Sleeping Position: સારા સ્વસ્થ્ય માટે જરૂરી છે કે તમે નિયમિત ઊંઘ પણ બરાબર કરો. અને ઊંઘ સારી ત્યારે જ થાય છે જો તમારો બેડ યોગ્ય હોય. જો તમારો બેડ બરાબર ન હોય તો તેમાં સુવાથી તમારું સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થઈ શકે છે. નિષ્ણાંતો તો ત્યાં સુધી કહે છે કે સુતી વખતે તમે માથું કઈ તરફ રાખો છો? કઈ તરફ પડખું ભરીને સુવો છો ? તેનાથી પણ શરીર ઉપર પ્રભાવ પડે છે. જો તમે રાત્રે યોગ્ય રીતે સૂવાની ટેવ પાડો તો ગેસ, એસિડિટી, ગરદનમાં દુખાવો, કમરમાં દુખાવો જેવી તકલીફો દૂર થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કે કઈ સ્વાસ્થ્ય સમસ્યામાં કઈ રીતે સુવાથી લાભ થાય છે.
કઈ સ્વાસ્થ્ય સમસ્યામાં કેવી રીતે સુવુ ?
આ પણ વાંચો:
30 દિવસમાં ટાલમાં પણ દેખાવા લાગશે વાળ, ટ્રાય કરો આમાંથી કોઈપણ એક દેશી ઉપાય
ચોમાસામાં શાકભાજી કરતાં વધારે ફાયદો કરે છે આ વસ્તુઓ, નિયમિત ખાવાથી બીમારીઓ રહેશે દુર
Hair Care: ચોમાસામાં વધી જતી ખરતા વાળની સમસ્યા દુર કરશે આ ઘરેલુ ઉપાય
છાતીમાં બળતરા
જે લોકોને છાતીમાં બળતરા અને ગેસની સમસ્યા વધારે રહેતી હોય તેમણે બેડ ઉપર ઊંચા તકિયા રાખીને સૂવું જોઈએ. આમ કરવાથી ગેસ નીચેની તરફ જાય છે અને એસીડીટી પણ નથી થતી. છાતીમાં બળતરા થતી હોય અને તમે આ રીતે સૂઈ જશો તો તમને છાતીની બળતરાથી પણ રાહત મળી જશે.
પેટમાં દુખાવો
જો તમને પેટમાં દુખાવો રહેતો હોય તો તમારે બેડ ઉપર સીધા સૂવું જોઈએ. સૂતી વખતે માથું ઊંચું રહે તે રીતે તકિયાનો ઉપયોગ કરવો આમ કરવાથી પેટનો દુખાવો તુરંત જ મટે છે.
વેરીકૉઝ વેન્સ
જો તમને વેરી કોઝવેન્સની તકલીફ વધારે હોય તો સુતી વખતે તમારે પગ નીચે તકિયા રાખવા જોઈએ આમ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને સોજાથી પણ આરામ મળે છે
આ પણ વાંચો:
વાળમાંથી ડેન્ડ્રફ દુર કરશે દાદી-નાનીના સમયનો આ નુસખો, જીદ્દી ડેન્ડ્રફની થશે છુટ્ટી
બહાર નીકળેલું પેટ 20 દિવસમાં થશે ગાયબ, સવારે જાગો એટલે પલંગમાં જ કરી લેવી આ 2 કરસત
શું તમે પણ 10-15 દિવસ પછી બદલો છો બેડશીટ ? તો આ વાત તમારા માટે જાણવી છે જરૂરી
હાઈ બ્લડ પ્રેશર
જે લોકોને હાઈ બીપી ની તકલીફ હોય અને શરીર નબળું પડતું હોય તો તેમણે બે પગની વચ્ચે તકિયો રાખીને સૂવું જોઈએ.
સાયટીકા
સાયટીકામાં બ્લડ સર્ક્યુલેશન ફટકવા લાગે છે જેના કારણે કરોડરજ્જુમાં દુખાવો થવા લાગે છે. આ તકલીફથી મુક્તિ મેળવવા માટે પગની વચ્ચે તકિયો રાખીને સૂવું જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે