Home> LifeStyle
Advertisement
Prev
Next

Chia Seeds: પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા પણ થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 મોટા ફાયદા


Chia Seeds Uses And Benefits: દેખાવમાં નાના નાના આ દાણા શરીરને મોટા ફાયદા કરે છે. આ નાનકડા બીજ શરીરની કાયાપલટ કરવાની ક્ષમતા ધરાવે છે. જો તમે વજન ઘટાડવાની સાથે હાર્ટ, સ્કિન અને વાળને પણ હેલ્ધી બનાવવા માંગો છો તો આ વસ્તુ વરદાનથી કમ નથી. 
 

Chia Seeds: પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા પણ થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 મોટા ફાયદા

Chia Seeds Uses And Benefits: આપણે જે પણ વસ્તુ ખાઈએ છીએ તેની અસર શરીર પર જોવા મળે છે. જો આહાર ખરાબ હોય તો તેના કારણે વજન વધવું, વાળ ખરવા, સ્કીન ડેમેજ થવી જેવી સમસ્યાઓ થાય છે. તેવી જ રીતે આહારમાં જો પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે તો શરીર પર તેની સકારાત્મક અસર જોવા મળે છે. સામાન્ય રીતે મોટી મોટી વાતને જ મહત્વ આપવામાં આવે છે. પરંતુ શરીરને હેલ્દી બનાવવામાં કેટલાક નાના બીજ પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. આવી વસ્તુઓથી થતા ફાયદાથી લોકો અજાણ હોય છે. આજે તમને આવા જ એક બીજ વિશે જણાવીએ જે ખૂબ જ સામાન્ય ગણાય છે પરંતુ તે શરીર માટે વરદાન સમાન છે .

fallbacks

આ પણ વાંચો: ટેસડો પડી જાય એવી ચા બનાવવી હોય તો આ સ્ટેપ્સ ફોલો કરો, એકવાર ચા પીનાર વારંવાર માંગશે

ચિયા સિડ્સ જેને સામાન્ય ભાષામાં તકમરીયાં પણ કહેવાય છે તે સુપરફૂડ છે. આ જીણા દાણામાં પ્રોટીન, ફાઇબર, ઓમેગા 3 ફેટી એસિડ અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આ પોષક તત્વ શરીરને અંદરથી હેલ્ધી બનાવે છે. તેનું સેવન કરવાથી ચહેરા પર ચમક વધે છે વાળ મજબૂત બને છે અને સાથે જ પેટની ચરબી પણ ઘટે છે. તકમરીયાં ખાવાથી શરીરને પાંચ સૌથી મોટા ફાયદા થાય છે. આજે તમને આ પાંચ ફાયદા વિશે જણાવીએ. 

આ પણ વાંચો:આ 3 ટીપ્સ અપનાવી બનાવો ફ્રેન્ચ ફ્રાઈઝ, રેસ્ટોરન્ટમાં મળે એવી જ ક્રિસ્પી બનશે

વજન ઘટાડે છે 

જો તમે વજન ઘટાડવા માંગો છો તો ચિયા સીડ્સ વરદાન છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વારંવાર ખાવાની આદત છૂટી જાય છે. તકમરીયાં ખાવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને શરીરમાં જામેલી જિદ્દી ચરબી ઓગળવા લાગે છે. 

આ પણ વાંચો: Travel: જયપુર ગયા ને આ 5 જગ્યા ન જોઈ તો ફેરો ફોગટ, વિદેશથી લોકો ખાસ આ જગ્યા જોવા આવે

ત્વચા ચમકદાર બને છે 

તકમરીયાંમાં એવા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે ત્વચાને ફ્રી રેડીકલ્સથી બચાવે છે. તેને ખાવાથી સ્કીન હેલ્ધી અને ગ્લોઇંગ રહે છે. જો તમે ઈચ્છો છો કે વધતી ઉંમરે પણ ત્વચા પર કરચલીઓ અને ફાઈનલાઇન્સ ન દેખાય તો પછી તકમરીયા ખાવાની શરૂઆત કરી દો. 

આ પણ વાંચો: ડલ સ્કિન માટે બેસ્ટ છે આ સફેદ પાવડર, ફેશિયલ કરાવ્યું હોય તેવો ગ્લો ચહેરા પર આવશે

વાળ બનશે મજબૂત 

તકમરીયામાં પ્રોટીન અને ઓમેગા 3 હોય છે જે વાળને મૂળમાંથી મજબૂત બનાવે છે. જેના કારણે વાળ ખરવાની સમસ્યા પણ ઓછી થાય છે. તેનાથી વાળનો ગ્રોથ ઝડપથી થાય છે અને વાળ ચમકદાર રહે છે. 

આ પણ વાંચો: ઝેરી દવા નહીં રાત્રે ઘરમાં આ 5 માંથી કોઈ 1 વસ્તુ રાખી સુઈ જાવ, ઉંદર ભાગી જશે ઘરમાંથી

પાચન સુધરે છે 

તકમરીયાંમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને પેટ હેલ્ધી રહે છે. નિયમિત રીતે તકમરીયાં ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે ગેસ અને એસિડિટી પણ મટે છે. 

આ પણ વાંચો: White Hair: સફેદ વાળને કેમિકલ હેર કલર વિના કરો કાળા, ઘરે બનાવી લો આ ચમત્કારી તેલ

હૃદય રહેશે હેલ્ધી 

તકમરીયાંમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે હાર્ટની હેલ્થ માટે સારું છે. તેનાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ કંટ્રોલમાં રહે છે અને હાઈ બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. જેના કારણે હૃદયની બીમારીનું જોખમ ઘણી હદે ઘટી જાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More