Home> LifeStyle
Advertisement
Prev
Next

Cleaning Tips: બળીને કાળા થયેલા વાસણને ચમકાવવા આ 4 વસ્તુઓ વાપરો, વાસણ ઘસીને સાફ પણ નહીં કરવા પડે

Cleaning Tips: રસોઈ કરતી વખતે ઘણીવાર વાસણ બળી પણ જાય છે. ખાસ તો તેલના તવા અને લોઢી વધારે ખરાબ થાય છે. આ વાસણ સાફ કરવા મુશ્કેલ લાગે છે પરંતુ આ કામ ઈઝી થઈ શકે છે. બળેલા વાસણને સાફ કરવા આ 4 વસ્તુઓ વાપરો તો વાસણ ઝડપથી ક્લીન થઈ શકે છે.
 

Cleaning Tips: બળીને કાળા થયેલા વાસણને ચમકાવવા આ 4 વસ્તુઓ વાપરો, વાસણ ઘસીને સાફ પણ નહીં કરવા પડે

Cleaning Tips: કોઈપણ કારણસર વાસણ બળી જાય તો કાળા નિશાન ખરાબ દેખાય છે. બીજીવખત તેનો ઉપયોગ કરવો પણ મુશ્કેલ થઈ જાય છે. ખાસ કરીને તેલ મુક્યું હોય એ કઢાઈ સાફ કરવામાં ટેન્શન થાય છે. પરંતુ આવી સફાઈ માટે જો તમે ખાસ વસ્તુઓ વાપરો તો તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. 

fallbacks

આ પણ વાંચો: 36 ની કમરને 28 ની કરી દેશે આ લીલા દાણા, વધેલા વજન સાથે શરીરની અનેક સમસ્યા કરશે દુર

આજે તમને 4 એવી વસ્તુઓ વિશે જણાવીએ જે બળેલા વાસણ સાફ કરવામાં અસરકારક છે. આ વસ્તુઓનો ઉપયોગ કરી તમે વાસણ સાફ કરશો તો વધારે ઘસવાની જરૂર પણ નહીં પડે. ખૂબ જ ઝડપથી વાસણ સાફ થઈ જાશે. 

આ પણ વાંચો: સવારની આ 5 આદતો અને પોઝિટિવ વિચારથી કરો દિવસની શરુઆત, શરીર રહેશે નિરોગી

બેકિંગ સોડા

જે વાસણ સાફ કરવું હોય તેમાં પાણી ભરો અને તેમાં બેકિંગ સોડા ઉમેરી પાણીને ઉકાળો. પાણી ઉકળી જાય એટલે ગેસ બંધ કરી પાણીને ઠંડું થવા છોડી દો. જ્યારે પાણી ઠુંડું થઈ જાય પછી વાસણને સાફ કરશો તો સારી રીતે સાફ થશે.

આ પણ વાંચો: Yellow Teeth: પીળા દાંતને સફેદ કરવાનો અચૂક ઉપાય, આ 2 વસ્તુથી કરો દાંતની સફાઈ

વિનેગર

વિનેગરમાં એસિડિક ગુણ હોય છે જે વાસણની ચિકાશ અને બળેલા ડાઘ ઝડપથી દુર કરે છે. એક કપમાં પાણી અને વિનેગર સમાન માત્રામાં લઈ મિશ્રણ બનાવો. આ મિશ્રણને બળેલા વાસણ પર સારી રીતે લગાવો અને 5 મિનિટ રાખી દો. ત્યારબાદ સ્ક્રબરની મદદથી સાફ કરશો એટલે બધો મેલ નીકળી જશે.

આ પણ વાંચો: લીમડાના પાનની પેસ્ટમાં આ વસ્તુ ઉમેરી લગાડો ફેસ પર, ખીલ, ડાઘની સમસ્યાથી મળશે છુટકારો

મીઠું અને લીંબુ

તેલની ચિકાશ અને બળેલા ડાઘ દુર કરવા માટે લીંબુ અને મીઠું પણ ઉપયોગી છે. આ મિશ્રમમાં નેચરલ ક્લીનિંગ ગુણ હોય છે. સૌથી પહેલા તો વાસણમાં લીંબુનો રસ લગાડો. ત્યારબાદ તેના પર મીઠું છાંટો અને 2 મિનિટ રાખો. ત્યારબાદ વાસણ સાફ કરો. તેનાથી વાસણ બરાબર સાફ થઈ જશે.

આ પણ વાંચો: બાળકને આપી શકાય એવી સોનાની વસ્તુઓની લેટેસ્ટ ડિઝાઈન, 1 થી 3 ગ્રામના વજનની ક્યુટ ગિફ્ટ

ટૂથપેસ્ટ

ટૂથપેસ્ટમાં એબ્રેસિવ ગુણ હોય છે જે વાસણના ડાઘ અને ગંદગી કાઢવામાં મદદ કરે છે. બળેલા વાસણમાં ટૂથપેસ્ટ લગાડી 5 મિનિટ રાખો અને પછી સ્ક્રબરની મદદથી વાસણ સાફ કરો. તેનાથી વાસણ ઝડપથી સાફ થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More