Home> LifeStyle
Advertisement
Prev
Next

Coconut Halwa: લીલા નાળિયેરનો આ હલવો ઘરમાં બનશે કે સફાચટ થઈ જશે, ભુલી જશો બીજી મીઠાઈનો સ્વાદ

Coconut Halwa Recipe: મહાશિવરાત્રીનો પર્વ નજીક આવી રહ્યો છે અને આ દિવસે વ્રત કરવાનું હોય છે. વ્રત દરમિયાન જો તમે મીઠાઈ ખાતા હોય તો આજે તમને નાળિયેરનો હલવો બનાવવાની રીત જણાવીએ. એકવાર જો તમે આ હલવો ઘરે બનાવ્યો તો ઘરના લોકો વારંવાર આ હલવો ખાવાની ડિમાંડ કરશે. 

Coconut Halwa: લીલા નાળિયેરનો આ હલવો ઘરમાં બનશે કે સફાચટ થઈ જશે, ભુલી જશો બીજી મીઠાઈનો સ્વાદ

Coconut Halwa Recipe: નાળિયેરનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. ખાસ અવસર હોય ત્યારે નાળિયેરની મીઠાઈ પણ બને છે. પરંતુ શું તમે લીલા નાળિયેરનો હલવો ક્યારેય ખાધો છે ? એકવાર જો તમે આ હલવો ચાખી લીધો તો તેનો સ્વાદ તમને દાઢે વળગી જશે. મહાશિવરાત્રીનો પર્વ આવી રહ્યો છે ત્યારે વ્રત દરમિયાન તમે આ મીઠાઈ બનાવી શકો છો. ઘરમાં આ મીઠાઈ એકવાર બની તો પછી વારંવાર તેની ડિમાંડ થશે. 

fallbacks

નાળિયેરનો હલવો બનાવવા માટેની સામગ્રી

આ પણ વાંચો: Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની

1 તાજા નાળિયેરનું ખમણ
100 ગ્રામ માવો
ઝીણી સમારેલી બદામ
ઝીણા સમારેલા કાજુ
2 ચમચી ઘી
1 કપ દૂધ
1 ચપટી મીઠું
અડધી ચમચી લીલી એલચી
3\4 કપ ખાંડ

આ પણ વાંચો: Mosquito: ઘરના ખૂણે-ખૂણામાં છુપાયેલા મચ્છર પણ ભાગી જશે, રુમમાં કરી દો આ તેલનો દીવો

નાળિયેરનો હલવો બનાવવાની રીત

નાળિયેરને મોટી ખમણીમાં ઘસી લેવું. ત્યારબાદ એક જાડા તળીયાના પેનમાં ઘી ગરમ કરવું અને તેમાં નાળિયેરના ખમણને બરાબર શેકવું. નાળિયેર બરાબર શેકાઈ જાય પછી તેમાં માવો ઉમેરી 2 મિનિટ કુક કરો. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી બરાબર પકાવો. જ્યારે દૂધ બળી જાય અને નાળિયેર ઘટ્ટ થવા લાગે તો તેમાં એલચી પાવડર ઉમેરી 2 મિનિટ પકાવો. આ સ્ટેજ પર તમે હલવામાં કિસમિસ પણ ઉમેરી શકો છો.

આ પણ વાંચો: આ વસ્તુ મુકી ઘઉં, ચોખા, દાળ જેવા અનાજ સ્ટોર કરવા, ડબ્બાની આસપાસ પણ નહીં ફરકે ધનેડા

છેલ્લે તેમાં ખાંડ ઉમેરી અને ત્યાં સુધી કુક કરો જ્યાં સુધી ખાંડનું પાણી બળી ન જાય. છેલ્લે તેમાં 1 ચપટી મીઠું ઉમેરો અને 4 થી 5 મિનિટ પકાવો. ત્યારબાદ હલવાને ગ્રીસ કરેલી પ્લેટમાં પાથરી તેના ઉપર કાજુ અને બદામની કતરણ ઉમેરો અને હલવાને ઠંડો થવા દો. હલવો ઠંડો થઈ જાય પછી તેના ટુકડા કરી સર્વ કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More