Chana Dal Paratha: જો તમારા ઘરમાં લોકોને અલગ અલગ પ્રકારના પરોઠા ખાવાનો શોખ હોય તો એક વખત ચણાની દાળના પરોઠા ટ્રાય કરો. ચણાની દાળના પરોઠા પ્રખ્યાત વાનગી છે. આ પરોઠા પ્રોટીનથી ભરપૂર હોય છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. નાસ્તામાં ચણાની દાળના પરોઠા બનાવશો તો તેનાથી શરીરની જરૂરી બધા પોષક તત્વો પણ મળી રહેશે અને બપોર સુધી ભૂખ પણ નહીં લાગે.
ચણાની દાળના પરોઠા માટેની સામગ્રી
આ પણ વાંચો: વધેલી રોટલીને સોફ્ટ રાખવી હોય તો ફોલો કરો આ ટીપ્સ, ઠંડી રોટલી પણ કડક નહીં થાય
ઘઉંનો લોટ બે કપ
મીઠું સ્વાદ પ્રમાણે
ઘી મોણ માટે
ચણાની દાળ એક કપ
બે લીલા મરચા
ખમણેલું આદુ
એક ચમચી જીરૂ
અડધી ચમચી ગરમ મસાલો
એક ચમચી લીંબુનો રસ
લીલા ધાણા
મીઠું સ્વાદ
અડધી ચમચી હળદર પાઉડર
એક ચપટી હિંગ
એક ચમચી લાલ મરચું પાવડર
આ પણ વાંચો: પનીર ટીક્કા સિવાય પનીરમાંથી ફટાફટ બની જતાં 5 અફલાતૂન સ્ટાર્ટર, ખાઈને મહેમાન ખુશ થશે
ચણાની દાળના પરોઠા બનાવવાની રીત
પરોઠાનું સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલા ચણાની દાળને સારી રીતે ધોઈને એકથી બે કલાક માટે પલાળીને રાખો. પલાળેલી દાળને કુકરમાં બાફી લો. દાળ બાફતી વખતે તેમાં થોડું મીઠું અને હળદર ઉમેરી દો. દાળ બફાઈ જાય પછી જો તેમાં એક્સ્ટ્રા પાણી બચે તો તેને કાઢી નાખો અને દાળને ઠંડી થવા દો.
આ પણ વાંચો: સ્માર્ટ મહિલાને ખબર હોવી જોઈએ આ 4 કુકીંગ ટીપ્સ, રસોડાની નાની-મોટી ઝંઝટ ખતમ થઈ જશે
પરોઠા માટે ઘઉંના લોટમાં થોડું મીઠું અને ઘીનું મોણ ઉમેરી લોટ બાંધી લો. તૈયાર કરેલી કણકને ભીના કપડાં વડે ઢાંકીને એક કલાક રેસ્ટ આપો.
આ પણ વાંચો: ચણાના લોટમાં નહીં પડે ધનેડા, લોટ સાથે આ વસ્તુ રાખી દો, 1 વર્ષ સુધી ખરાબ નહીં થાય લોટ
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં હિંગ અને જીરું ઉમેરો. ત્યાર પછી તેમાં લીલા મરચા અને આદુની પેસ્ટ ઉમેરીને સાંતળો. તેમાં બાફેલી દાળ ઉમેરો. પોટેટો મેશરની મદદથી દાળને ક્રશ કરો. દાળ સારી રીતે મેશ થઈ જાય પછી તેમાં લીંબુનો રસ સ્વાદ પ્રમાણે મીઠું લીલા ધાણા થોડી હળદર અને લાલ મરચું પાવડર ઉમેરી પાંચ થી દસ મિનિટ ધીમા તાપે દાળને પકાવો.
આ પણ વાંચો: Lauki Barfi: દૂધીમાંથી બનાવો સ્વાદિષ્ટ બરફી, દૂધી નહીં ભાવતી હોય તે પણ બે હાથે ખાશે
દાળનું સ્ટફિંગ રેડી થઈ જાય પછી તેને ઠંડુ થવા દો. પરોઠા બનાવવા માટે સૌથી પહેલા ઘઉંના લોટમાંથી એક લુવો લઇ તેમાં દાળનું સ્ટફિંગ ભરી હળવા હાથે પરોઠું વળો. તૈયાર કરેલા પરોઠાને ગરમ થવા પર ઘી મૂકી બંને તરફ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. પરોઠું શેકાઈ જાય પછી તેને દહીં અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે