Coconut Milk For Hair: નાળિયેરનું દૂધ મલાઈદાર હોય છે. પાકેલા નાળિયેરને પીસીને તેમાંથી દૂધ કાઢવાનું હોય છે. આ દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. ઘણા બધા વ્યંજનમાં પણ નાળિયેરના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે નાળિયેરનું દૂધ ફક્ત સ્વાસ્થ્ય લાભ કરે છે એવું નથી. નાળિયેરનું દૂધ વાળ માટે પણ લાભકારી છે. બ્યુટી એક્સપર્ટ જણાવે છે કે જે લોકોના વાળ ડ્રાય અને ફ્રીઝી હોય તેઓ રોજ નાળિયેરનું દૂધ વાળમાં લગાડે તો વાળ સંબંધિત સમસ્યાઓનું નિવારણ થઈ શકે છે.
આ પણ વાંચો: ગંદા જૂતા સાફ કરવા આ રીતે બટેટાનો યુઝ કરો, વર્ષો જુના શૂઝ પણ નવા હોય એવા સાફ લાગશે
નાળિયેરનું દૂધ વાળ માટે સારું માનવામાં આવે છે. ખાસ કરીને બેજાન દેખાતા વાળ પણ નાળિયેરના દૂધથી સિલ્કી અને સ્મુધ થઈ શકે છે. હેર કેર રૂટિનમાં નાળિયેરના દૂધનો સમાવેશ કરી લેશો તો અન્ય કોઈ વસ્તુનો ઉપયોગ કરવાની પણ જરૂર નહીં પડે. તો ચાલો સૌથી પહેલાં જાણીએ નાળિયેરના દૂધથી થતા ફાયદા.
નાળિયેરના દૂધના લાભ
આ પણ વાંચો: Cleaning Tips: કાટ લાગેલા વાસણ સાફ કરવા વાપરો આ 3 વસ્તુ, વાસણ નવા હોય એવા સાફ થઈ જશે
- નાળિયેરનું દૂધ હેલ્થી ફેટથી ભરપૂર હોય છે અને તે તુરંત એનર્જી આપે છે નાળિયેરનું દૂધ મેટાબોલિઝમ પણ બુસ્ટ કરી શકે છે.
- નાળિયેરનું દૂધ ફોસ્ફરસ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે જે હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે.
- નાળિયેરના દૂધમાં હેલ્ધી ફેટ હોય છે જે કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત રાખવામાં અને હાર્ટ રોગનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.
- નાળિયેરનું દૂધ લેક્ટોઝ ફ્રી હોય છે એટલે આ દૂધ એ લોકો પણ પી શકે છે જેમને દૂધની એલર્જી હોય.
આ પણ વાંચો: જુલાઈ-ઓગસ્ટમાં ફરવા જવું હોય તો આ છે બેસ્ટ ઓપ્શન, આ 5 જગ્યા વરસાદ પછી લાગે અદ્ભુત
નાળિયેરનું દૂધ ત્વચાને પણ પોષણ આપે છે અને વાળ માટે કન્ડિશનરનું કામ કરે છે. વાળમાં નાળિયેરનું દૂધ લગાડશો તો એવું રીઝલ્ટ જોવા મળશે જેની તમે કલ્પના પણ કરી નહીં હોય.
નાળિયેરના દૂધથી વાળને થતા ફાયદા
આ પણ વાંચો: કારેલાની કડવાશ દુર કરવાની 5 ટીપ્સ, ફોલો કરશો તો કારેલાનું શાક કડવું નહીં લાગે
નાળિયેરનું દૂધ વાળ અને ત્વચાને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે. નાળિયેરનું દૂધ લગાડવાથી વાળ મુલાયમ બને છે અને મજબૂત થાય છે. નાળિયેરના દૂધથી ડ્રાય સ્કેલ્પની સમસ્યાથી પણ રાહત મળે છે.
વાળ માટે કેવી રીતે કાઢવું નાળિયેરનું દૂધ ?
આ પણ વાંચો: ચોમાસામાં ફરવા માટે બેસ્ટ છે ગુજરાતની આ 5 જગ્યા, અહીંનો નજારો ક્યારેય ભુલાશે નહીં
વાળમાં લગાડવા માટે નાળિયેરનું દૂધ કાઢવું હોય તો એક પાકેલું નાળિયેર લેવું અને તેના નાના નાના ટુકડા કરી લેવા. નાળિયેરના થોડા ટુકડા લઇ તેમાં થોડું ગરમ પાણી મિક્સ કરી મિક્સરમાં પીસી લો. ત્યાર પછી જે પેસ્ટ બને તેને કપડામાં બાંધીને તેમાંથી દૂધ કાઢી લો. વાળમાં લગાડવા માટે રોજ ફ્રેશ દૂધ જ કાઢવું. નાળિયેરનું જે દૂધ નીકળે તેને રૂની મદદથી વાળના મૂળમાં અને વાળ પર સારી રીતે અપ્લાય કરો. નાળિયેરનું દૂધ વાળમાં લગાડ્યા પછી પાંચથી દસ મિનિટ સારી રીતે મસાજ કરો અને ત્યાર પછી 30 મિનિટ માટે માસ્ક ને વાળમાં રહેવા દો. 30 મિનિટ પછી વાળને શેમ્પુ કરો. આ માસ્કને અઠવાડિયામાં બે વખત લગાડી શકો છો. જો વાળ વધારે પ્રમાણમાં ડ્રાય હોય તો થોડા દિવસ નિયમિત પણ યૂઝ કરી શકાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે