Home> LifeStyle
Advertisement
Prev
Next

ખરતા અને નબળા વાળ માટે આ પાણી છે 'વરદાન', આ રીતે કરો તેનો ઉપયોગ

Clove water: વાળની ​​સંભાળ માટે ઘણા ઘરેલું ઉપચાર અજમાવવામાં આવે છે, જેમાંથી એક લવિંગનું પાણી છે. આયુર્વેદિક જડીબુટ્ટી ગણાતી લવિંગ માત્ર સ્વાસ્થ્ય અને ત્વચા માટે જ નહીં પરંતુ વાળ માટે પણ વરદાન છે. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે લવિંગનું પાણી વાળની ​​ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે.

ખરતા અને નબળા વાળ માટે આ પાણી છે 'વરદાન', આ રીતે કરો તેનો ઉપયોગ

Clove water: કાળજીનો અભાવ, વધતું પ્રદૂષણ અને ખોટી ખાવા-પીવાની આદતોને કારણે આપણી સેહત, ત્વચા અને વાળ ત્રણેયને નુકસાન થાય છે. વાળનું સ્વાસ્થ્ય બગડવા લાગે છે જેના કારણે તેઓ ખરવા લાગે છે. વાળ ખરવા પાછળ ડેન્ડ્રફ પણ એક કારણ હોઈ શકે છે, પરંતુ આ સમસ્યાઓથી સમયસર છુટકારો મેળવવો જોઈએ. હેર કેરમાં મોંઘા પ્રોડક્ટની સાથે ઘરેલું ઉપચાર પણ અજમાવવામાં આવે છે, જેમાંથી એક લવિંગનું પાણી છે. લવિંગ એક આયુર્વેદિક ઔષધિ છે જે પોષક તત્વો ઉપરાંત ગુણોનો ભંડાર પણ છે.

fallbacks

લવિંગ આપણા વાળની ​​ઘણી સમસ્યાઓનો સોલ્યૂશન છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે લવિંગ જે ખાવાનો સ્વાદ વધારે છે, તે વાળ માટે રામબાણ સાબિત થઈ શકે છે. ચાલો તમને જણાવીએ કે તમે લવિંગનું પાણી કેવી રીતે તૈયાર કરી શકો છો અને તેનો ઉપયોગ વાળ માટે કરી શકો છો.

શું હોય છે લવિંગ પાણી?
આ પાણી તૈયાર કરવા માટે તમારે અડધી ચમચી લવિંગને ઉકાળવા પડશે. આમ કરવાથી પાણીમાં બાયોએક્ટિવ  કમ્પાઉન્ડ મળી જાય છે જે હેર કેરની થેરેપીની જેમ કામ કરે છે. તેમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણ છે જે પાવરફૂલ એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે.

21 દિવસ સુધી રોજ પીવો આ પાનનું જ્યુસ, ડાયાબિટીસ સહિત આ 3 બીમારીઓ રહેશે અંડરકંટ્રોલ!

લવિંગ પાણી કેવી રીતે કામ કરે છે?
ઉંમર, સ્કેલ્પ ઈન્ફેક્શન, ખરાબ ન્યૂટ્રિશન અને એક્સપોઝના કારણે આપણા વાળનો ગ્રોથ ધીમો પડી જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો વાળને વધુ સારા પોષણની જરૂર હોય છે. લવિંગના પાણીમાં યુજેનોલ હોય છે જે પોષણ અને શક્તિ બન્ને પ્રદાન કરે છે. એટલું જ નહીં આ કુદરતી પાણી આપણા સ્કેલપને પણ ડેન્ડ્રફથી બચાવે છે. ફંગલ ઇન્ફેક્શનના કારણે પણ વાળ ખરવા લાગે છે અને તમે લવિંગના પાણીથી તેનો ઈલાજ કરી શકો છો. જે લોકોને ડેન્ડ્રફ અથવા એલર્જીની સમસ્યા હોય તેમના માટે લવિંગનું પાણી ઈલાજનું કામ કરે છે. 

લવિંગના પાણીના ફાયદા
વાળના ગ્રોથમાં વધારોઃ
ઘણી સ્ટડીમાં જાણવા મળ્યું છે કે લવિંગના તેલમાં હેર લોસ પ્રોપર્ટીઝ હોય છે. તેથી તે આપણા વાળના ગ્રોથને સુધારવામાં અસરકારક છે.

ઓક્સિડેટીવ સ્ટ્રેસ: સ્ટ્રસ, પ્રદૂષણ, સ્મોકિંગ અને ઊંઘની પેટર્ન જેવી સમસ્યાઓ શરીરમાં ફ્રી રેડિકલ્સનું પ્રોડક્શન વધી જાય છે અને આપણને ઓક્સિડેટીવ સ્ટ્રેસ મળવા લાગે છે. લવિંગમાં પોલિફીનોલ્સ અને અન્ય એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે વાળ ખરવા સાથે સંકળાયેલ ઓક્સિડેટીવ સ્ટ્રેસને ઘટાડે છે.

બ્લડ શુગરનો કાળ છે આ લીલા દાણા, શિયાળાની સિઝનમાં એક મુઠ્ઠી ખાવાથી મળશે અનેક ફાયદા

ડેન્ડ્રફને દૂર કરે છે: લવિંગમાં એન્ટિફંગલ ગુણ હોય છે જે સ્કેલ્પને ડેન્ડ્રફથી બચાવે છે. શેમ્પૂ કરતા પહેલા વાળ અને માથાની ચામડીમાં લવિંગનું પાણી સ્પ્રે કરો. થોડા દિવસોમાં તમને ફરક દેખાવા લાગશે.

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ ચોક્કસપણે લો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More