Home> LifeStyle
Advertisement
Prev
Next

Beach Destinations: આ છે ગુજરાતના સૌથી સાફ બીચ, અહીં ફરવા માટે શિયાળો છે બેસ્ટ ઋતુ, ફટાફટ કરો ફરવાનું પ્લાનિંગ

Cleanest Beach Of Gujarat: જો તમે દરિયા કિનારે શાંતિથી સમય પસાર કરવા માંગો છો તો ગુજરાતની આ જગ્યાઓ તમારા માટે બેસ્ટ છે. ગુજરાતના કેટલાક બીચ એવા છે જે સુંદરતા અને શાંતિની બાબતમાં ગોવાને પણ ટક્કર મારે તેવા છે. 

Beach Destinations: આ છે ગુજરાતના સૌથી સાફ બીચ, અહીં ફરવા માટે શિયાળો છે બેસ્ટ ઋતુ, ફટાફટ કરો ફરવાનું પ્લાનિંગ

Cleanest Beach Of Gujarat: બીચ ડેસ્ટિનેશનનું નામ આવે તો મોટાભાગના લોકો ગોવા વિશે વિચારતા થઈ જાય પરંતુ આજે તમને ગુજરાતના જ એવા બીચ ડેસ્ટિનેશન વિશે જણાવીએ જ્યાં તમે શિયાળામાં ફરવા જશો તો ગોવાને પણ ભૂલી જશો. ગોવામાં બીચ પર પાર્ટી જેવો માહોલ હોય છે અને એડવેન્ચર એક્ટિવિટીની મજા લેતા અનેક લોકો હોય છે. પરંતુ જો તમે દરિયા કિનારે શાંતિથી સમય પસાર કરવા માંગો છો તો ગુજરાતની આ જગ્યાઓ તમારા માટે બેસ્ટ છે. ગુજરાતના કેટલાક બીચ એવા છે જે સુંદરતા અને શાંતિની બાબતમાં ગોવાને પણ ટક્કર મારે તેવા છે. આ બીચ પર ફરવા જવાનો બેસ્ટ સમય શિયાળો છે તેથી તમે અહીં લોંગ વિકેન્ડ કે રજાઓમાં પરિવાર સાથે ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો. 

fallbacks

આ પણ વાંચો: શરીરની ચરબી ફટાફટ ઓગાળશે બાદિયાન, 30 દિવસમાં થઈ જશો સ્લીમ, જાણો ઉપયોગ કરવાની રીત

માંડવી બીચ

ગુજરાતના કચ્છ જિલ્લામાં માંડવી બીચ આવેલું છે. આ બીચ ખૂબ જ સુંદર છે જો તમે રણ મહોત્સવની મુલાકાત લેવાના હોય તો માંડવી બીચ તો સાવ નજીક પડશે. અહીં સનસેટનો નજારો ખૂબ જ ખાસ હોય છે માંડવી બીચ ઉપર એડવેન્ચર એક્ટિવિટી પણ કરી શકાય છે.

માધવપુર બીચ

જો તમે પરિવાર સાથે દરિયા કિનારે શાંત વાતાવરણમાં સમય પસાર કરવા માંગો છો તો પોરબંદર નજીક આવેલા માધવપુર પહોંચી જાવ. અહીંનો શાંત અને સુંદર દરિયા કિનારો તમને પણ રિલેક્સ કરી દેશે.

આ પણ વાંચો: દાળ-શાકમાં જીરાને બદલે આ વસ્તુનો કરો વઘાર, સ્વાદ વધી જશે દસ ગણો, આંગળા ચાટી જશે લોકો

જામનગર બીચ

ગુજરાતનું જામનગર પણ વેકેશન પસાર કરવા માટે બેસ્ટ જગ્યા છે. અહીં મુખ્ય શહેરથી 25 કિલોમીટર દૂર સુંદર બીચ આવેલો છે. આ બીચની સૌથી સારી બાબત એ છે કે અહીં લોકોની ભીડ નથી હોતી તેથી તમે અહીં આરામથી શાંતિથી સમય પસાર કરી શકો છો.

સોમનાથ બીચ

સોમનાથ મહાદેવના મંદિર માટે પ્રખ્યાત છે પરંતુ અહીંનો બીચ પણ ખૂબ જ સુંદર છે. અહીં જે પણ શ્રદ્ધાળુ દર્શન કરવા આવે છે તે દર્શન કર્યા પછી બીચ પર પહોંચી જાય છે. 

આ પણ વાંચો:  Health Tips: શિયાળામાં આ 5 વસ્તુ ખાવા પર કંટ્રોલ નહીં રાખો તો કમર 28 માંથી થઈ જશે 38

નારગોલ બીચ

આ બીજ ગુજરાતના વલસાડમાં આવેલો છે આ બીચ ઉપરાંત અહીં તિથલ પણ છે જ્યાં તમને ફરવા જઈ શકો છો. ગુજરાતના બીચ ડેસ્ટિનેશનમાં નારગોલ બીચ ઓફબીટ જગ્યા છે. એટલે કે ખૂબ ઓછા લોકો આ જગ્યા વિશે જાણે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More