે જેમની પાસે એટલો સમય નથી હોતો કે તેઓ જીમ જઈને વર્કઆઉટ કરી શકે. આવું મોટા ભાગે મહિલાઓ સાથે થતું હોય છે. મહિલાઓ પાસે સમયનો અભાવ હોય છે. સાથે જ મહિલાઓ પેટ અને કમર પર વધેલી ચરબીથી પરેશાન પણ હોય છે. વધારે વજન અનેક બીમારીઓનું કારણ બને છે. આ વાતને લઈને લોકો જાગૃત બની રહ્યા છે અને વજન ઘટાડવાના પ્રયત્નો કરતા હોય છે. જો તમે પણ વજન ઘટાડવા માંગો છો તો ઓછા ખર્ચે અને સરળતાથી વજન ઘટાડવાનો અસરકારક ઉપાય આજે જણાવીએ. ઘરના રસોડામાં જ કેટલાક પાનનો ઉપયોગ થતો હોય છે જે પણ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આજે તમને એવા 5 લીલા પાન વિશે જણાવીએ જેનો ઉપયોગ યોગ્ય રીતે કરો તો શરીરની ચરબી બળે છે. 

fallbacks

આ પણ વાંચો: આ ટીપ્સ ફોલો કરી ઘી બનાવજો, દાણેદાર ઘીથી ડબ્બો ભરાશે, ઘીની સુગંધ પાડોશીઓ સુધી જાશે

લીમડાના પાન 

રસોઈમાં રોજ ઉપયોગમાં આવતા મીઠા લીમડાના પાન વજન ઘટાડવામાં ફાયદો કરી શકે છે. જો તમે વજન ગંભીરતાપૂર્વક ઉતારવા માંગો છો તો સવારે જાગીને આ પાનને ધોઈ ચાવીને ખાઈ લેવા. આ પાન ખાવા ડાયાબિટીસ માટે પણ ફાયદાકારક છે. 

લીલા ધાણા 

લીલા ધાણા ખાવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળશે. લીલા ધાણામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે પાચનતંત્ર અને દુરુસ્ત કરે છે. તે વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. 

આ પણ વાંચો: પાલક ડુંગળીના આ શાક સામે ફિક્કું લાગશે રેસ્ટોરન્ટનું જમવાનું, આંગળા ચાટી જશે લોકો

રોજમેરી 

રોજમેરી એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. આ ઔષધી બ્લડ સુગર લેવલને પણ કંટ્રોલ કરે છે. ઘણી બધી દવાઓમાં પણ તેનો ઉપયોગ થાય છે. 

ઓરેગેનો 

ઓરેગેનોનો ઉપયોગ મોટાભાગે ઇટાલિયન વાનગીઓમાં થાય છે. તે ફ્લેવેનોઈડ થી ભરપૂર હોય છે. તે વજન ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે. 

આ પણ વાંચો: Tulsi kadha: તુલસીનો ઉકાળો વજન ઘટાડવામાં કરશે મદદ, જાણો બનાવવાની રીત અને તેના ફાયદા

પાર્સલે

આ એવી જડીબુટ્ટી છે જેનાથી ફેટ બર્ન ઝડપથી થઈ શકે છે. કારણ કે તે મેટાબોલિઝમને બુસ્ટ કરે છે. જે લોકો નિયમિત રીતે પાર્સલેનું સેવન કરે છે તેમનું પાચન પણ સારું રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More